UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

■ સાત કલાકની ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું

UCC Bill: ગુજરાત વિધાનસભાએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કર્યું. સાત કલાકની ચર્ચા પછી આ બિલ પસાર થયું. ભાજપે તેને સમાનતા સુનિશ્ચિત કરતા ઐતિહાસિક સુધારા તરીકે વખાણ્યું, જ્યારે કોંગ્રેસે તેનો સખત વિરોધ કર્યો, દલીલ કરી કે તે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસે તેને “મુસ્લિમ વિરોધી” ગણાવ્યું.

આ બિલમાં તમામ ધર્મોમાં લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન સંબંધો માટે એક સમાન કાયદાની જોગવાઈ છે, આ બિલ વિધાનસભામાં ધ્વનિ મતદાન(હાથ ઊંચો કરી ‘હા’ કે ‘ના’ માં બોલાતું મતદાન Voice Vote) દ્વારા પસાર થયું હતું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો અને તેને પસંદગી સમિતિ (Select Committee)
ને મોકલવાની માંગ કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે આ બિલ રજૂ કર્યું હતું ત્યારબાદ સાત કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી ચર્ચા બાદ બિલ પસાર થયું હતું આ સાથેજ ગુજરાત ઉત્તરાખંડ પછી યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય બન્યું છે. ફેબ્રુઆરી 2024 માં યુસીસી પસાર કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું.

આ બિલને ‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ 2026’ નામ આપવામાં આવ્યું છે. એકવાર અમલમાં આવ્યા પછી, તે સમગ્ર રાજ્ય અને રાજ્યની બહાર રહેતા ગુજરાતીઓને પણ લાગુ પડશે. જો કે, આ પ્રસ્તાવિત કાયદો અનુસૂચિત જનજાતિ (ST) અને અમુક સમુદાયોને લાગુ પડશે નહીં જેમના પરંપરાગત અધિકારો બંધારણ હેઠળ સુરક્ષિત છે.

બિલના “ઉદ્દેશ્ય અને કારણો” માં જણાવાયું છે કે આ કોડનો ઉદ્દેશ્ય એક સમાન કાનૂની માળખું બનાવવાનો છે. તે લિવ-ઇન સંબંધોની નોંધણી તેમજ ઔપચારિક ઘોષણા દ્વારા તેમના સમાપ્તિની જોગવાઈ કરે છે આ બિલ બહુપત્નીત્વ પર પણ પ્રતિબંધ મૂકે છે. આનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનસાથી જીવિત હોય ત્યારે ફરીથી બીજા લગ્ન કરી શકતી નથી. તેમાં જણાવાયું છે કે આ સંહિતા હેઠળ લગ્ન ફક્ત ત્યારે જ માન્ય રહેશે જો લગ્ન સમયે બંને પક્ષોમાંથી કોઈનો જીવનસાથી જીવિત ન હોય, બિલ રજૂ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એક સંયુક્ત અને અવિભાજિત રાષ્ટ્ર માટે એક સમાન કાનૂની માળખું આવશ્યક છે.

તેમણે કહ્યું, “આપણા પ્રાચીન શ્લોકોમાં પણ કહેવામાં આવ્યું છે કે સત્ય એક જ છે, ભલે તે અલગ અલગ રીતે વ્યક્ત કરવામાં આવે. અને જો સત્ય એક જ હોય, તો ભલે ઘણા ધર્મો હોય, ન્યાય એક જ હોવો જોઈએ.” બંધારણનો ઉલ્લેખ કરતા તેમણે વધુમાં કહ્યું, “બંધારણની કલમ 14 દરેક નાગરિક માટે કાયદા સમક્ષ સમાનતાની ખાતરી આપે છે. અને તે જ બંધારણની કલમ 44 રાજ્યને સમાન નાગરિક સંહિતા તરફ આગળ વધવાનો નિર્દેશ આપે છે. હવે, યુસીસીના અમલીકરણ સાથે, ધર્મ અથવા જાતિના આધારે નાગરિકો વચ્ચે વિભાજન અથવા ભેદભાવ સંબંધિત કોઈપણ નીતિ અથવા વિવાદ દૂર થશે.”

જોકે, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે તેનો વિરોધ કરતા કહ્યું કે, “તમે 2027 માં આવનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં આ બિલ રજૂ કર્યું છે. અમે માંગ કરીએ છીએ કે તેને વિધાનસભાની પસંદગી સમિતિને મોકલવામાં આવે.” કોંગ્રેસના અન્ય ધારાસભ્ય અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે આ બિલ બંધારણીય ગેરંટીઓનું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું, “બંધારણની કલમ 14 કાયદા સમક્ષ સમાનતા અને તમામ નાગરિકોને કાયદાનું સમાન રક્ષણ સુનિશ્ચિત કરે છે. આ બિલ આ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતું દેખાય છે. તમે ગૃહમાં તમારી બહુમતીનો ઉપયોગ કરીને લોકોના અધિકારો છીનવી લેવા માંગો છો.” કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કાયદાને “મુસ્લિમ વિરોધી” ગણાવ્યો હતો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 4 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 6 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 4 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 8 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 6 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 9 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા