
Bihar News: બિહારના નવાદામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં લગ્ન દરમિયાન એક SI એ તેની નવપરિણીત પત્નિને મંદિરમાં થપ્પડ મારી દીધી હતી. આ ઘટના ગયા શનિવારે બની હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઈન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલ પરિણીત છે, પરંતુ ઈન્સ્પેક્ટર ગુસ્સે થઈને પોતાની દુલ્હનને થપ્પડ મારે છે.
સબ-ઇન્સ્પેક્ટર સચિન કુમારને સસ્પેન્ડ
આ ઘટના બાદ, એસપી અભિનવ ધીમાને રાજૌલી એસડીપીઓ ગુલશન કુમારને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો અને નરહટ સબ-ઇન્સ્પેક્ટર સચિન કુમારને 3 ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કરવામાં આવ્યા. ડીએસપી ગુલશન કુમારે જણાવ્યું હતું કે છોકરીની અરજીના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના પોલીસની છબી ખરાબ કરી રહી છે અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
બંને પહેલી વાર કૌવાકોલ પોલીસ સ્ટેશનમાં મળ્યા હતા
ખરેખર, બિહારના નવાદામાં, એક SI અને મહિલા કોન્સ્ટેબલની પ્રેમકહાનીએ એક નવો વળાંક લીધો.1 ફેબ્રુઆરીના રોજ સોભિયા મંદિરમાં તેમના લગ્ન દરમિયાન ભારે હોબાળો થયો હતો, જ્યાં ઇન્સ્પેક્ટરે મહિલા કોન્સ્ટેબલને થપ્પડ મારી હતી. પછી હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો. નરહટ પોલીસ સ્ટેશનમાં SI તરીકે તૈનાત 25 વર્ષીય સચિન કુમાર અને કટિહારની 26 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ સુમન કુમારીની વચ્ચે પ્રેમસંબંધ 2023 થી ચાલી રહ્યો હતોત. બંને પહેલી વાર કૌવાકોલ પોલીસ સ્ટેશનમાં મળ્યા હતા.
સુમનના કહેવા મુજબ, જ્યારે તે ગર્ભવતી થઈ, ત્યારે સચિને તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તે પછીથી બીજા કોઈ સાથે લગ્ન કરશે.
સુમન જ્યારે સચિન વિરુદ્ધ કેસ દાખલ કરવાની વાત કરી ત્યારે મામલો વધુ ગંભીર બની ગયો. જેલ જવાના ડરથી, સચિન આખરે લગ્ન માટે સંમત થયો. વરિષ્ઠ અધિકારીઓની દરમિયાનગીરી પછી, બંનેના લગ્ન મંદિરમાં થયા, પરંતુ લગ્ન દરમિયાન થયેલા વિવાદે આ સંબંધની કડવાશ છતી કરી. મુંગેર જિલ્લાના ધારહરા ગામના રહેવાસી લાલચંદ યાદવના પુત્ર સચિન અને મજદિયા ગામના છાયાસદ મંડલની પુત્રી સુમન વચ્ચેનો વિવાદ હવે પોલીસ વિભાગ અને સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃ Delhi Elections: 9 વાગ્યા સુધીમાં 8.1 ટકા મતદાન, રાષ્ટ્રપતિ અને આતિશીએ કર્યું મતદાન, કોણ જીતશે?
આ પણ વાંચોઃ Sweden School Firing: સ્વીડનની સ્કૂલમાં એકાએક ગોળીબાર, 10 લોકોના મોત, આતંકી હુમલો?