
Blast in Bhavnagar: ભાવનગર જિલ્લાના સિહોર શહેરની GIDCમાં આવેલી એક મિલમાં આજે સવારે અચાનક બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા 3 શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારના લોકો ડરી ગયા છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ, એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે. ઈજાગ્રસ્તોમાં એક પરપ્રાંતિય મજૂર અને બે સ્થાનિકોનો સમાવેશ થાય છે. રાજુભાઇ વર્મા (રહે.યુપી), (2) સંજયભાઈ ચૌહાણ (રહે.સિહોર), (3) શિવમંગલમ (રહે.યુપી) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ બ્લાસ્ટ થતાં મિલને ભારે નુકસના થયું છે. જો કે બ્લાસ્ટ કયા કારણે થયો તે હજુ સુધી બહાર આવ્યું નથી. જેથી તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ US Deportation: મોદીની અમેરિકા મુલાકાત શું કામની? અમેરિકાએ ફરી તો ભારતીયોને સાંકળ બાંધી મોકલ્યા?
આ પણ વાંચોઃ US Deportation: બીજીવાર અમેરિકાથી 8 ગુજરાતી ડિપોર્ટ, અમૃતસરથી તમામ લોકો અમદાવાદ પહોંચ્યા
આ પણ વાંચોઃ Gujarat Local Election: મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર દારુ ઢીચીને આવ્યો, ચૂંટણી કામગીરીથી દૂર કરાયો