Gujarat Local Election: મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર દારુ ઢીચીને આવ્યો, ચૂંટણી કામગીરીથી દૂર કરાયો

  • Gujarat
  • February 16, 2025
  • 3 Comments
  • મહેમદાવાદમાંથી દારુડિયો ચૂંટણીની કામગીરી કરતો ઝડપાયો
  • દારુડિયો ઓફિસર શાળાનો મદદનીશ શિક્ષક
  • ખેડા પોલીસે હાથ ધરી કાર્યવાહી

Gujarat Local Election:  આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ખેડા જિલ્લામાં આજે 5 નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના 547 મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે.  ત્યારે અહીં એક સરકારી અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી છે. અધિકારી દારુનો નશો કરીને આવતાં ખળભળાટ મચી ગયો છે. દારુડિયા અધિકારીને કાઢી મૂકી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહેમદાવાદમાં એક ઓફિસરે દારુ પીધેલી હાલતમાં આવતાં હાકી કાઢ્યો

ખેડા જીલ્લાના મહેમદાવાદમાં મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિવાદ થયો છે. મતદાન કેન્દ્ર પર પ્રિસાઈડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે. વોર્ડ નંબર 5ના મતદાન મથક 3માંથી આ મામલો સામે આવ્યો છે.  વિરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં જોવા મળ્યો હોવાનો મિડિયા અહેવાલ છે.

પીધેલી હાલતમાં ઝડપાયો પ્રિસાઈડિંગ ઓફિસર વિરેન્દ્રસિંહ ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક છે. કલેક્ટરે પ્રિસાઈડિંગ ઓફિસરને દૂર કરી દીધો છે.
ખેડા જીલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે. મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ કુંભમેળો પ્રયાગરાજમાં અને નવી દિલ્હીમાં નાસભાગ, 18ના થયા મોત, વાંચો સમગ્ર ઘટના

આ પણ વાંચોઃ Gujarat Election: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન, 18 તારીખે થશે મતગણતરી

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

  • September 17, 2026
  • 2 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 3 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 5 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 11 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા