
Sonam Wangchuk: ખુદ ભાજપ સાંસદે સોનમ વાંગચુકને 1 કરોડના આપેલા એવોર્ડ બાદ પાર્ટી તેમનો ભારે વિરોધ કરી છે. વર્ષ 2023માં તેમને ભાજપ સાંસદ ગોવિંદ ધોળકિયાએ એવોર્ડ આપ્યો હતો. જો કે તેમનો હવે ભાજપ જ વિરોધ કરી રહી છે. તેમને જેલમાં નાખ્યા છે.
સોનમ વાંગચુક, જે લદાખના જાણીતા અભિયાનકર્તા અને વિદ્યાર્થીઓના શિક્ષક છે, તેઓ 2021થી લદાખ માટે રાજ્યની સ્થિતિ અને છઠ્ઠા અનુસૂચિ હેઠળ બંધારણીય સુરક્ષા મેળવવાની માંગ કરી રહ્યા છે. આ માંગો વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારનો વિરોધ તાજેતરમાં વધુ તીવ્ર બન્યો છે, કારણ કે 25 સપ્ટેમ્બર 2025ના રોજ લેહમાં આંદોલન હિંસક બન્યું, જેમાં 4 લોકોના મોત થયા અને ભાજપનું કાર્યાલયને સળગાવી દેવાયું. આગલા દિવસે,26 સપ્ટેમ્બરે વાંગચુકને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એનએસએ) હેઠળ ધરપકડ કરવામાં આવી. અને ત્યારબાદ તેમને રાજસ્થાનના જોધપુર સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
ભાજપના વાંગચૂક પર આરોપ
ભાજપ અને કેન્દ્ર સરકારનો દાવો છે કે વાંગચુકે તેમના સમાજોમાં નેપાળ અને બાંગ્લાદેશ જેવા હિંસક આંદોલનોના ઉલ્લેખ કરીને હિંસા ભડકાવી. ગૃહ મંત્રાલયે કહ્યું કે તેમના ભાષણોને કારણે યુવાનોમાં ગુસ્સો ફાટ્યો, જેના પરિણામે હિંસા થઈ. વધુમાં ભાજપ નેતાઓએ વાંચુક પર બાહ્ય શક્તિઓ (જેમ કે ચીન)ના પ્રભાવ હેઠળ આવવાનો આરોપ લગાવ્યો છે. ઉદાહરણ તરીકે, એક ભાજપ નેતાએ કહ્યું કે “આવા આંદોલનો પાછળ કોણ છે, વાંગચુકને બાહ્ય શક્તિઓએ પ્રભાવિત કર્યા છે કે નહીં તેની તપાસ થવી જોઈએ.”
લેહ-લદ્દાખના લોકોને શું છે ડર?
આ વિરોધના મુખ્ય કારણોમાં લદાખની સ્વાયત્તતા અને કેન્દ્રીય નિયંત્રણ વચ્ચેનો તણાવ છે. ભાજપ સરકાર 2019માં આર્ટિકલ 370 રદ કરીને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા. જેનાથી લદાખના લોકોને પોતાના અધિકારો ગુમાવવાનો ડર લાગ્યો છે. વાંગચુકને ધરપકડ કરવીને ઘણા વિરોધીઓ અને સમર્થકો લોકશાહી પર હુમલો માને છે, જેમાં ભાજપ આંદોલનને દબાવવા માટે કઠોર કાયદાઓનો ઉપયોગ કરી રહી છે.
ભાજપ સાંસદે જ આપ્યો હતો વાંગચૂકને એવોર્ડ
10 એપ્રિલ, 2023માં લદ્દાખની હોટેલ ઝેન ખાતે સોનમ વાંગચુકને પ્રતિષ્ઠિત સંતોકબા માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંતોકબા માનવતાવાદી પુરસ્કાર હેઠળ 1 કરોડ રૂપિયાનું રોકડ પુરસ્કાર સામેલ હતો. તે SRK અને SRKKF ના સ્થાપક અધ્યક્ષ અને ભાજપ રાજ્ય સભા સાંસદ ગોવિંદ ધોળકિયાના માતા સ્વ. સંતોકબા ધોળકિયાના માનમાં બનાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:
લેહની હિંસા માટે જવાબદાર ઠેરવી સામાજીક કાર્યકર સોનમ વાંગચુકની ધરપકડ઼








