બજેટ 2025: ગરીબો સીતારામ સીતારામ ભજે!

પ્રો. હેમંતકુમાર શાહ; બજેટ દિન, ૨૦૨૫- બજેટ 2025: ગરીબો સીતારામ સીતારામ ભજે!

(૧) કુલ બજેટ ₹ ૫૦.૬૫ લાખ કરોડનું. આવતે વર્ષે જીડીપી થશે ₹ ૩૩૦ લાખ કરોડ. એટલે કે બજેટ કહેવાય જીડીપીના માત્ર ૧૫.૩૮ ટકા. આનો અર્થ એ કે સરકારનું કદ બહુ જ ઓછું. લોકોને બજારના ભરોસે છોડી દેવાનો વધુ કે પ્રયાસ. દેશ વધુ મૂડીવાદી બનશે.

(૨) શિક્ષણ મંત્રાલયનું ખર્ચ ₹ ૧.૨૯ લાખ કરોડ અને એકંદર શિક્ષણ ખર્ચ ₹ ૨.૧૨ લાખ કરોડ. એ જીડીપીના થાય ૦.૬૪ ટકા. એમાં તમામ પ્રકારના ખર્ચનો સમાવેશ થઈ જાય.શિક્ષણ નીતિ એમ કહે છે કે કેન્દ્ર સરકારે બે ટકા ખર્ચ કરવાનું હોય કારણ કે રાજ્યો ચાર ટકા ખર્ચ કરે જ છે. ખાનગીકરણ વધશે એ નક્કી છે.

(૩) મનરેગા કાયદો કહે છે ૧૦૦ દિવસની રોજગારી મળે. હાલ મળે છે ૫૪ દિવસ. ખર્ચ ચાલુ વર્ષ જેટલું જ ₹ ૮૬૦૦૦ કરોડ અંદાજવામાં આવ્યું. ગામડાંની બેકારી દૂર નહિ થાય. શહેરોની બેકારી એમ જ રહેશે.

(૪) આરોગ્ય માટેનું ખર્ચ પણ ₹ ૮૯૦૦૦ કરોડ પર સ્થિર. એમાં પણ ખાનગીકરણ વધશે. નીતિ કહે છે કે બજેટના આઠ ટકા ખર્ચ કરવાનું. થાય છે બજેટના માત્ર ૧.૭૬ ટકા. ગરીબોએ બીમાર જ નહિ પડવાનું, સમજ્યા?

(૫) અન્ન સબસિડીમાં સહેજ પણ વધારો નહિ. સસ્તું અનાજ જેટલાને મળે છે એટલાને જ મળશે. વસ્તી દોઢ કરોડ વધશે આવતા વર્ષે, પણ એ બધી ધનવાનો જ વધારવાના છે, ગરીબો નહિ. અન્ન સબસિડીનો ખર્ચ ₹ ૨.૦૩ લાખ કરોડ થશે કે જે ચાલુ વર્ષના બજેટ અંદાજ કરતાં ₹ બે હજાર કરોડ ઓછો અને સુધારેલા અંદાજ કરતાં માત્ર છ હજાર કરોડ ₹ વધારે!

(૬) ગ્રામ વિકાસ માટે ચાલુ વર્ષના બજેટમાં અંદાજ હતો ₹ ૨.૬૬ લાખ કરોડનો અને ખર્ચો થયો માત્ર ₹ ૧.૯૧ લાખ કરોડ. આમ, ₹ ૭૫૦૦૦ કરોડ ઓછા! હવે આવતે વર્ષે અંદાજનો આંકડો ફરી એનો એ જ! સ્પષ્ટ છે કે ગામડાંનો વિકાસ નથી કરવો કે જ્યાં વિશ્વગુરુ દેશની ૭૦ ટકા વસ્તી હજુ પણ વસે છે!

આ પણ વાંચો- Surat news: વરાછામાં પરણ્યા વગર ચાલતી પકડતાં પોલીસે જાનૈયાઓને પાછા બોલાવ્યા, પોલીસ મથકમાં જ લગ્ન કરી વિદાય આપી

(૭) શહેરી વિકાસ માટે પણ અંદાજ હતો ચાલુ વર્ષે ₹ ૮૩૦૦૦ કરોડનો અને ખર્ચ થયો ₹ ૬૪૦૦૦ કરોડનો! હવે અંદાજ આવતા વર્ષ માટે છે ₹ ૯૭૦૦૦ કરોડનો. જોરદાર વધારો. નરેન્દ્ર મોદીને શહેરો બહુ ગમે છે, વડનગર કરતાં મોટાં શહેરો!

(૮) MSME માટે નિર્મલા સીતારામન બહુ બોલ્યાં બજેટ પ્રવચનમાં. ચાલુ વર્ષે તેમને માટે ₹ ૨૨૦૦૦ કરોડનો ખર્ચ અંદાજ્યો હતો, થયો ₹ ૧૭૦૦૦ કરોડનો. આવતા વર્ષ માટેનો અંદાજ ₹ ૨૩૦૦૦ કરોડનો! દેશમાં ચાર કરોડ MSME છે. એમાં ૩.૯ કરોડ તો સાવ જ નાનાં. હવે સીધી કેટલી સહાય તેમને મળશે એનો અંદાજ તમે જ માંડી લો.

(૯) સામાજિક કલ્યાણ માટેનો ખર્ચ ચાલુ વર્ષે થયો ₹ ૪૬૦૦૦ કરોડ અને હવે આવતા વર્ષે થશે ₹ ૬૦૦૦૦ કરોડ. જે ગરીબોને જેટલી સહાય મળતી હતી તેટલી જ મળશે. કોઈ વધારો નહિ થાય. ફુગાવાની ચિંતા ના કરો.

(૧૦) કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂતોને મળતી લોનની રકમ ₹ ત્રણ લાખથી વધારીને ₹ પાંચ લાખ કરાઈ. તેનો લાભ ૭.૭ કરોડ ખેડૂતોને મળશે. પણ દેશમાં ખેડૂતો ૧૫ કરોડ છે!

(૧૧) ધનધાન્ય યોજના હેઠળ ૧.૭ કરોડ ખેડૂતોને સહાય અપાશે. પરંતુ એ તો દેશના માત્ર આઠ ટકા જ છે! અને ૮૨ ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે કે જેમની પાસે બે હેક્ટર કરતાં ઓછી જમીન છે.

(૧૨) એક કરોડ ગિગ વર્કર્સને આરોગ્યનો લાભ મળશે જો તેઓ ઇશ્રમ પોર્ટલમાં નોંધાશે. સવાલ એ પણ છે કે તેઓ કે તેમના પરિવારમાં કોઈ બીમાર ન પડે તો તેમની આવક કેવી રીતે વધે?

(૧૩) ભારતીય ભાષાઓનાં પુસ્તકો માટે વધુ ખર્ચ કરવામાં આવશે એ એક ઘણી સારી બાબત છે.

(૧૪) મેડિકલ કોલેજોમાં આવતે વર્ષે ૧૦૦૦૦ બેઠકો વધશે. આ એક સારી વાત છે. પણ આયુર્વેદિક કોલેજોનું શું? વળી, સવાલ એ પણ છે કે એ ખાનગી કોલેજોમાં વધશે કે સરકારી કોલેજોમાં? અને ફી કેટલી હશે એની તો કોઈ વાત જ નથી.

આ પણ વાંચો- શું અરવિંદ કેજરીવાલે ખરેખર દિલ્હીમાં શિક્ષણનું ચિત્ર બદલી નાખ્યું છે?

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 9 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 4 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 9 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 13 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 27 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 11 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત