
bihar: પટના શાસ્ત્રીનગર ઈન્દ્રપુરી વિસ્તારમાં 15 ઓગષ્ટના દિવસે ગાડીમાંથી બે બાળકોના મૃતદેહ આવ્યા, આ ઘટનાથી આખો વિસ્તાર હચમચી ગયો. આ બાળકો કોચિંગ કલાસ માટે જતાં હતાં. પણ તેઓ ઘરે પાછાં ન ફર્યા, આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને આઘાતનું વાતાવરણ ફેલાવ્યું છે.
પટનામાં ગાડીમાંથી મળ્યાં ભાઈ-બહેનના મૃતદેહ
પ્રાપ્ત અહેવાલ મુજબ પટનામાં શાસ્ત્રીનગર થાના ક્ષેત્રના ઈન્દ્રપુરી વિસ્તારમાં બે બાળકો કોચિંગ ક્લાસ માટે નીકળયાં હતા,પણ તે ઘરે પાછા ન ફર્યા,પહેલા તો મામલો અપહરણનો લાગ્યો પરતું જયારે તેમના મૃતદેહ એક ગાડીમાંથી મળી આવ્યાં તો સૌ કોઈ હેરાન થઈ ગયાં,એક અજાણી ગાડીમાંથી બાળકોના મૃતદેહ મળવા કઈ સામાન્ય વાત નહોતી, આ વાતની જાણ પરિવારને થઈ તેમને પોલીસને જાણ કરી.
પોલીસ અને FSL ટીમની તપાસ
આ ઘટનાની જાણ થતાં જ પટના પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં અને તપાસ શરુ કરી. FSL ટીમ પણ ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરવા અને મૃત્યુના કારણોની તપાસ કરવા કામે લાગી.
પ્રાથમિક તપાસ અને પોલીસની કાર્યવાહી
બાળકોના મૃતદેહ ગાડીમાંથી મળ્યાં, પરતું મોતનું કારણ હજુ અક્કબંધ છે. પોલીસે આ ગંભીર ગુનાને નોંધી તપાસ શરુ કરી છે. FSL ટીમના અહેવાલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે મૃત્યુંનું કારણ નક્કી કરવામાં આવશે.ઘટના પાછળ હત્યા, અકસ્માત,કે અન્ય કોઈ ષડયંત્ર છે તેની તપાસ ચાલી રહી છે. આ સિવાય ગાડીના માલિકની સંડોવણી અંગે પણ તપાસ થઈ રહી છે.માસૂમોના ગુનેગારો હજુ આઝાદ ઘૂમી રહ્યાં છે. પોલીસ બધાં જ પ્રયત્નો કરે છે. જેથી આ ઘટનાની હકીકત જલદીથી સામે આવી શકે.
સ્થાનિકોમાં ભયનો માહોલ
આ ઘટનાએ ઈન્દ્રપુરી અને આજુબાજુના વિસ્તારોમાં ભય અને અસુરક્ષાની લાગણી ઊભી કરી છે. બે બાળકોના મૃતદેહ મળવાની ઘટનાએ લોકોમાં આક્રોશ અને ચિંતા ફેલાવી છે. આ ઘટના બાળકોની સુરક્ષા અને સ્થાનિક વિસ્તારોમાં કાયદા- વ્યવસ્થા પર સવાલ ઉઠાવે છે.આવી ઘટનાઓ ખુલ્લેઆમ બની રહી છે. હવે બાળકોની સુરક્ષાનું શું?
બાળસુરક્ષા માટે સરકારે શું પગલાં લેવા ?
આ ઘટનાથી સમજાય છે કે બાળકોની સુરક્ષા અને શહેરી વિસ્તારોની સલામતી માટે પગલાં લેવાં જરુરી છે. સરકારે તેના માટે વિચાર કરવો જોઈએ. આવી ઘટનાઓ રોકવા કડક પગલાં લેવામાં આવે, અને બાળકોની સુરક્ષા માટે વધુ સઘન નીતીઓ અને દેખરેખની વ્યવસ્થા ગોઠવવામાં આવે.આવા અપરાધોમાં અપરાધીઓને કડક સજા આપવી જોઈએ જેથી ફરીવાર આવી ઘટનાઓ સામે ના આવે.
આ પણ વાંચો
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું








