બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: ટીમ ઈન્ડિયાનો ફ્લોપ શો; કાંગારૂઓ 2-1થી આગળ

  • Sports
  • December 30, 2024
  • 0 Comments

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ હતી. આજે (30 ડિસેમ્બર) આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી ઈનિંગમાં જેની સામે ટીમ ઈન્ડિયા 155 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. હવે સીરિઝની એક જ ટેસ્ટ બાકી છે. આ સાથે એવું લાગુ છે કે ટીમ ઈન્ડિયાનું હવે ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય થઈ ગયું છે.

લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાને બેક ટુ બેક 3 વિકેટ ગુમાવી દેતાં મુશ્કેલીમાં મુકાઈ હતી. જોકે યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે બાજી સંભાળી લેતાં ટીમ ઈન્ડિયાનો રકાસ અટકાવ્યો. ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો પંતના સ્વરૂપમાં લાગ્યો. ઋષભ પંત હેડની બોલિંગમાં મિચેલ માર્શને કેચ આપી બેઠો હતો. તે 30 રન કરીને આઉટ થઈ ગયો હતો. તેના પછી રવીન્દ્ર જાડેજા મેદાને આવ્યો હતો. જે બોલાન્ડની બોલિંગમાં 2 રન કરીને જ કેચ આપી બેઠો હતો. જ્યારે તેના પછી પહેલી ઈનિંગનો સ્ટાર નીતિશ રેડ્ડી મેદાને આવ્યો હતો જે લિયોનની બોલિંગમાં 1 રન કરીને આઉટ થઈ ગયો હતો. જેના પછી ટીમ ઈન્ડિયાની આખરી ઉમ્મીદ સમાન જયસ્વાલ પણ 84 રને આઉટ થઈ જતાં સદી ચૂકી ગયો હતો.

ત્યારબાદ આકાશ દીપ પણ બોલાંડની બોલિંગ વખતે હેડને કેચ આપી બેઠો હતો. જેના લીધે ટીમ ઇન્ડિયાને આઠમો ઝટકો લાગ્યો હતો. ત્યારપછી બેક ટુ બેક બુમરાહ પણ બોલાંડની બોલિંગમાં સ્મિથને સ્લિપમાં કેચ આપી બેઠો. જેના લીધે ટીમ ઈન્ડિયાને નવમો ઝટકો લાગ્યો. ત્યારબાદ સિરાજ પણ લિયોનનો શિકાર થતાં ટીમ ઈન્ડિયા 155 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 234 રન પર સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ તેના પ્રથમ દાવમાં 369 રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ 114 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 474 રનમાં સમેટાઈ ગઈ હતી. એટલે કે પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને 105 રનની લીડ મળી હતી.

લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત ખરાબ રહી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે નવા બોલ પર મોટા શોટ મારવાનો પ્રયાસ કર્યો ન હતો. પરિણામે ભારતે 16 ઓવરમાં માત્ર 25 રન બનાવ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે રોહિત જ્યારે મોટી ઇનિંગ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ હતી. રોહિત (9)ને પેટ કમિન્સે મિશેલ માર્શના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ચાર બોલ બાદ કમિન્સે કેએલ રાહુલને પણ પ્રથમ સ્લિપમાં ઉસ્માન ખ્વાજા દ્વારા કેચ આઉટ કરાવ્યો. રાહુલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ વિરાટ કોહલી પણ 5 રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર ખ્વાજાના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીની જૂની નબળાઈએ આ ઈનિંગમાં પણ તેનો પીછો છોડ્યો નહીં અને તે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થઈ ગયો.

Related Posts

IND vs PAK: ભારત સામે પાકિસ્તાન હારી જતા કેટલાક ‘પાક’ ચાહકોએ પોતાના ટીવી તોડી નાખ્યા!
  • February 16, 2026

IND vs PAK: T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું. ઈશાન કિશનની અડધી સદીની મદદથી ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 175 રન બનાવ્યા. ભારત તરફથી ઈશાન કિશનની…

Continue reading
T20 World Cup 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહા મુકાબલો!ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સુકતા
  • February 15, 2026

T20 World Cup 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2026નો મુકાબલો આજે 15 ફેબ્રુઆરી, 2026ના રોજ શ્રીલંકાના કોલંબોમાં થવા જઈ રહ્યો છે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ

  • March 4, 2026
  • 2 views
Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ

Modi: દોસ્ત ઈરાનના સુપ્રીમો ખામેનેઈના મોત અંગે મોદીના ભેદી મૌન સામે ઉઠ્યા સવાલ,જાણો પૂર્વ મંત્રી યશવંત સિન્હાએ શુ કહ્યુ!

  • March 4, 2026
  • 4 views
Modi: દોસ્ત ઈરાનના સુપ્રીમો ખામેનેઈના મોત અંગે મોદીના ભેદી મૌન સામે ઉઠ્યા સવાલ,જાણો પૂર્વ મંત્રી યશવંત સિન્હાએ શુ કહ્યુ!

BJP: ભિલિસ્તાન મુદે લડત ચલાવનાર પ્રફુલ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા! નાયબ CM હર્ષ સંઘવીનો માસ્ટર સ્ટ્રોક કે બીજું કંઈ? જુઓ વિશ્લેષણ

  • March 4, 2026
  • 5 views
BJP: ભિલિસ્તાન મુદે લડત ચલાવનાર પ્રફુલ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા! નાયબ CM હર્ષ સંઘવીનો માસ્ટર સ્ટ્રોક કે બીજું કંઈ? જુઓ વિશ્લેષણ

Donald Trump: ઈરાનનો 650 જેટલા અમેરિકન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો! ઈરાન ડુબશે પણ અમેરિકાને સાથે લઈ ડુબશે!

  • March 4, 2026
  • 5 views
Donald Trump: ઈરાનનો 650 જેટલા અમેરિકન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો! ઈરાન ડુબશે પણ અમેરિકાને સાથે લઈ ડુબશે!

Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?

  • March 4, 2026
  • 8 views
Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?

Stock Market Crash 2026: મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો

  • March 4, 2026
  • 7 views
Stock Market Crash 2026:  મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો