
CJP Protest: કૉકરોચ જનતા પાર્ટી (CJP)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર સામે ગંભીર આક્ષેપો કરતાં દિલ્હીમાં પ્રદર્શનકારીઓ સામેની પોલીસ કાર્યવાહીને કટોકટીના સમય સાથે સરખાવી છે. રવિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં પક્ષના નેતાઓએ આરોપ લગાવ્યો કે છેલ્લા 72 કલાક દરમિયાન પ્રદર્શનકારીઓ, કાર્યકરો અને પત્રકારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. CJPએ સરકાર પર નાગરિકોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
‘મોદી અને અમિત શાહને શરમ આવવી જોઈએ’
CJPના સહસંયોજક આશુતોષ રાંગાએ જણાવ્યું કે દિલ્હીમાં પોલીસની કાર્યવાહી છતાં પક્ષનું આંદોલન અટકવાનું નથી. તેમણે રાજધાનીની સુરક્ષા વ્યવસ્થાની ટીકા કરતાં કહ્યું કે પરિસ્થિતિને યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને શરમ આવવી જોઈએ. પક્ષના નેતાઓએ સરકાર પર પ્રદર્શનકારીઓ અને પત્રકારોને નિશાન બનાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
Why did you delete the part where I was asking for my phone so I could retrieve my cousin’s number? And where I was asking to let me speak to my lawyers?
The same Delhi Police which is now taking the moral high ground for informing me about my grandmother’s demise and offering me a ride home came to me at 3:30 in the morning with arrest papers, demanding that I sign them.
Where did all that humanity go at 3:30 AM? Despite knowing that I had just lost my grandmother, they still insisted that I sign the arrest papers. I refused until I was allowed to speak to my lawyers.
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 11, 2026
રાંગાના જણાવ્યા પ્રમાણે, જ્ઞાનેશ કુમાર સામેના પ્રસ્તાવિત વિરોધમાં ભાગ લેવા દિલ્હી પહોંચતાં તેમને, CJPના સ્થાપક અભિજિત દીપકે અને સૌરવ દાસને વિમાનમાંથી જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમણે આ કાર્યવાહીને ‘અપહરણ’ ગણાવી હતી. જોકે, આ તેમની તરફથી કરવામાં આવેલો આરોપ છે.
અટકાયત દરમિયાન ફોન સાથે ચેડાં થયાની આશંકા
રાંગા અને સૌરવ દાસે દાવો કર્યો કે અટકાયત દરમિયાન તેમના મોબાઇલ ફોન લગભગ 24 કલાક સુધી પોલીસ પાસે રહ્યા હતા. બંનેએ આશંકા વ્યક્ત કરી કે તેમના ફોનનું ક્લોનિંગ કરવામાં આવ્યું હોઈ શકે છે અથવા તેમાં ચેડાં કરવામાં આવ્યાં હોઈ શકે છે.
અભિજિત દીપકેએ પણ દિલ્હી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અટકાયત દરમિયાન તેમને ફોન વાપરવા કે વકીલો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. દીપકેના જણાવ્યા પ્રમાણે, તેમની દાદીના અવસાનના સમાચાર તેમને અસંવેદનશીલ રીતે આપવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે સવારે 3:30 વાગ્યે અધિકારીઓ ધરપકડનાં કાગળો લઈને આવ્યા હતા અને વકીલો સાથે વાત કરવાની મંજૂરી ન મળે ત્યાં સુધી તેમણે સહી કરવાનો ઇનકાર કર્યો હતો.
दिल्ली पुलिस पत्रकारों पर टूट पड़ी है।
आज अब तक आधा दर्जन से ज्यादा पत्रकारों को हिरासत में ले लिया गया है।
देखिये उल्टा चश्मा की प्रज्ञा मिश्रा को किस तरह पुलिस उठा कर ले जा रही है।
@PragyaLive https://t.co/DNv3eRMAkC— Dr.Rakesh Pathak डॉ. राकेश पाठक راکیش (@DrRakeshPathak7) October 11, 2026
સાંસદ જૉન બ્રિટાસ અને ઉમર અબ્દુલ્લાએ પણ ઉઠાવ્યા સવાલો
CPMના સાંસદ જૉન બ્રિટાસે આરોપ લગાવ્યો કે જંતર-મંતર ખાતેના પ્રદર્શનમાં જતી વખતે દિલ્હી પોલીસ અને CRPFના જવાનોએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થી કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા હોવાની માહિતી મળતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમને પણ અટકાયતમાં લેવામાં આવ્યા.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓ પર હુમલો કરવો કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી, પછી ભલે તે વ્યક્તિ સંસદના ચૂંટાયેલા સભ્ય હોય કે સામાન્ય નાગરિક.
“Modi and Shah will pay a heavy price for this. The Delhi Police have become mad dogs” https://t.co/Z6LAIF7gkQ
— John Brittas (@JohnBrittas) October 11, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને સેવાઓ અંગેના સવાલો
દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન કનૉટ પ્લેસના A બ્લૉક સહિત વિવિધ સ્થળોએ પોલીસ અને અર્ધલશ્કરી દળોએ લોકોને અટકાયતમાં લીધા હતા. કેટલાક પત્રકારોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
अमित शाह की दिल्ली पुलिस खुद तो गुंडागर्दी पर उतर ही आई – RSS-BJP के असली गुंडों को भी महिलाओं और युवाओं पर हिंसा करने की खुली छूट और बढ़ावा दे रही है।
जैसा मैंने कहा था, Mogambo Modi और उसकी सरकार जितना दबाएगी, Gen Z और छात्रों का गुस्सा उतना ही बढ़ेगा।
सोमवार, 12 अक्टूबर को कांग्रेस, पूरा INDIA गठबंधन और देश के युवा बड़ी संख्या में एक बार फिर सड़कों पर उतरेंगे। और इस बार भी आवाज़ पूरे देश में गूंजेगी – पहले से कहीं ज़्यादा।
@AmitShah, जितनी पुलिस लानी है, 10 हज़ार, 20 हज़ार, 40 हज़ार, ले आइए। BJP-RSS के जितने गुंडे बुलाने हैं, बुला लीजिए।
हम डरने वाले नहीं हैं। पीछे हटने वाले नहीं हैं। ये लड़ाई अब रुकने वाली नहीं है!
सोमवार को हम मुख्य न्यायाधीश से भी मिलेंगे और मांग करेंगे कि जब दिल्ली की सड़कों पर संविधान को तार-तार किया जा रहा है और लोकतंत्र को कुचला जा रहा है, तब कानून के संरक्षक आंखों पर पट्टी डाल कर नहीं बैठ सकते।
संविधान की धज्जियां उड़ेंगी और हम चुप बैठेंगे? ऐसा हरगिज़ नहीं होगा। जवाबदेही तय करवाकर रहेंगे!
— Rahul Gandhi (@RahulGandhi) October 10, 2026
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓના અધિકારો અને સામાન્ય સેવાઓ જાળવવા અંગે નિર્દેશ આપ્યા હતા. કોર્ટે દિલ્હી મેટ્રો અને રેલ સેવાઓ સામાન્ય સમયપત્રક મુજબ ચાલુ રાખવા, ઇન્ટરનેટ સેવાઓમાં વિક્ષેપ ન થવા દેવા તથા લોકો અને વાહનોની અવરજવર જાળવવા જણાવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બૅરિકેડ્સની સમીક્ષા કરવા અને વકીલોને તેમની વ્યાવસાયિક ફરજો નિભાવતા અટકાવવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું હતું.
पत्रकार चिल्लाता रहा कि इस गाड़ी में डंडे भरे हैं, हथियार हैं, इसे चेक करो।
पुलिस वालों ने चेक करने की जगह पूरा कवर देकर उसे निकाल दिया। https://t.co/o6Z5R31cqs
— Krishna Kant (@kkjourno) October 11, 2026
CJPના નેતાઓ મુક્ત, પરંતુ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત
CJPના નેતાઓ અભિજિત દીપકે, આશુતોષ રાંગા અને સૌરવ દાસને રવિવારે દિલ્હી કૅન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં કાર્યપાલક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. CJPનાં કાનૂની બાબતોનાં વડાં રત્ના સિંહના જણાવ્યા પ્રમાણે, મુક્તિ માટે એક વર્ષ સુધી શાંતિ ભંગ કરતી પ્રવૃત્તિઓમાં સામેલ ન થવાની શરત મૂકવામાં આવી હતી.
યુટ્યુબર ધ્રુવ રાઠીને પણ ગુરુગ્રામ પોલીસની અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. CJPએ અગાઉ દાવો કર્યો હતો કે તેમના નેતાઓનો 12 કલાકથી વધુ સમય સુધી સંપર્ક થઈ શક્યો નહોતો. બીજી તરફ, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે અનેક લોકોને નિવારક પગલાં તરીકે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
FINALLY DELHI POLICE IS FORCED TO RELEASE ABHIJEET DIPKE, ASHUTOSH RANKA AND SAURAV DAS.
Cockroaches never die 🪳
— Cockroach Janta Party – CJP (@Cockroachisback) October 11, 2026
25 હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓ તહેનાત
દિલ્હી પોલીસે પ્રદર્શનને મંજૂરી આપી નહોતી અને કાયદો-વ્યવસ્થાનું કારણ આપીને મોટા પાયે સુરક્ષા ગોઠવી હતી. ઉપલબ્ધ અહેવાલો અનુસાર, 25,000થી વધુ પોલીસકર્મીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. જંતર-મંતર આસપાસ લગભગ 6,500 જવાનો મૂકવામાં આવ્યા હતા. વિવિધ સ્થળોએ બૅરિકેડ્સ, તપાસ ચોકીઓ, દેખરેખ માટેના કૅમેરા અને અટકાયત કેન્દ્રો ગોઠવવામાં આવ્યાં હતાં. અહેવાલો મુજબ, શનિવારે 4,000થી વધુ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
Chalo Jantar Mantar!
— Cockroach Janta Party – CJP (@Cockroachisback) October 10, 2026
દેશના અન્ય શહેરોમાં પણ વિરોધ
દિલ્હીની ઘટનાઓ વચ્ચે મુંબઈ અને બેંગલુરુમાં પણ આંદોલનના સમર્થનમાં પ્રદર્શનો થયાં હતાં. મુંબઈમાં આશરે 400 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલો હતા. CJPના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ સામેની તેમની લડત અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ ચાલુ રહેશે. પક્ષના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં થયેલી કાર્યવાહીથી આંદોલન અટકશે નહીં, પરંતુ તેને વધુ વિસ્તારોમાં લઈ જવામાં આવશે.







