સટ્ટાકિંગ અમિત મજેઠિયા સહિત 7 લોકો સામે 1200 કરોડ રૂપિયાની હેરાફેરીનો નોંધાયો કેસ

  • Gujarat
  • February 12, 2025
  • 0 Comments
  • સટ્ટાકિંગ અમિત મજેઠિયા સહિત 7 લોકો સામે 1200 કરોડ રૂપિયાની હેરાફેરીનો નોંધાયો કેસ

CID ક્રાઈમે સટ્ટા કિંગ અમિત મજેઠિયા આણી મંડળી દ્વારા કરવામાં આવેલા 1200 કરોડ રૂપિયાની હેરાફેરીને લઈને મોટો ખુલાસો કર્યો છે. આ સાથે જ અમિત મજેઠિયા સહિત સાત આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સીઆઈડીને પોતાની તપાસમાં ખુલાસો કર્યો છે કે, તેઓ લોન આપવાનું કહીને જરૂરિયાતવાળો લોકો પાસેથી ડોક્યુમેન્ટ લઈને તેમના નામનું ખાતું ખોલવતા હતો. તે ઉપરાંત સરકારી સહાયના નામે ગ્રામીણ લોકો પાસે ખાતું ઓપન કરાવતા હતા. આ ખાતું ખોલવતી વખતે કહેવામાં આવતું હતુ કે, તમારા ખાતામાં સરકારી સહાયના પૈસા આવશે.

જે તે વ્યક્તિના નામનું બેંક એકાઉન્ટ ખોલાવી આરોપીઓ તેને અમુક રકમ આપ્યા બાદ તેની જાણ બહાર આ બેંક એકાઉન્ટ પર કંપનીનું લાઈસન્સ જેમાં ટ્રેડિંગ કંપની, એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કંપની વગેરેના લાઈસન્સ મેળવી બોગસ કંપનીઓ બનાવતા હતા. આ કેસમાં પોલીસે મજેઠિયાના સાગરીત ભાવેશ ભૂરાભાઈ જોષીની કોલકાતાથી ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ પણ વાંચો-ગયા વર્ષે દેશના આ રાજ્યમાં સૌથી વધુ લોકોને ફટકારાઇ મૃત્યુદંડની સજા; 564 કેદીઓ ફાંસીની રાહે

આ કેસમાં ફરાર ભાવેશ ભૂરા જોષીની પોલીસે કોલકાતાથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં સરકારી વકીલ મનિષા સેન્ડરે એવી દલીલ કરી હતી કે, આરોપીએ ગરીબ ખેડૂતો અને લોકોના આઈકાર્ડ તેમજ ડોક્યુમેન્ટ મેળવી બેંકોમા ખાતા ખોલાવ્યા હતા પછી તેના આધારે ઓનલાઈન સટ્ટા બેટિંગ એપ સાથે તે ખાતા જોડી કરોડોનું ટ્રાન્ઝેક્શન કર્યુ છે તે અંગે શું મોડેસ ઓપરેન્ડી હતી અને કેવી રીતે તેઓ કામ કરતા હતા ? ઝડપાયેલ આરોપી સિવાય ઓનલાઈન સટ્ટા બેટિંગમાં કોણ કોણ સંડોવાયેલ છે ? આરોપીઓ હવાલા રેકેડ કેવી રીતે ચલાવતા હતા ? આ તમામ મુદ્દાઓને લઈને દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.

સરકારી વકીલે વધુમાં કોર્ટને જણાવ્યું હતુ કે, ઝડપાયેલ આરોપી તેના પાસપોર્ટ અને બેંક એકાઉન્ટ વિશે માહિતી જણાવતો નથી, આરોપીને બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે કોને મદદ કરી હતી, આરોપી તપાસમાં સહકાર આપતો નથી અને સમય પસાર કરી રહ્યો છે ત્યારે તપાસ માટે 10 દિવસના રિમાન્ડની જરૂર છે. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

આ પણ વાંચો-રણવીર અલ્લાહબાદિયાની જીભ કાપનારને મળશે 5 લાખ રૂપિયાનું ઈનામ; જાણો કોને કરી જાહેરાત

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 4 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

  • March 22, 2026
  • 4 views
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 22, 2026
  • 10 views
PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

  • March 22, 2026
  • 10 views
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

  • March 22, 2026
  • 8 views
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

  • March 22, 2026
  • 6 views
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!