Anand Police suspend: પોલીસ બેડામાં ખળભળાટ, આણંદ સબજેલના વધુ 4 પોલીસકર્મી સસ્પેન્ડ, જાણો કારણ?

Anand Police suspend: આણંદ જીલ્લામાં 4 પોલીસને એકાએક સસ્પેન્ડ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. આણંદ સબજેલના 4 પોલીસકર્મીઓને બરતરફ કરાયા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓની મોટી બેદરકારી સામે આવી છે.

ફરજમાં બેદરકારી

આણંદ સબ જેલના ચાર પોલીસકર્મીઓ આરોપીને મંજૂરી વગર મેડિકલ માટે ટ્રેનમાં સુરત લઈ ગયા હતા. જેમાં 1 પોલીસકર્મી આરોપી સાથે ગયો હતો. જ્યારે 3 અધિકારી જેલમાં હતા. આરોપીને ટ્રેનમાં લઈ ગયાની જાણ DySPને થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ સમગ્ર મામાલાનો DySPએ રીપોર્ટ રજૂ કરતા જિલ્લા પોલીસ વડાએ કડક પગલા લીધા હતા અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લખનીય છે કે પોલીસ ખાતામાં અનેકવાર લાલયાવાડી ઝડપાતી હોય છે. તાજેતરમાં જ ચરોતર પંથકના ખેડા ટાઉન પી.આઈ  લાખો રુપિયાનો દારુ ન  પકડવા બદલ  સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કયા પોલીસકર્મીઓ થયા સસ્પેન્ડ

કેતન છોટાભાઈ
રાજેન્દ્રસિંહ ચાવડા
પ્રકાશભાઈ વિક્રમભાઈ
મહમ્મદ તાબીશ

અગાઉ પણ 3 મહિલા મંજૂરી વગર ઘૂસતાં 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા

જાણકારી અનુસાર આ અગાઉ  આ જ સબ જેલમાં સરપ્રાઈઝ  તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે 27મી જાન્યુઆરી 2025ના રોજ રાતે આણંદ નાયબ પોલીસ અધિક્ષક સહિતની ટીમે આણંદ સબ જેલનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન 3 મહિલાઓ હાજર મળી આવી હતી. તપાસ કરતા મંજૂરી વગર અનઅધિકૃત રીતે આરોપીઓને મળવા માટે પ્રવેશ કર્યો હોવાનું ખૂલ્યું હતું. જેથી ગંભીર બેદરકારી જણાઈ આવતા જેલગાર્ડ ફરજ ઉપરના આ.હેડ કોન્સ્ટેબલ ભાનુભાઈ અંબાલાલ, અ.હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ નારણભાઈ, અ.પો.કોન્સ્ટેબલ શેતલકુમાર દિનેશભાઈ અને અ.પો. કોન્સ્ટેબલ દક્ષેશકુમાર હિંમતભાઈ ચારેય પોલીસ કર્મચારીઓને આણંદ પોલીસ અધિક્ષકે સસ્પેન્ડ કરી દીધા હતા.

Kheda Crime: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના PI એચ.વી. સિસારા સસ્પેન્ડ, તેમના જ વિસ્તારમાંથી દારુ ન ઝડપી શક્યા

આ પણ વાંચોઃ Anand: બોરસદના યુવકે મુંબઈની યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ, વિક્રોલી પોલીસ ઉઠાવી ગઈ

આ પણ વાંચોઃ Woman with Wild Hair! ટ્રમ્પ કંઈ પણ બોલી શકે; સુનિતા વિલિયમ્સના વાળ ઉપર ટિપ્પણી કરી બોલો

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક બફાટ, કહ્યું મહાભારત કોઈ લેખકે લખેલી દંતકથા

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 3 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 10 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત