
Bihar Accident: બિહારમાં મોડી રાત્રે તેજસ્વી યાદવનો કાફલો એક બેકાબૂમાં આવતી ટ્રક સાથે અથડાઈ ગયો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના નેશનલ હાઈવે પર મધેપુરાથી પટના પરત ફરતી વખતે બની હતી, જ્યારે તેજસ્વી યાદવ તેના સાથીઓ સાથે આરામ કરી રહ્યા હતા. તેજસ્વીએ ઘાયલ સુરક્ષા કર્મચારીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા તેજસ્વી યાદવ એક મોટા અકસ્માત થયો છે. જો કે તેમને જીવ બચી ગયો છે. એક ટ્રક તેજસ્વી યાદવના કાફલામાં ઘૂસી ગઈ અને કફલાના વાહનોને ટક્કર મારી, જેમાં ત્રણ પોલીસ જવાન ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.
મધેપુરાથી પટના પરત ફરતી વખતે તેજસ્વી યાદવ રાત્રે લગભગ 1:30 વાગ્યે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચા પીવા માટે રોકાયા ત્યારે આ અકસ્માત થયો. તેજસ્વી પ્રવક્તા શક્તિ યાદવ અને કેટલાક આરજેડી નેતાઓ સાથે તેમની કારમાંથી ઉતર્યા હતા ત્યારે એક બેકાબૂ આવતી ટ્રક કાફલામાં ઘૂસી ગઈ અને કાફલામાંના વાહનોને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા. તેજસ્વી યાદવ પોલીસકર્મીઓને તાત્કાલિક તેમને હાજીપુરની નજીકની સદર હોસ્પિટલમાં લઈ ગયા હતા.
તેજસ્વી યાદવે અકસ્માત પર શું કહ્યું?
મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે કહ્યું, ‘જ્યારે અમે માધેપુરાથી એક કાર્યક્રમ પછી પાછા ફરી રહ્યા હતા, ત્યારે અમે ચા માટે રોકાયા. ત્યારે એક બેકાબૂ ટ્રકે મારી સામે જ 2-3 વાહનોને ટક્કર મારી. પોલીસકર્મીઓ ઉભા હતા. વાહન તેમના પર પડ્યું અને 2-3 લોકો ઘાયલ થયા. આ અકસ્માત અમારાથી માત્ર 5 ફૂટ દૂર થયો. અમે સહેજ જ બચી ગયા. વહીવટીતંત્રે આગળ ટોલ બંધ કરી દીધો છે અને તે ટ્રક પકડી લીધી છે. આ ઘટનામાં બેદરકારી દાખવનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.’
આ પણ વાંચો:
Trump vs Musk: એલોન મસ્ક ટ્રમ્પને હરાવવા નવી પાર્ટી બનાવી?, શું મસ્ક બનશે રાષ્ટ્રતિ?
મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા
Surat: ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલુ સર્કલ રાતોરાત લાપતા, મંજૂરી ન લેતા ઉઠ્યા હતા સવાલો
ગુજરાતમાં મેગા સાયબર કૌભાંડનો પર્દાફાશ: કરોડોના ટ્રાન્ઝેક્શન સાથે 89 RBL બેંક ખાતા પકડાયા
Stampede Chinnaswamy Stadium: કર્ણાટક CMના સચિવનું પત્તુ કપાયું, અધિકારીઓ-પોલીસકર્મીઓ નિશાને
India Census: ભારતમાં વસ્તીગણતરીની તારીખ જાહેર, આ તારીખથી થશે ગણતરી ચાલુ!