
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશ્નર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી છે. જે અનુસાર, 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી મોકૂફ રખાઈ છે.
આ વચ્ચે AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે.
ઈસુદાન ગઢવીએ શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું છે કે ભાજપે ઓબીસી કમિશનની રચના ન કરી, સાથે જ અનામતને લઈને સર્વે ન કરાવીને છેલ્લા બે વર્ષ સુધી નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપ્યું આપ્યુ છે. જેથી બે વર્ષ સુધી નગરપાલિકાઓની ચૂંટણી રોકીને ભાજપે લોકતંત્રની હત્યા કરી કરી છે. તેમણે વધુમાં કહ્યું હવે લોકો ભાજપને નગરપાલિકાઓની ચૂંટણીમાં જવાબ આપશે.
AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન?
તેમણે ચૂંટણી લડવાના મૂડમાં કહ્યું કે આમ આદમી પાર્ટી તમામ નગરપાલિકાઓમાં મજબૂતાઈથી ચૂંટણી લડશે. સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લડશે. કેજરીવાલનું નગરરાજનું સપનું લઈને આમ આદમી પાર્ટી આગળ વધશે. નગરરાજ અનુસાર જે સોસાયટી નક્કી કરે તે અનુસાર કોર્પોરેટર પોતાનું ફંડ વાપરશે. જો નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધન બનાવવાનો કોઈ પ્રસ્તાવ રજૂ કરશે તો આમ આદમી પાર્ટી તેના પર જરૂર વિચાર કરશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ: 3 ફેબ્રુઆરી 2025
- ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: 4 ફેબ્રુઆરી 2025
- મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025
- મતદાનનો સમય: સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
- મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025
આ પણ વાંચોઃ RAJASTHAN: સિરોહીમાં એક સાથે 15 વાંદરાઓના મોત, તપાસની માગ