RAJASTHAN: સિરોહીમાં એક સાથે 15 વાંદરાઓના મોત, તપાસની માગ

  • India
  • January 22, 2025
  • 1 Comments

રાજસ્થાનના સિરોહી જિલ્લાના નાગડી સ્થિત અમલારી ગામમાં એક સાથે 10 થી 15 વાંદરાઓના મોતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્થાનિક લોકોએ પહેલા એક કે બે વાંદરાઓ મૃત જોયા, ત્યારબાદ સામાજિક કાર્યકરોની મદદથી તપાસ કરતાં 15 વાંદરાઓ મૃત હાલતમાં મળતાં દફનાવી દેવામાં આવ્યા છે. જો કે વાંદરાઓના મોતથી સ્થાનિકોમાં ભયોનો માહોલ છે. દફનાવતી વખતે ગામલોકોનું ટોળું પણ સ્થળ પર એકઠું થઈ ગયું હતુ.

ગ્રામજનોએ આ અંગે પશુચિકિત્સા અને વન વિભાગની ટીમને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમલારી ગામમાં ખેતીની સિંચાઈ માટે કૂવા આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં વાંદરાઓ એકઠા થતાં હતા. વાંદરાઓના મોત મામલે ગ્રામ પંચાયતે કલંદરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસની માગ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે 70 વાંદરાઓનું જૂથ હતું. વાંદરાઓના મૃત્યુ પછી, જ્યારે લોકો સવારે નીકળ્યા ત્યારે વાંદરાઓ મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ ARVALLIમાં ભયંકર અકસ્માત, બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત, એક ગંભીર, જુઓ VIDEO

 ઝેરી પદાર્થ અપાયોનો આરોપ

અમલારી ગામમાં મળી આવેલા મૃત વાંદરાઓમાંથી કેટલાક બેભાન હતા અને મૃત્યુની આરે હતા. સ્થળ પર હાજર લોકોએ કહ્યું કે બેભાન વાંદરાઓના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું. તેમના મોંમાંથી નીકળતા ફીણ પરથી એવું લાગતું હતું કે કોઈએ વાંદરાઓને કોઈ ઝેરી પદાર્થ આપ્યો હોઈ શકે છે. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી,  ફરિયાદમાં જણાવ્યું છે કે કોઈએ વાંદરાઓને ઝેર આપીને મારી નાખ્યા છે.

શાળાએ પહોંચેલા બાળકોને પહેલા મૃત વાંદરાઓ જોયા

મૃત વાંદરાઓ વિશે સૌથી પહેલા શાળાના બાળકોને ખબર પડી હતી. જ્યારે બાળકો શાળાએ  જતા હતા ત્યારે તેઓએ એક વાંદરાને ઝાડ પરથી નીચે પડતો જોયો અને જ્યારે તેઓ નજીક ગયા ત્યારે તેમને ખબર પડી કે તે મરી ગયો હતો. આ પછી, જ્યારે બાળકોએ વધુમાં જોયું  ત્યારે કેટલાક વાંદરાઓ મૃત હાલતમાં હતા. આ પછી ગ્રામજનોએ તપાસ કરી હતી. ગામમાં લગભગ 60 થી 70 વાંદરાઓનું જૂથ ફરતું હતું, પરંતુ જ્યારે ગ્રામજનોએ મંગળવારે સવારે જોયું તો તેમને એક પણ વાંદરો દેખાયો ન હતો. હાલ વાંદરાઓના મોત મામલે તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ દેવાયત ખવડના ચાલુ ડાયરામાં સ્ટેજ તૂટ્યો, લોકોની ભીડ સ્ટેજ પર ચઢી જતાં બની ઘટના(VIDEO)

Related Posts

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
  • September 17, 2026

Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 3 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 3 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 3 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 7 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 10 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી