કોમર્શિયલ ગેસ સિલેન્ડરમાં 6 રૂપિયાનો વધારો; જાણો માર્ચ મહિનામાં થનારા ચાર મોટા ફેરફાર

  • Others
  • March 1, 2025
  • 0 Comments

કોમર્શિયલ ગેસ સિલેન્ડરમાં 6 રૂપિયાનો વધારો; જાણો માર્ચ મહિનામાં થનારા ચાર મોટા ફેરફાર

નવો મહિનો એટલે કે માર્ચ તેની સાથે ઘણા ફેરફારો લઈને આવ્યો છે. આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર 6 રૂપિયા મોંઘો થઈ ગયો છે. મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાના નોમિની સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વીમા પોલિસીના પ્રીમિયમ ચુકવણીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

માર્ચ મહિનામાં થઈ રહેલા 4 ફેરફારો…

1. કોમર્શિયલ સિલિન્ડર 6 રૂપિયા મોંઘો થયો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી

આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 6 રૂપિયા વધી ગઈ છે. દિલ્હીમાં તેની કિંમત ₹6 વધીને ₹ 1803 થઈ ગઈ. પહેલા તે ₹1797 માં ઉપલબ્ધ હતું. કોલકાતામાં તે ₹1913 માં ઉપલબ્ધ છે, જે 6 રૂપિયાનો વધારો દર્શાવે છે, અગાઉ તેની કિંમત ₹1907 હતી.

જોકે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના માર્ચ મહિનાનો પ્રાઈઝ ટ્રેન્ડ જોવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષોમાં 1 માર્ચે થનાર આ સૌથી ઓછો વધારો છે. ઈન્ડિયન ઓઈલના પોર્ટલ પર જાહેર આંકડા મુજબ માર્ચ મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સૌથી વધુ વધારો 2023માં કરાયો હતો જ્યારે એક જ ઝાટકે પ્રતિ સિલિન્ડર 352 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો હતો.

જણાવી દઈએ કે, બજેટના દિવસે એલપજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 7 રૂપિયાની નજીવી રાહત અપાઈ હતી. ત્યારે પણ ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડર પર જ રાહત અપાઈ હતી. જ્યારે રાંધણ ગેસ એટલે કે 14 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં છેલ્લે 1 ઓગસ્ટ 2024થી અત્યાર સુધી કોઈ ફેરફાર કરાયા નથી.

2. મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં 10 લોકોને નોમિની બનાવી શકાશે

બજાર નિયમનકાર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાના નોમિની સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. રોકાણકારો હવે તેમના ડીમેટ ખાતા અથવા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં 10 વ્યક્તિઓને નોમિનેટ કરી શકે છે. તેમનો ઉદ્દેશ્ય બિનદાવા કરાયેલી સંપત્તિ ઘટાડવાનો અને રોકાણોના સારા સંચાલનને પ્રોત્સાહન આપવાનો છે.

3. વીમા પૉલિસીના પ્રીમિયમ ચુકવણીના નિયમોમાં ફેરફાર

વીમા નિયમનકાર IREDA એ જીવન અને આરોગ્ય વીમા કંપનીઓને ‘વીમા-ASBA’ નામની નવી સુવિધા શરૂ કરવા જણાવ્યું છે. આ સુવિધા હેઠળ પોલિસી ખરીદનાર વ્યક્તિ પોતાના બેંક ખાતામાં વીમા પ્રીમિયમની રકમ બ્લોક કરી શકે છે. આ પૈસા ફક્ત ત્યારે જ કાપવામાં આવશે જ્યારે વીમા પૉલિસી જારી કરવામાં આવશે.

હાલમાં જ્યારે કોઈ વ્યક્તિ વીમો ખરીદે છે, ત્યારે તેણે પહેલા પ્રીમિયમ ચૂકવવું પડે છે, પરંતુ આ નવી વીમા-ASBA સુવિધા હેઠળ ગ્રાહકે પહેલા પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. આ માટે પ્રીમિયમ રકમ ગ્રાહકના બેંક ખાતામાંથી અનામત (બ્લોક) કરવામાં આવશે અને જો વીમા કંપની ગ્રાહકની અરજી સ્વીકારે છે, તો જ આ પૈસા ખાતામાંથી કાપવામાં આવશે. જો પોલિસી મંજૂર ન થાય તો પૈસા ખાતામાં સુરક્ષિત રહેશે અને કાપવામાં આવશે નહીં.

જો વીમા કંપની અરજી નકારે છે, તો પૈસા તરત જ ખાતામાં અનબ્લોક થઈ જશે.
પોલિસી પ્રાપ્ત થયા પછી જ પૈસા કાપવામાં આવશે.
આ સુવિધા સૌપ્રથમ વ્યક્તિગત પોલિસી ધારકો માટે ઉપલબ્ધ રહેશે.

4. પંજાબ નેશનલ બેંકમાં ખાતું ધરાવતા લોકોએ કરાવવું પડશે KYC

જો પંજાબ નેશનલ બેંક (PNB)માં 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર ન હોય તો બેંક ખાતું બંધ કરી શકાય છે. બેંકે આ અંગે તેના ગ્રાહકોને ચેતવણી આપી છે. બેંક આવા ખાતાઓને નિષ્ક્રિય કરી શકે છે એટલે કે તેમને બંધ કરી શકે છે. જો તમે ઇચ્છો છો કે તમારું બેંક ખાતું સક્રિય રહે તો તમારે તમારું KYC અપડેટ કરાવવું પડશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં

આજે એટલે કે 1 માર્ચે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં, દિલ્હીમાં, પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 103.44 રૂપિયા અને ડીઝલ 89.97 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે. તો અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 94.49 રૂપિયા છે, જ્યારે ડીઝલનો ભાવ 90.16 રૂપિયા છે.

આ પણ વાંચો-મહાકુંભથી પરત આવી રહેલા ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, 4 લોકોનાં મોત

Related Posts

બ્રહ્માંડમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ‘એલિયન યાન’ દેખાયું?, વૈજ્ઞાનિકોમાં વધી ચિંતા; ખાસ મિશન શરૂ થશે | 3I/ATLAS
  • November 3, 2025

3I/ATLAS: એલિયનની હાજરી વિશે વર્ષોથી એક રહસ્ય રહ્યું છે અને બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવન છે તેવી માન્યતાઓના આધારે અત્યાર સુધી અનેક પ્રયોગો થયા છે પણ હજુ સુધી નક્કર…

Continue reading
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
  • October 29, 2025

અબજો વર્ષ પહેલાં દૂરના તારાઓની દુનિયાથી આવેલો ધૂમકેતુ હવે આપણા સૂર્ય તરફ ધસી રહ્યો છે. આ ધૂમકેતુ 3I/ATLAS છે. સૌરમંડળની બહારનો ત્રીજો પદાર્થ. વૈજ્ઞાનિકોની શોધ અન્ય તારાઓની દુનિયાના રહસ્યો ઉજાગર કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 3 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 6 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 8 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 8 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 13 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 17 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!