
-
બિહાર: મહિલા લોન રિકવરી એજન્ટના પ્રેમમાં પડી, પતિને છોડીને તેની સાથે કર્યા લગ્ન કર્યા
બિહારના જમુઈ જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પરિણીત મહિલાએ તે પુરુષ સાથે લગ્ન કર્યા જે તેના ઘરે લોન વસૂલવા માટે આવતો હતો. હવે આ લગ્ન વિસ્તારમાં લોન મેરેજના નામથી પ્રખ્યાત થઈ રહ્યા છે. મહિલાએ તેના પતિને છોડી દીધો અને તેના પ્રેમી સાથે લગ્ન કર્યા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, જમુઈ જિલ્લાના લચુઆડ પોલીસ સ્ટેશન વિસ્તારના જાજલ ગામના રહેવાસી ઉપેન્દ્ર પ્રસાદનો પુત્ર પવન કુમાર તે જ જિલ્લાના ચકાઈમાં એક બેંકમાં નોકરી કરે છે. પવન લોન વસૂલાતનું કામ કરતો હતો. લોન વસૂલાતના સંદર્ભમાં તે નિશ્ચિત સમયપત્રક મુજબ ફરતો રહેતો.
આ દરમિયાન થોડા મહિના પહેલા પવન કુમાર સોનો પોલીસ સ્ટેશન વિસ્તારના કર્મા ટંડ ગામના રહેવાસી પિન્ટુ શર્માની પુત્રી ઇન્દિરા કુમારીને મળ્યો હતો. પવન કુમાર હંમેશા લોન વસૂલાત માટે ત્યાં જતો હતો. આ દરમિયાન ઇન્દિરા કુમારીને પવન કુમાર સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પછી બંને સંપર્કમાં આવ્યા હતા.
આ પણ વાંચો- Gujarat: ST-SCના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતાં ગુજરાતભરમાં વિરોધ, ભાજપની પાંખ જ સામે પડી
પતિ મારતો હતો માર
આ પછી બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. તેમનો પ્રેમ એટલો બધો વધી ગયો કે ઇન્દિરા કુમારી પોતાના પતિને છોડીને ઘરેથી ભાગી ગઈ. તેણીએ તેના પ્રેમી પવન કુમાર સાથે લગ્ન કર્યા. ઇન્દિરા કુમારીના જણાવ્યા મુજબ, તેના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા થયા હતા, પરંતુ તેનો પતિ દારૂના નશામાં તેને બિનજરૂરી રીતે માર મારતો અને ત્રાસ આપતો હતો. આનાથી નારાજ થઈને તેણે પવન સાથે લગ્ન કરી લીધા અને હવે તેણે આખી જિંદગી પવન સાથે રહેવાનું નક્કી કર્યું છે.
बिहार में कुछ भी संभव है!
लोन पर लुगाई मिल गई!pic.twitter.com/rPDdcDHgGb— ShivRaj Yadav (@shivaydv_) February 12, 2025
પ્રેમી સાથે લગ્ન કર્યા
બંનેએ મંગળવારે ત્રિપુરારી ઘાટ સ્થિત ભૂતનાથ મંદિરમાં હિન્દુ રીતરિવાજ અને ધાર્મિક વિધિઓ અનુસાર લગ્ન કર્યા હતા. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ લગ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ લગ્ન જોવા માટે ઘણા લોકો આવ્યા હતા.
આ પણ વાંચો- વક્ફ (સુધારા) બિલને લઈને રાજ્યસભામાં હોબાળો; ખડગેએ- રિપોર્ટને ગણાવ્યો નકલી
આ પણ વાંચોઃ Gujarat: ST-SCના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતાં ગુજરાતભરમાં વિરોધ, ભાજપની પાંખ જ સામે પડી