
- આઝાદ ભારતના ઈતિહાસમાં વસ્તી ગણતરીમાં આટલો વિલંબ ક્યારેય થયો નથી: સોનિયા ગાંધી
સંસદમાં બજેટ સત્રના સાતમા દિવસે સોમવાર (10 ફેબ્રુઆરી)એ રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ સરકાર પર નિશાન સાંધ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે, દેશમાં હજું પણ 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદાના દાયરાથી બહાર છે. આ એક ગંભીર સમસ્યા છે. આને તરત જ ઉકેલવાની જરૂરત છે.
સોનિયા ગાંધીએ સરકાર સામે માંગ રાખી છે કે ઝડપીમાં ઝડપી વસ્તી ગણતરી કરાવવામાં આવે, જેથી વાસ્તવિક જરૂરતમંદોને આ યોજનાનો લાભ મળી શકે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ સોમવારે રાજ્યસભામાં કેન્દ્ર સરકારને વસ્તી ગણતરીને લઈને પ્રશ્ન કર્યો હતો. તેમણે કહ્યું કે, વસ્તી ગણતરીમાં ચાર વર્ષથી વધારે વિલંબ થઈ ગયો છે.
તેમણે કહ્યું, “રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ સપ્ટેમ્બર 2013માં યૂપીએ સરકાર લાવી હતી. તેનો હેતુ દેશની 140 કરોડ જનતા માટે ખાદ્ય અને પોષણને સુનિશ્ચિત કરવાનું હતું. આ યોજનાએ લાખો લોકોને ભૂખમરાથી બચાવ્યા છે. ખાસ કરીને કોવિડ-19 સંકટ દરમિયાન”
સોનિયા ગાંધીએ કહ્યુ, “એનએફએસએ હેઠળ 75 ટકા ગ્રામીણ વસ્તી અને 50 ટકા શહેરી વસ્તી સબસિડી હેઠળ અનાજ પ્રાપ્ત કરવાના હકદાર છે. જોકે, લાભાર્થિઓની સંખ્યા અત્યારે પણ 2011ની વસ્તી ગણતરીના આંકડાઓના આધારે નક્કી કરે છે, જે અત્યારે એક દશકથી વધારે જૂની થઈ ચૂકી છે.”
તેમણે કહ્યું, આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત છે, જ્યારે વસ્તી ગણતરીમાં ચાર વર્ષથી વધારે સમય સુધીનો વિલંબ થઈ ચૂક્યો છે. આને વર્ષ 2021માં કરવામાં આવતી જોઈતી હતી. પરંતુ હજું પણ વસ્તી ગણતરીને લઈને કોઈ જ બાબત સ્પષ્ટ નથી કે ક્યારે થશે?
આ પણ વાંચો- હૈદરાબાદ: 460 કરોડ રૂપિયાના વેલ્જન ગ્રુપના ચેરમેનની પૌત્રએ ચાકુના 73 ઘા મારીને કરી હત્યા