CJI Gavai News:’બુલડોઝર ન્યાય’ કાયદાના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ:CJI ગવઇનું નિવેદન

  • India
  • November 22, 2025
  • 0 Comments

CJI Gavai News:સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) બી.આર. ગવઈ તા.23 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.

21 નવેમ્બર એ જસ્ટિસ ગવઈનો CJI તરીકેનો છેલ્લો કાર્યકારી દિવસ રહ્યો અને તે પહેલા,સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા વિદાય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા, CJI એ કહ્યું કે જ્યારે તેઓ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે, ત્યારે તેઓ ખરેખર એક ધર્મનિરપેક્ષ વ્યક્તિ છે જે બધા ધર્મોમાં માને છે.

વિદાય સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ એક નવી પરંપરા સ્થાપિત કરતા પોતાના દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ પર જાહેરમાં ટિપ્પણી કરી હતી.રવિવારે નિવૃત્ત થઈ રહેલા CJI ગવઈએ કહ્યું કે કારણ કે હવે તેમની પાસે કોઈ ન્યાયિક કાર્ય બચ્યું નથી, તેથી તેઓ પોતાના નિર્ણયો પર ખુલીને વાત કરી શકે છે.

આ તકે CJI ગવઈએ ‘બુલડોઝર ન્યાય’ વિરુદ્ધ આપેલા ચુકાદાને તેમની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો હતો અને ઉમેર્યુ કે “‘બુલડોઝર ન્યાય’ એ કાયદાના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે.

કોઈ વ્યક્તિ પર અપરાધનો આરોપ લાગવાને કારણે તેનું ઘર કેવી રીતે તોડી શકાય છે? જે આરોપી છે તેના પરિવાર અને માતા-પિતાનો શું દોષ છે? તેના નિર્દોષ પરિવારના આશ્રયનો અધિકારએ એક મૌલિક અધિકાર છે.” તેમણે ઉમેર્યું કે આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાર્યપાલિકા (સરકાર) એક સાથે જજ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા ભજવી શકે નહીં.

■આ સિવાય CJI ગવઈએ આપેલો અનામત પરનો ચુકાદો પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

CJI ગવઈએ આપેલો એક બીજો સૌથી મહત્વપૂર્ણ ચુકાદો પણ મહત્વનો માનવામાં આવે છે તેઓએ SCs (અનુસૂચિત જાતિ) અને STs (અનુસૂચિત જનજાતિ) માટે નોકરીમાં અનામતનો લાભ આપવા માટે ઉપ-વર્ગીકરણને મંજૂરી આપવાનો ગણાવ્યો હતો.તેમણે કહ્યું, “એ કલ્પના કરવી મુશ્કેલ છે કે એક મુખ્ય સચિવના બાળકોની સરખામણી એક ખેતમજૂરના બાળકો સાથે કેવી રીતે થઈ શકે, જેની પાસે શિક્ષણ કે સંસાધનો સુધી કોઈ પહોંચ નથી.” તેમણે બાબાસાહેબ આંબેડકરને ટાંકીને કહ્યું કે સમાનતાનો અર્થ બધા સાથે સમાન વ્યવહાર કરવો એ નથી, કારણ કે તેનાથી વધુ અસમાનતા પેદા થશે.

કારણકે આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ તેમાં કોઈ જાતિ મહત્વની નથી હોતી તે વાત તેઓએ આ રીતે ગણાવી હતી.CJI ગવઈ એ સુપ્રીમ કોર્ટના કાર્યપદ્ધતિ વિશે પણ ખુલીને વાત કરી હતો અને કહ્યું કે સુપ્રીમ કોર્ટ મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વ હેઠળની એકમાત્ર કેન્દ્રિય સંસ્થા ન હોવી જોઈએ.સુપ્રીમ કોર્ટ ફક્ત ત્યારે જ સુગમ રીતે કાર્ય કરી શકે કે જ્યારે ન્યાયાધીશો, બાર, રજિસ્ટ્રી અને સ્ટાફ બધા સાથે મળીને કામ કરે.

CJI બીઆર ગવઈએ કહ્યું કે SCBA અને SCAORA હંમેશા બાર સંબંધિત બાબતોમાં સામેલ હોવા જોઈએ.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 22, 2026
  • 3 views
PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

  • March 22, 2026
  • 8 views
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

  • March 22, 2026
  • 5 views
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

  • March 22, 2026
  • 4 views
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

  • March 22, 2026
  • 11 views
Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 10 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો