CM સિદ્ધારમૈયાની જાહેરાત; પૂર્વ PM મનમોહન સિંહના નામથી ઓળખાશે કર્ણાટકની યુનિવર્સિટી

  • CM સિદ્ધારમૈયાની જાહેરાત; પૂર્વ PM મનમોહન સિંહના નામથી ઓળખાશે કર્ણાટકની યુનિવર્સિટી

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરાત કરી કે બેંગ્લુરુ સિટી યુનિવર્સિટીનું નામ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નામ પર રાખવામાં આવશે. તેમણે કહ્યું કે ‘હવે યુનિવર્સિટીનું નામ ડૉ. મનમોહન સિંહ બેંગ્લુરુ સિટી યુનિવર્સિટી હશે. આ યુનિવર્સિટીનું નામ પહેલા બેંગ્લુરુ સેન્ટ્રલ યુનિવર્સિટી હતું.

આની રાજ્યમાં 2017માં સ્થાપના કરવામાં આવી હતી અને 2020માં તેનું નામ બદલવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બજેટ સત્ર દરમિયાન આ જાહેરાત કરી છે. 26 ડિસેમ્બરે પૂર્વ પીએમનું નિધન થઈ ગયુ હતુ. તે 22 મે 2004થી 26 મે 2014 સુધી 10 વર્ષ દેશના વડાપ્રધાન રહ્યાં.

કર્ણાટકમાં નાણા વિભાગ પણ સીએમ સિદ્ધારમૈયા પાસે જ છે. તેમણે દાવો કર્યો કે 2025-26 માટે સરકારે રાજકોષીય ખાધનું સંતુલન જાળવીને રાખ્યું છે. વિધાનસભામાં 2025-26 માટે બજેટ રજૂ કરતાં સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, તેમની સરકાર દ્વારા આપેલી પાંચ ગેરંટીઓ જેવી કે ગૃહ જ્યોતિ, ગૃહ લક્ષ્મી, અન્ન ભાગ્ય, યુવા નિધિ અને શક્તિ યોજનાઓ માત્ર મફતની વસ્તુઓ નથી પરંતુ આર્થિક અને સામાજિક સિદ્ધાંતો પર કરવામાં આવેલી વ્યૂહાત્મક રોકાણ છે.

તેમણે કહ્યું, ‘કર્ણાટક સરકારની યોજનાઓ વિભિન્ન આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવવામાં આવેલા ઘણા સામાજિક અને આર્થિક સવાલોનો સશક્ત જવાબ છે. અમે લોકોની ખરીદ શક્તિ વધારવાના હેતુથી કલ્યાણકારી કાર્યક્રમ શરૂ કર્યા છે. રાજ્ય સરકારની જવાબદારી છે કે તે એ નક્કી કરે કે ઉપલબ્ધ સંસાધન તમામ માટે સુલભ હોય. આર્થિક વિકાસને લોકોના કલ્યાણની સાથે સંતુલિત કરીને અમે સાર્વત્રિક મૂળભૂત આવકની વિચારધારાના માધ્યમથી કર્ણાટકના વિકાસ મોડલને આકાર આપી રહ્યા છીએ. અમારી સરકાર સામાજિક ન્યાયના પાયાને સુરક્ષિત કરવા માટે દ્રઢ સંકલ્પિત છે.’

આ પણ વાંચો- Anand: બોરસદના યુવકે મુંબઈની યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ, વિક્રોલી પોલીસ ઉઠાવી ગઈ

  • Related Posts

    જૂનાગઢ: ઘેડ વિસ્તારના લોકો સાથે રાજ્ય સરકારની આંકડાકીય રાજરમત; ઘેડા વિકાસ સમિતિએ પસાર કર્યા 11 ઠરાવો
    • February 28, 2025

    જૂનાગઢ: ઘેડ વિસ્તારના લોકો સાથે રાજ્ય સરકારની આંકડાકીય રાજરમત; ઘેડા વિકાસ સમિતિએ પસાર કર્યા 11 ઠરાવો દેશ અને રાજ્યમાં વર્તમાન સમયમાં કંઈક એવું ચાલી રહ્યું છે, જેને સમજવામાં સામાન્ય લોકો…

    Continue reading
    અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને રોમાંચક મેચમાં આપી માત; જાદરની177 રનની વિસ્ફોટક ઇનિંગ
    • February 26, 2025

    ચેમ્પિયન ટ્રોફીમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને આઠ રને માત આપીને રોમાંચક મેચમાં જીત મેળવી લીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની 8મી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને 326 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડ 317 રને ઓલઆઉટ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    દિલ્હી-NCR માં ભારે વાવાઝોડા સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી, ટ્રાફિક જામ, જુઓ તસ્વીરો

    • May 2, 2025
    • 6 views
    દિલ્હી-NCR માં ભારે વાવાઝોડા સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી, ટ્રાફિક જામ, જુઓ તસ્વીરો

    Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે

    • May 2, 2025
    • 8 views
    Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે

    Airspace close: ભારતીય કાર્યવાહીનો પાકિસ્તાનમાં ડર? કરાચી અને લાહોર હવાઈ ક્ષેત્ર બંધ!

    • May 1, 2025
    • 19 views
    Airspace close: ભારતીય કાર્યવાહીનો પાકિસ્તાનમાં ડર? કરાચી અને લાહોર હવાઈ ક્ષેત્ર બંધ!

    ગુજરાતનો પ્રથમ કાયદો ગુજરાતી ભાષાને માન્યતા આપવાનો હતો, આજે શું છે સ્થિતિ?

    • May 1, 2025
    • 15 views
    ગુજરાતનો પ્રથમ કાયદો ગુજરાતી ભાષાને માન્યતા આપવાનો હતો, આજે શું છે સ્થિતિ?

    Banaskantha: ગોંડલ જેવી ઘટના બનાસકાંઠાના ભાભરમાં, બે સમાજ વચ્ચે વિખવાદ

    • May 1, 2025
    • 35 views
    Banaskantha: ગોંડલ જેવી ઘટના બનાસકાંઠાના ભાભરમાં, બે સમાજ વચ્ચે વિખવાદ

    KHEDA: ઠાસરાના આગરવામાં કરંટ લાગતા 2 બાળકો અને માતાનું કરુણ મોત, કનીજમાં ડૂબતાં 6ના મોત

    • May 1, 2025
    • 47 views
    KHEDA: ઠાસરાના આગરવામાં કરંટ લાગતા 2 બાળકો અને માતાનું કરુણ મોત, કનીજમાં ડૂબતાં 6ના મોત