કુંભમેળો પ્રયાગરાજમાં અને નવી દિલ્હીમાં નાસભાગ, 18ના થયા મોત, વાંચો સમગ્ર ઘટના

  • India
  • February 16, 2025
  • 4 Comments

New Delhi Railway Station Stampede:  શનિવારે મોડી રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 13 અને 14 પર એકાએક ભાગદોડ મચી ગઈ હતી.    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાગદોડમાં 18 લોકોના મોત થયા છે. જ્યારે 25 થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઘણા ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ લોકો પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળામાં જવા નીકળ્યા હતા.

આ ઘટના પ્લેટફોર્મ નંબર  13/14 પર રાત્રે 9.30 વાગ્યે બની હતી, જ્યારે મુસાફરો પ્રયાગરાજ તરફ જતી બે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ ટ્રેનો આવી ન હતી, જેના કારણે પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

વારાણસી જતી શિવગંગા એક્સપ્રેસ પ્લેટફોર્મ પર ઉભી હોવાથી તેના મુસાફરો પણ પ્લેટફોર્મ પર પહોંચવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં ભીડ વધી ગઈ અને ભીડને કાબૂમાં રાખવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ધક્કા-મુક્કી શરૂ થઈ અને અચાનક નાસભાગ મચી ગઈ. જેના કારણે કેટલાક લોકો પ્લેટફોર્મ પર પડી ગયા અને ભીડમાં કચડાઈ ગયા.

આ ઘટના બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. રેલવેએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. જ્યારે LNJP હોસ્પિટલના મુખ્ય ઇમરજન્સી મેડિકલ ઓફિસરે 15 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આમાં 10 મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. જોકે, બાદમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ વધુ ત્રણ લોકોના મોત થયા.

રેલ્વે મંત્રીએ શું કહ્યું?

કેટલાક ઘાયલોને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં પણ લઈ જવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દિલ્હી પોલીસ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભીડને અચાનક ઓછી કરવા માટે ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું  કે બંને પ્લેટફોર્મ પર ભારે ભીડ હતી, જેના કારણે કેટલાક લોકો બેભાન થઈ ગયા હતી. આ પછી ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

યુપીના મુખ્યમંત્રીએ ભાગદોડથી થયેલા મોતથી દુઃખી છે. સીએમ યોગીએ કહ્યું – નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલા અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદનાઓ છે. હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને શાંતિ આપે, શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સજા થાય.

આ પણ વાંચોઃ Gujarat Election: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન, 18 તારીખે થશે મતગણતરી

આ પણ વાંચોઃ મહાકુંભમાં લાગી ભીષણ આગ, નોટો ભરેલાં 2 થેલાં સળગીને થયાં ખાખ (જુઓ Video)

  • Related Posts

    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ
    • September 17, 2026

    Balaghat Baiga Children Deaths: મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના બિરસા-બૈહર વિસ્તારમાં ખસરો-રુબેલા સહિતના ચેપથી બૈગા સમુદાયના બાળકોનાં મૃત્યુએ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. બોંદારી, કોંડેકસા,…

    Continue reading
    Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!
    • September 17, 2026

    Rising Violence in India: દેશમાં રોજિંદા જીવનમાં નાની-નાની બાબતોને લઈને લોકો વચ્ચે વધતા વિવાદ, ગાળાગાળી, રોડ રેજ અને મારામારી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. એક જાહેર ચર્ચામાં મયૂર જાનીએ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

    • September 17, 2026
    • 2 views
    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

    Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

    • September 17, 2026
    • 3 views
    Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 5 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 5 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 11 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા