Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ હાલતમાં જોવા મળ્યા છે. જે પંપો ચાલુ છે ત્યાં પ્રીમિયમ અથવા પાવર પેટ્રોલ જ મળતું હોવાથી મોંઘા ભાવનું પાવર પેટ્રોલ પુરાવવા માટે પણ લોકોની લાંબી કતારો લાગી છે, ઘણાતો રસ્તામાં પેટ્રોલ ખૂટી જવાથી અને નજીકના પંપો બંધ હોવાથી અનેક વાહનચાલકો ધક્કા મારીને અન્ય પેટ્રોલ પંપ સુધી ભર તડકામાં જતા નજરે પડ્યા હતા.

રાજ્યમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘સ્ટોક નથી’ ના બોર્ડ લાગી ગયા છે. સપ્લાય ખોરવાવાને કારણે અનેક પંપો બંધ રહેતા તેની સીધી અસર ચાલુ પંપો પર જોવા મળી રહી છે જ્યારે અમુક પેટ્રોલ પંપો ખુલ્લા છે, ત્યાં વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

જોકે,રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ વાતને અફવા ગણાવી રહયા છે અને તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતે દર બે દિવસે આ બાબતનો ખાસ રિવ્યૂ લઈ રહ્યા હોવાનું સરકાર જણાવી રહી છે તો બીજી તરફ પેટ્રોલ પંપ બંધ થયાની વાસ્તવિક સ્થિતિ છે અને લોકોમાં પેટ્રોલ લેવા પડાપડી શરૂ થઈ છે.
જે રીતે સરકાર કહે છે કે ગેસનો પુરવઠો ઉપલબ્ધ છે અને ચિંતાની વાત નથી અને ગેસની શોર્ટજ વચ્ચે લોકો લાઈનો લગાવી રહયા છે.
આમ સરકાર કહે છે કે કોઈ મુશ્કેલી નથી પણ જમીની હકીકત વિપરીત છે તેવું લાઈનમાં ઉભેલા લોકોનું કહેવું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોક સભામાં પણ આજે PM નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનમાં એવી અપીલ કરી છે કે જેમ આપણે સૌએ કોરનાનો સામનો કર્યો તેમ વર્તમાન પરિસ્થિતિનો પણ સાથે મળીને સામનો કરવો પડશે. આ નિવેદનની દેશવાસીઓમાં ઘેરી અસર પડી છે અને કોરોના જેવી લોકડાઉનની પરિસ્થિતિ પેદા થવાનો ડર જોવા મળ્યો છે અને લોકો ઘરમાં ઘર વપરાશની ચીજ વસ્તુઓ સહિત પેટ્રોલ-ડિઝલનો સ્ટોક કરવા નીકળી પડતા અફરા તફરી સર્જાઈ હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 4 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 6 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 4 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 8 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 6 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 9 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા