શું બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પછી રોહિત નિવૃત્તિ લઈ રહ્યો છે? જાણો શું કહી રહ્યાં છે રિપોર્ટ

  • Sports
  • December 30, 2024
  • 0 Comments

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લઇ લીધો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 (WTC)ની ફાઇનલમાં પહોંચશે નહીં તો તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સિડની ખાતે રમાનારી છેલ્લી અને પાંચમી ટેસ્ટ પછી તે ક્રિકેટને અલવિદા કહી શકે છે. હકીકતમાં રોહિત શર્મા છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં પોતાના ખરાબ પ્રદર્શનને કારણે સંઘર્ષ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝમાં તેણે 3 મેચમાં માત્ર 31 રન જ બનાવ્યા છે.

શું રોહિત ક્રિકેટને અલવિદા કરી દેશે?
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વરિષ્ઠ અધિકારીઓ અને પસંદગીકારો વચ્ચે ટીમમાં રોહિતના સ્થાનને લઈને ચર્ચા ચાલી રહી છે. જો ભારત WTC ફાઇનલમાં પહોંચી જશે તો કેપ્ટન રોહિત શર્મા પસંદગીકારોને પોતાને આગળ રમવા દેવા માટે મનાવવાનો પ્રયાસ કરશે. જો કે, અટકળો લગાવાઈ રહી છે કે આવું થવાની શક્યતાઓ ઓછી છે. તેથી સિડનીમાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચ તેની છેલ્લી મેચ હોઈ શકે છે.

ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન રોહિત શર્મા સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે. ઘરઆંગણે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની સીરિઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. આ સીરિઝની 3 મેચમાં રોહિતે માત્ર 91 રન જ બનાવ્યા હતા. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારતે રોહિત શર્માની કેપ્ટન્શીપમાં ત્રણ મેચ રમી હતી જેમાં ભારતે 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 3 મેચની 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા હતા. જેમાં તેણે અનુક્રમે 3, 6, 10, 3 અને 9 રન બનાવ્યા હતા.

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

  • June 18, 2026
  • 3 views
Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

  • June 18, 2026
  • 4 views
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

  • June 18, 2026
  • 10 views
Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 6 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 6 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 7 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ