Chhaava Movie MP: ‘છાવા’ મધ્યપ્રદેશમાં છવાઈ, CM મોહન યાદવે ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી

  • India
  • February 20, 2025
  • 2 Comments

Chhaava Movie MP:  મરાઠા શાસક સંભાજી મહારાજ પર આધારિત ફિલ્મ ‘છાવા’ ફિલ્મ રિલીઝ થયા પછી ધમાકેદાર કમાણી કરી છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી ઝડપી 100કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. બુધવારે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર પણ આ ફિલ્મે સારી કમાણી કરી છે. આ ફિલ્મ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગઈ છે. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ફિલ્મને રાજ્યભરમાં કરમુક્ત કરી છે.

ફિલ્મની પ્રશંસા કરતા મુખ્યમંત્રી મોહન યાદવે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે, હું તેમના પુત્ર સંભાજી મહારાજ પર આધારિત હિન્દી ફિલ્મ ‘છાવા’ પર કરમુક્તિની જાહેરાત કરું છું.” અગાઉ, મોહન યાદવે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને શિવાજીની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું, “હિંદવી સ્વરાજ્યના સ્થાપક, વીર શિરોમણી અને રાષ્ટ્રીય નેતા છત્રપતિ શિવાજી મહારાજજીની જન્મજયંતિ પર હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. માતૃભૂમિના સન્માન અને સ્વતંત્રતા માટે શિવાજી મહારાજજીની વફાદારી, સમર્પણ અને બલિદાન આપણને અનંતકાળ સુધી પ્રેરણા આપતા રહેશે.”

સંભાજીના રોલમાં વિક્કી કૌશલ

લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત ‘છાવા’ મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજ અને તેમની પત્ની મહારાણી યેસુબાઈ પર આધારિત છે. વિક્કી કૌશલે છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજીનું પાત્ર ભજવ્યું છે. જ્યારે, અભિનેતા અક્ષય ખન્ના મુઘલ સમ્રાટ ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ, તેના ભવ્ય સેટ, વીરતાની વાર્તા અને શાનદાર કલાકારો સાથે, વિવાદોમાં પણ ઘેરાયેલી હતી. ફિલ્મના એ દ્રશ્ય સામે ઘણો વિરોધ થયો હતો જેમાં સંભાજી મહારાજની ભૂમિકા ભજવી રહેલા વિક્કી કૌશલ, મહારાણી યેસુબાઈની ભૂમિકા ભજવતી રશ્મિકા મંડન્ના સાથે રાજ્યાભિષેક પછી નાચતા જોવા મળ્યા હતા.

વિકી કૌશલના કરિયરની સૌથી મોટી ઓપનિંગ

રશ્મિકા મંદન્ના-વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘છાવા’ 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની આખી ટીમ રિલીઝ પહેલા પ્રમોશનમાં વ્યસ્ત હતી. ઘૃષ્ણેશ્વર મંદિરમાં મહાદેવના દર્શનથી શરૂઆત કર્યા પછી, ‘છાવા’ની ટીમ કોલકાતા, પટના, સંભાજીનગર અને અમૃતસર જેવા દેશના મોટા શહેરોમાં ગઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ વિકી કૌશલના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ રહી છે. બીજા દિવસે, ફિલ્મને સપ્તાહના અંતે ફાયદો મળ્યો અને ત્રીજા દિવસે જ ફિલ્મ 100 કરોડ ક્લબમાં જોડાઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ Delhi New CM: બે વખત વિધાનસભા ચૂંટણી હારી જનાર રેખા ગુપ્તા આખરે દિલ્હીના CM પદના લેશે શપથ

આ પણ વાંચોઃ  Anand: શાળામાં કોપી કેસ થતાં પરિક્ષા કેન્દ્ર બંધ કરી દીધુ?, વાંચો વધુ

Chhatrapati Shivaji Maharaj: આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ, પુત્ર સંભાજીનું કેવી રીતે થયું હતુ મોત?

Chhatrapati Shivaji Maharaj: આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ, 16 વર્ષની વયે કિલ્લો જીત્યો, શિવાજી પર સુરતને લૂંટનો આરોપ!

Related Posts

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’
  • September 18, 2026

Surendranath College Mohammadi Tarannum: કોલકાતાની સુરેન્દ્રનાથ કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ અને શિક્ષક-પ્રભારી મોહમ્મદી તરન્નુમને લઈને વિવાદ ઊભો થયો છે. છેલ્લા 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત તરન્નુમ સપ્ટેમ્બર 2007થી કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ…

Continue reading
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?
  • September 18, 2026

UPI MDR Charges: દેશમાં ડિજિટલ પેમેન્ટનો સૌથી મોટો માધ્યમ બની ચૂકેલા UPIને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. કેન્દ્ર સરકારના નવા ફ્રેમવર્ક મુજબ ₹2,000થી વધુના નિર્ધારિત Person-to-Merchant (P2M) વ્યવહારો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 1 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 2 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 7 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 11 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ