Chhaava: ચેમ્પિયન્સ ટ્રોફીના ક્રેઝ વચ્ચે ‘છાવા’ની બોક્સ ઓફિસ પર ધૂમ, 700 કરોડનો આંકડો પાર કરશે?

Chhaava Movie Collection: ચે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતીને ભારતનો વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. કરોડો લોકોએ આ વિજયની ઉજવણી કરી છે.  આ વચ્ચે બોલિવૂડ ફિલ્મ ‘છાવા’ પણ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીના ક્રેઝ વચ્ચે પણ તેણે દર્શકો અને કમાણીની ગતિને જાળવી રાખી છે. ભારતમાં છાવા ફિલ્મે 500 કરોડની કમાણી કરી લીધી છે અને તે લગભગ 700 કરોડના આંકડાને ટચ કરવા જઈ રહી છે.

‘છાવા’ બોક્સ ઓફિસ કલેક્શન 24મા દિવસે

મીડિયા ટ્રેકર સકનિલ્કના પ્રમાણે વિક્કી કૌશલ અભિનીત ફિલ્મ ‘છાવા’ એ ભારતમાં 24મા દિવસે 11.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે પાછલા દિવસ કરતા ઓછી હતી પરંતુ સરેરાશ કમાણીની દ્રષ્ટિએ આ આંકડો સારો છે. 24મા દિવસની કમાણી મળી  ‘છાવા’ એ ભારતમાં 520.55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ રિલિઝ થયાને એક મહિનો પૂર્ણ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. પરંતુ ‘છાવા’ ની કમાણીની ગતિએ સતત રફ્તાર પકડી છે. અને આ ફિલ્મ ઘણા વધુ રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે.

‘છાવા’ વર્લ્ડવાઇડ કલેક્શન કેટલું?

વિકી કૌશલ, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલની ફિલ્મ ‘છાવા’ વેલેન્ટાઇન ડે પર રિલીઝ થઈ હતી અને તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણી કમાણી કરી ચૂકી છે. સકનિલ્કના મતે, ફિલ્મે 23મા દિવસે વિશ્વભરમાં 691 કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શ કર્યો હતો. 24મા દિવસના આંકડા હજુ આવવાના બાકી છે પરંતુ અપેક્ષા મુજબ, તેનો આંકડો 700 કરોડ રૂપિયાને પાર કરશે.

ચેમ્પિયન્સ ટ્રોફીની ફિલ્મની કમાણી પર અસર

9 માર્ચે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં ભારત વિજેતા બન્યું હતું. આ મેચની ‘છાવા’ની કમાણી પર અસર થવાની શક્તાઓ હતી. જો કે તેની ખાસ અસર થઈ નથી. 23મા દિવસથી કમાણીમાં થોડો ઘટાડો થયો હતો પરંતુ એકંદરે ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે.

ક્ષય ખન્ના ઔરંગઝેબની ભૂમિકામાં

‘છાવા’માં વિક્કી કૌશલે છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે, જ્યારે રશ્મિકા મંડન્નાએ તેમની પત્ની યેસુબાઈ ભોંસલેની ભૂમિકા ભજવી છે અને અક્ષય ખન્નાએ ઔરંગઝેબની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત આશુતોષ રાણા, વિનીત કુમાર, દિવ્યા દત્તા, ડાયના પેન્ટી પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. હવે સિનેમાઘરોમાં આગામી મોટી રિલીઝ સલમાન ખાનની ‘સિકંદર’ હશે જે ઈદ પર સિનેમાઘરોમાં આવશે.

આ પણ વાંચોઃ Chhatrapati Shivaji Maharaj: આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ, 16 વર્ષની વયે કિલ્લો જીત્યો, શિવાજી પર સુરતને લૂંટનો આરોપ!
આ પણ વાંચોઃ Chhaava Movie MP: ‘છાવા’ મધ્યપ્રદેશમાં છવાઈ, CM મોહન યાદવે ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી

આ પણ વાંચોઃ MP Politics: ભાજપને ઘેરવા નીકળેલા કોંગ્રેસ નેતાઓનો સ્ટેજ તૂટ્યો, મહિલા સહિત 3 હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચોઃ UP Accident: હોળીની ઉજવણી કરે તે પહેલા જ 5 લોકોના મોત, વતને જતાં નડ્યો અકસ્માત

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

  • February 2, 2026
  • 3 views
Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

  • February 2, 2026
  • 11 views
Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 8 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 7 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 14 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 11 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ