Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ ભાજપ સરકાર સામે પોલીસ વિભાગનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું હોવાનો સંવેદનશીલ મુદ્દો છેડી ભારે સનસનાટી જન્માવી છે,કારણ કે મોટાભાગના લોકો એ જાણતા હોતા નથી કે સરકારે પોલીસના મહત્વના વિભાગને કઈ રીતે પ્રાઈવેટ કરી દીધો? હકીકતમાં ગોપાલ ઇટાલિયા વાત કરી રહ્યા છે તે છે 112 ઇમરજન્સી પોલીસ હેલ્પલાઇનનો કે આ આખો ડિપાર્ટમેન્ટ એક ખાનગી સંસ્થા ચલાવે છે.

વિગતો મુજબ ગુજરાતમાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન (જનરક્ષક પ્રોજેક્ટ) ના અમલીકરણને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે, ગુજરાત સરકારે ‘જનરક્ષક’ પ્રોજેક્ટ હેઠળ 112 ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી છે, જે પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર જેવી સેવાઓ માટેનો એકીકૃત નંબર છે. આ સેવાનું સંચાલન EMRI Green Health Services (ભૂતપૂર્વ GVK EMRI) દ્વારા કરવામાં આવે છે, જે લાંબા સમયથી 108 એમ્બ્યુલન્સ સેવા ચલાવે છે.

■ શુ છે ગોપાલ ઈટાલિયાના આક્ષેપો? જાણો

આમ આદમી પાર્ટીના નેતા- ધારાસભ્ય અને પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ વિભાગ જેવી મહત્વના સરકારી વિભાગનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. તેઓનું કહેવું છે કે પોલીસની મુખ્ય જવાબદારીઓ ખાનગી સંસ્થાને સોંપવી એ સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય નથી કારણ જે આ વિભાગ સંવેદનશીલ ગણાય છે જેનું સંચાલન માત્ર સરકારી વિભાગ હેઠળજ થવું જોઈએ.

હાલની વ્યવસ્થામાં નાગરિકોની વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતી પહેલા પ્રાઇવેટ કંપની સુધી પહોંચે છે, જે પ્રાઇવસી અને ડેટા સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે, ગોપાલ ઇટાલિયાએ આ સ્થિતિને પોલીસ પ્રણાલીના પ્રાઇવેટાઇઝેશન તરીકે વર્ણવી હતી. તેમના મુજબ, આ માત્ર કોલ સેન્ટર સુધી મર્યાદિત નથી, પરંતુ અગાઉ પણ વિધાનસભામાં એવી માહિતી મળી હતી કે પોલીસને ભાડે આપવામાં આવે છે અને પોલીસ વાહનો પણ પ્રાઇવેટ કંપનીને સોંપવામાં આવ્યા છે. આ માટે સરકારે લગભગ ₹4.63 કરોડ જેટલું ભાડું પણ ચૂકવ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

બીજી તરફ સરકાર આ પ્રોજેક્ટને ‘નવી પેઢીની સ્માર્ટ પોલીસિંગ’ ગણાવે છે. અમદાવાદના કઠવાડા ખાતેના કંટ્રોલ સેન્ટરમાં આશરે 150 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત છે અને આ સિસ્ટમનો હેતુ ઇમરજન્સી પ્રતિસાદનો સમય ઘટાડીને શહેરી વિસ્તારોમાં 10 મિનિટ કરવાનો છે.

EMRI આ સેવા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ ચલાવે છે. 112 નંબર પર આવતા કોલનું વિશ્લેષણ કરી નજીકની ‘જનરક્ષક વાન’ ને લોકેશનના આધારે તાત્કાલિક રવાના કરવામાં આવે છે. જોકે,મોટાભાગના લોકોને આ ખબર નહોતી કે 112 સેવા કોઈ ખાનગી સંસ્થા હસ્તક હશે તે વાત ગોપાલ ઈટાલીયાએ છેડી ભારે વિવાદ ઉભો કર્યો છે,જુઓ નીચે આપેલા વિડીયોમાં ગોપાલ ઈટાલીયા શુ કહે છે?જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 5 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 5 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 7 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 7 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 10 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 6 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો