શેરમાર્કેટમાં ઐતિહાસક ઘટાડાના કારણે 90 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ; હવે રોકાણકારોને શું કરવું જોઈએ?

  • Others
  • February 28, 2025
  • 0 Comments
  • શેરમાર્કેટમાં ઐતિહાસક ઘટાડાના કારણે 90 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ; હવે રોકાણકારોને શું કરવું જોઈએ?

આજ એટલે 28 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1414 પોઈન્ટ (1.90%) ઘટીને 73,198ના સ્તર પર બંધ થયું. નિફ્ટી પણ 420 પોઈન્ટ(1.86%) ઘટીને 22,124ના સ્તર પર બંધ થયું.

ઓક્ટોબર 2024થી નિફ્ટી દરેક મહિને ઘટાડા સાથે બંધ થયું છે. તેમાં પાછલા પાંચ મહિનામાં 12 ટકા ઘટાડો થઈ ચૂક્યો છે. 1996 પછી પ્રથમ વખત છે કે માર્કેટમાં સતત પાંચ મહિનો ઘટાડો આવ્યો છે.

આનાથી પહેલા 29 વર્ષ પહેલા એટલે 1996માં જૂલાઈથી લઈને નવેમ્બર મહિના વચ્ચે માર્કેટમાં સતત 5 મહિના સુધી ઘટાડો નોંધાયો છે. આ પાંચ મહિના દરમિયાન નિફ્ટી 50 ઈન્ડેક્સ 26 ટકા ઘટાડો નોંધાયો હતો.

1. પાછલા પાંચ મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં કેટલો થયો ઘટાડો?

30 સપ્ટેમ્બર 2024માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 474 લાખ કરોડ રૂપિયા હતું, જે 28 ફેબ્રુઆરીએ ઘટીને 384 લાખ કરોડ રૂપિયા રહી ગઈ છે. એટલે 5 મહિનામાં રોકાણકારોની સંપત્તિ 90 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે.

2. શેર માર્કેટમાં સતત ઘટાડાનું કારણ શું છે?

વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ: માત્ર પાંચ મહિનામાં (ઓક્ટોબર 2024-ફેબ્રુઆરી 2025), વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી 3.11 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા. સપ્ટેમ્બર અને ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓના નબળા પરિણામોને કારણે રોકાણકારોએ આ વેચાણ કર્યું છે. આ ઉપરાંત, ચીની અર્થવ્યવસ્થામાં સુધારાની અપેક્ષાઓએ રોકાણકારોને આકર્ષ્યા છે. રોકાણકારોને ભારતીય કંપનીઓના શેર કરતાં ચીની કંપનીઓના શેર સસ્તા લાગી રહ્યા છે.

મોંઘવારી હજુ પણ ચિંતાનો મુખ્ય કારણ છે: ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે ઓક્ટોબર 2024માં છૂટક ફુગાવો વધીને 6.21% થયો. આ 14 મહિનામાં ફુગાવાનો સૌથી ઊંચો સ્તર હતો. જોકે, ખાદ્ય ચીજવસ્તુઓ સસ્તી થવાને કારણે જાન્યુઆરી 2025માં છૂટક ફુગાવો 4.31% ના 5 મહિનાના નીચલા સ્તરે આવી ગયો હતો. આ ઘટાડો રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે પૂરતો નથી.

ધીમો આર્થિક વિકાસ: તાજેતરના મહિનાઓમાં ભારતીય અર્થતંત્ર ધીમું પડ્યું છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય(NSO)ના અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2024-25 માં ભારતનો વિકાસ દર 6.4% રહેવાનો અંદાજ છે જે 4 વર્ષમાં સૌથી નીચો છે. ગયા નાણાકીય વર્ષ 2023-24માં GDP વૃદ્ધિ દર 8.2% હતો. જ્યારે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં તે 6.7% હતો. બીજા ક્વાર્ટરમાં તે સંખ્યા ઘટીને 5.4% થઈ ગઈ હતી. ઉત્પાદન ક્ષેત્રના નબળા પ્રદર્શનને કારણે વૃદ્ધિ ધીમી રહી.

ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓથી રોકાણકારો ચિંતિત: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અન્ય દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની ધમકીને કારણે બજારમાં અનિશ્ચિતતા છે. ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે, ‘અમે પારસ્પરિક ટેરિફ લાદીશું.’ ભારત હોય કે ચીન, કોઈ પણ દેશ હોય તેઓ અમારી પાસેથી ગમે તેટલો ચાર્જ વસૂલશે, અમે તે જ ચૂકવીશું. અમે વેપારમાં સમાનતા ઇચ્છીએ છીએ. કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ 4 માર્ચથી અમલમાં આવશે.

3. શેરમાર્કેટ ક્રેશની સ્થિતિમાં રોકાણકારોને શું કરવું જોઈએ?

એસેજ મેનેજમેન્ટ ફર્મ ફર્સ્ટ ગ્લોબલની એમડી દેવિના મહેરાનું કહેવું છે કે, અમેરિકાથી લઈને યૂરોપમાં કરવામાં આવેલ એકેડમિક સ્ટડીઝથી ખ્યાલ આવે છે કે, જ્યારે પણ લોકો માર્કેટમાં રોકણને લઈને ચિંતાત અથવા ગભરાયેલા હોય છે, ત્યારે માર્કેટે એવરેજથી વધારે રિટર્ન આપ્યું છે. એટલે જ્યારે પણ તમે વિચારો છો કે શેર વેચી દેવા જોઈએ, એસઆઈપી બંધ કરી દેવી જોઈએ અને માર્કેટમાંથી નિકળી જવું જોઈએ, તે સમય જ માર્કેટમાં રોકાણ કરવાનો સૌથી સારો સમય હોય છે.

આને બે ઉદાહરણ આપીને સમજાવીએ

21 જાન્યુઆરી 2008માં સેન્સેક્સ એક જ દિવસમાં લગભગ 1400 પોઈન્ટ તૂટ્યો હતો. 2008ના અંત સુધી સેન્સેક્સ 20,465 પોઈન્ટથી ઘટીને 9716 પોઈન્ટ પર આવી ગયો હતો. સપ્ટેમ્બર 2010માં સેન્સેક્સ ફરીથી 20,000 પોઈન્ટને પાર કરી દીધો.

વર્ષ 2020માં કોરોના મહામારીના કારણે એક જ સપ્તાહમાં સેન્સેક્સ 42,272 પોઈન્ટથી ઘટીને 28,288 પોઈન્ટ પર આવી ગયા. એપ્રિલ 2020થી આમાં રિક્વરી જોવા મળી અને સેન્સેક્સ વર્ષના અંત સુધી 47,751ના સ્તર સુધી પહોંચી ગયો હતો.

એટલે, જ્યારે-જ્યારે માર્કેટમાં ઘટાડો આવ્યો છે, આમાં તેજીથી રિક્વરી પણ જોવા મળી છે. એવામાં જો રોકણકારો પહેલાથી ઈન્વેસ્ટેડ છે તો તેમણે પોતાના રોકાણમાં કરેલું રાખવું જોઈએ. તે ઉપરાંત કોઈ નવા લોકો રોકણ કરવા માંગતા હોય તેમણે થોડૂં-થોડૂં રોકણ કરી શકે છે.

4. ગ્લોબલ માર્કેટમાં પણ ઘટાડો આવ્યો છે?

30 સપ્ટેમ્બર, 2024ના રોજ યુએસ માર્કેટ ડાઉ જોન્સ 42,330ના સ્તરે હતું. 27 ફેબ્રુઆરી, 2025ના રોજ તે 43,240ના સ્તરે બંધ થયો. એટલે કે, 5 મહિનામાં તેમાં 910 પોઈન્ટ (2.14%)નો વધારો થયો છે. જોકે, ડાઉ જોન્સે 4 ડિસેમ્બર, 2024ના રોજ 45014 ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે. એટલે કે, બજાર ઊંચા સ્તરથી 1774 પોઈન્ટ નીચે છે.

30 સપ્ટેમ્બર 2024ના રોજ ચીનનું બજાર શાંઘાઈ કમ્પોઝિટ 3336 ના સ્તરે હતું. 27 ફેબ્રુઆરી, 2025ના રોજ, તે 3388ના સ્તરે બંધ થયો. એટલે કે, 5 મહિનામાં તેમાં 52 પોઈન્ટ (1.55%)નો વધારો થયો છે. 30 સપ્ટેમ્બરના રોજ હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 21,133 પર હતો. 27 ફેબ્રુઆરીએ, તે 23718 ના સ્તરે બંધ થયો. એટલે કે, તેમાં 2585 પોઈન્ટ (12.23%)નો વધારો થયો છે.

30 સપ્ટેમ્બર 2024 ના રોજ જર્મનીનું શેરબજાર DAX 19324ના સ્તરે હતું. 27 ફેબ્રુઆરી, 2025ના રોજ તે 22378 ના સ્તરે બંધ થયો. એટલે કે, 5 મહિનામાં તેમાં 3024 પોઈન્ટ (15.8%)નો વધારો થયો છે. 30 સપ્ટેમ્બરના રોજ FTSE 100 ઇન્ડેક્સ 8,236 પર હતો. 27 ફેબ્રુઆરીએ, તે 8,756 પર બંધ થયો. એટલે કે, તેમાં 520 પોઈન્ટ (6.31%)નો વધારો થયો છે.

5. ઇતિહાસમાં સૌથી વધારે કેટલા મહિના ભારતીય બજાર સતત ઘટ્યું છે?

જુલાઈ 1990માં નિફ્ટી 50 ઈન્ડેક્સ લોન્ચ થયું છે. આંકડાઓથી ખ્યાલ આવે છે કે નિફ્ટી 50એ 1995માં પોતાનો સૌથી ખરાબ મંથલી પર્ફોમન્સ નોંધાવ્યો હતો. જ્યારે નિફ્ટી સપ્ટેમ્બર 1995થી એપ્રિલ 1996 સુધી સતત આઠ મહિના સુધી ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન 31 ટકાથી વધારે ઘટાડો નોંધાયો હતો.

Related Posts

Satire: એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!
  • April 22, 2026

“વિક્રમ, બૈતાલ અને નારી વંદન” ▪️ શ્રીકાંત આપ્ટે Satire: રાજા વિક્રમે પોતાની હઠ છોડી નહીં અને ફરીથી વૃક્ષ પર લટકતા વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર લઈ ચૂપચાપ નગર તરફ…

Continue reading
Satire: “વિક્રમ, વૈતાળ અને દોઢ આંસુ!”
  • April 19, 2026

—–વ્યંગ કથા—- લેખક : શ્રીકાંત આપ્ટે Satire: દરેક વખતની જેમ આ વખતે પણ વિક્રમે વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર મૂક્યો અને ચૂપચાપ શહેર તરફ ચાલી પડ્યો વૈતાળ પણ ઓછો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 3 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 4 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 5 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 7 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 8 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા