
Bitcoin scam of Gujarat: ગુજરાતના ચકચારી બિટકોઈન ખંડણી કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન પોલીસ અધિક્ષક (SP) જગદીશ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અનંત પટેલ સહિત 14 લોકોને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદાએ રાજ્યના રાજકીય અને પોલીસ તંત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે.
પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની શું છે ભૂમિકા?
2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમની પાસેથી 9 કરોડ રૂપિયાની કિંમતના 176 બિટકોઈન ખંડણી રૂપે ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં પીઆઈ અનંત પટેલની આગેવાની હેઠળની પોલીસ ટીમે સરકારી વાહનોનો ઉપયોગ કરીને શૈલેષ ભટ્ટનું ગાંધીનગર નજીક અપહરણ કર્યું હતું. આ કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની “ફિક્સર” તરીકેની ભૂમિકા સામે આવી હતી.
વકીલ પોલીસ સહિત 14 આરોપીઓની ધરપકડ
આ કેસની તપાસ CID ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારીઓ અને સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કેતન પટેલની પૂછપરછમાં નલિન કોટડિયા અને તત્કાલીન SP જગદીશ પટેલના નામ ખુલ્યા, જેના આધારે તેમની પણ ધરપકડ કરવામાં આવી. કુલ 14 આરોપીઓની સમયાંતરે અટકાયત કરવામાં આવી હતી.
નલિન કોટડિયા લાંબા સમય સુધી રહ્યા ફરાર
નલિન કોટડિયા પર આ ગુનામાં મુખ્ય સૂત્રધાર તરીકે કામ કરવાનો આરોપ હતો. તેઓ લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી ઝડપાયા હતા. CID ક્રાઈમે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ અને જાહેરનામું બહાર પાડ્યું હતું. મે 2019માં ગુજરાત હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા, પરંતુ કોર્ટના તાજેતરના ચુકાદામાં તેમને આજીવન કેદની સજા થઈ છે.
નલિન કોટડિયા અને SP જગદીશ પટેલે અપહરણ કરાવી ખંડણી વસૂલી
શૈલેષ ભટ્ટે પોતે પણ નોટબંધી બાદ સુરતની બીટ કનેક્ટ કંપનીમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હતું, પરંતુ કંપની બંધ થતાં તેમના પૈસા ડૂબી ગયા. આથી શૈલેષ ભટ્ટે કંપનીના કર્મચારીઓ અને હોદ્દેદારોનું અપહરણ કરી 2000થી વધુ બિટકોઈન અને કરોડો રૂપિયા પડાવ્યા હતા. આ વાતની જાણ નલિન કોટડિયાને થતાં તેમણે SP જગદીશ પટેલ સાથે મળી શૈલેષ ભટ્ટનું અપહરણ કરાવી ખંડણી વસૂલી હતી.
પોલીસ અને રાજનેતાઓના કૌભાંડ
શૈલેષ ભટ્ટે આ મામલે CID ક્રાઈમ ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ અમદાવાદની ACB વિશેષ અદાલતમાં ચાલ્યો, જેમાં આખરે 14 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા. આ ચુકાદાએ ગુજરાતના પોલીસ અને રાજકીય ગઠબંધનના ગંભીર કૌભાંડને ઉજાગર કર્યું છે.
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય
Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!