ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Chaitar Vasava on BJP: ગુજરાતમાં હાલ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ચાલ રહ્યું છે. ત્યારે આ બુલડોઝર કાર્યવાહી ભાજપ સાથે જોડાયેલા લોકો સામે નથી થઈ રહી . જેને લઈને સરકાર સામે સવાલો થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં પણ સ્થાનિક આદિવાસી અસરગ્રસ્તોની દુકાનો અને ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું આ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સામે આકરા સવાલો ઉઠાવ્યા છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

આદિવાસીઓના ઘર પર બુલડોઝર ફેરવાતા ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો વિરોધ 

આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે, કેવડિયા ખાતે નાની નાની દુકાનો ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર ભાજપ સરકારે ઉદ્યોગપતિઓના ઈશારે બુલડોઝર ફેરવ્યું છે. સરકારની કાર્યવાહીનો ચૈતર વસાવાએ શખ્ત વિરોધ કર્યો હતો.

ધારાસભ્ય ચૈતર વસાવાના સરકારને સવાલ

આ સાથે તેમણે સરકાર સામે સવાલ ઉઠાવતા કહ્યું હતુ કે, જો ગરીબોમા સામે આવા પગલા લેવામા આવે છે તો ભાજપના જ મંત્રી ભીખુસિંહ પરમાર અને બચુ ખાબડના પુત્રો દ્વારા જે મનરેગા અને BZ કૌભાંડ કરવામા આવ્યુ્ છે તેમની સામે ક્યારે પગલા લેવામાં આવશે?

વધુમાં ચૈતર વસાવાએ સરકારને તે પણ યાદ કરાવ્યું હતુ કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે દેશના વડાપ્રધાને ફાંકા ફોજદારી કરતા અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળશે. પરંતુ હજુ સુધી સ્થાનિક લોકોને રોજગારી મળી નહીં.

ચૈતર વસાવાએ ઉચ્ચારી ચીમકી  

વધુમા તેમણે એમ પણ જણાવ્યું હતુ કે, અમે વિકાસના વિરોધમાં નથી પરંતુ આદિવાસીઓના ભોગે જે વિકાસ કરવામાં આવી રહ્યોછે તેમજ આદિવાસીઓની સંસ્કૃતિને છીન્નભિન્ન કરવામાં આવી રહી છે તેને સહન કરવામાં આવશે નહીં. તેમણે આક્ષેપ લગાવ્યો હતૌો કે, વિવિધ વિકાસ કામોના નામે આદિવાસી સમાજના લોકોની જમીન છીનવી લેવામા આવી રહી છે. તેમજ લીગ્નાઈટ પ્રોજેક્ટ, JETCO, GIDC, હાઈડ્રો પ્રોજેક્ટ, યુરેનિયમ પ્રોજેક્ટ કે નેશનલ હાઇવે 56 હોય સરકારને તેમણે જમીન નહીં આપવા જણાવ્યું હતું.

આ સાથે તેમણે ચેમકી ઉચ્ચારી છે કે, આવનારા સમયમાં સરકારની આદિવાસી વિરોધી માનસિકતા સામે લડવા માટે સડકથી લઈને સદન સુધી લડીશું . આ માટે આગળ આવવા માટે તેમણે આદિવાસી સમાજના લોકોને હુંકાર કર્યો છે.

 

આ પણ વાંચોઃ

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
    • October 29, 2025

    Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

    Continue reading
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
    • October 29, 2025

    Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 2 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 13 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 14 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 18 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    • October 29, 2025
    • 17 views
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    • October 29, 2025
    • 13 views
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં