
Corruption Bridge: ભાજપનો ભ્રષ્ટાચાર તો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યો છે. વારંવાર તેના ભ્રષ્ટાચારની પોલ ખૂલી રહી છે. ધોરાજી-ઉપલેટા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભાદર-2નો પુલ 2021માં ધોરાજીના ઉપલેટા માર્ગ પર ભાદર નદી પરના ઐતિહાસિક 100 વર્ષ જુના પુલ પર ચાલી રહેલા સમારકામની કામગીરી દરમ્યાન પુલ તૂટ્યો હતો. 2 મજુરના મોત અને બેને ગંભીર ઈજા થઈ હતી. ઠેકેદારની બેદકારી હતી. પુલ 100 વર્ષ પહેલાં ગોડલના રાજા ભગવતસિંહજી મહારાજના સમયમાં બન્યો હતો. ધોરાજી ઉપલેટાને જોડતો પુલ શરૂ થાય તે પહેલા છ માસમાં ત્રીજી વખત ગામડાથી ભરપૂર મે 2023 સુધી રહ્યો હતો.
4 વર્ષ પણ નવો પુલ નહીં
ધોરાજીનો પુલ 2021માં તૂટ્યો પછી 4 વર્ષે નવો પુલ ન બન્યો. અનેક ગામના ખેડૂતોને ખેતરે જવાનો મુખ્ય રસ્તો હતો. 20 કિલોમીટર ફરીને જવું પડતું હતું. પુલ બનાવવા રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી તેમને કોઈ જવાબ મળતો નથી.
જેતપુર ભાદર
1 ઓક્ટોબર 2020માં જેતપુરમાં ભાદર નદી પરનો જર્જરીત બેઠો પુલ ખૂબ જોખમી બની ગયો હતો. દિવાલ કે આડસ ન હોવાથી એક યુવાન પુલ પરથી ખાબક્યા બાદ પત્તો પણ લાગ્યો ન હતો. એક મહિનામાં ચાર જીવલેણ અકસ્માતો સર્જાયા હતા. કેબિનેટ પ્રધાનનાં આદેશથી પાલિકાએ જવાબદારી નહીં હોવા છતાં સમારકામ શરૂ કર્યું હતું. પણ દિવાલ કે આડસ સાથે ઊંચો પુલ બનાવવા લોકમાગ ઊઠી છે. જેતપુરના આઠથી દસ ગામમાં જવાનો ભાદર નદી પરનો બેઠી ઢાબીનો પુલ બે વર્ષથી સાવ ધોવાઈ ગયો છે.
પુલીયુ તૂટ્યું
ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલી ભાદર નદી પરનો પુલીયુ તૂટી જતા ગામલોકો પાણીમાંથી પસાર થવા મજબૂર હતા.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભાદર
પોરબંદર જતો જેતપુર NH 27 ભાદર નદીના તુટેલા પુલને કારણે ટ્રાફિક ચક્કાજામ 2019માં થતો હતો. ભાદરનો પુલ છેલ્લા 7 વર્ષથી બંધ હતો. તૂટી ગયેલ પુલ માં ભ્રષ્ટાચાર થયો હતો. 3 વર્ષથી સવારે 7 વાગ્યા થી 11 વાગ્યા સુધી ટ્રાફિક જામ રહેતો હતો. 2 થી 3 કિમી લાંબી વાહનોની લાઈનો રહેતી હતી. નવાગઢ પાસે ભાદર નદી ઉપર 2015માં પુલ બનાવવામાં આવેલ હતો, પ્રથમથી જ નબળો બનેલો હોય ટૂંકા ગાળાના સમયમાં જ પુલનો એક તરફનો એક ભાગ તૂટી ગયો હતો. જેના કારણે પુલની એક તરફની લેન બંધ કરવામાં આવી હતી. પ્રધાન જયેશ રાદડિયા દ્વારા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળને લેખિત અને મૌખિક રજૂઆત કરી છતાં પણ છેલ્લા 3 વર્ષથી આ પુલ જેમનો તેમ બંધ હાલતમાં પડેલો હતો. પુલ ઉપર સિમેન્ટ કોન્ક્રીટના પોપડા પડેલા દેખાયા હતા. લોખંડના સળિયા જોવા મળતા હતા. પુલ બનાવવામાં ગોલમાલ થયેલી હોય તે સ્પષ્ટ હતું. પુલને યોગ્યતા પ્રમાણપત્ર મળેલું નથી.
જસદણ ભાદર નદી
2023માં જસદણમાં બહારનો રસ્તો માર્ગ પર આવેલ ભાદર નદીના પુલની હાલત ઘણા સમયથી અત્યંત ખરાબ હતી. ખાડાઓ પડી ગયા હતા. 1998માં બનેલો આ પુલ આજ દિન સુધીમાં એકપણ વાર સમારકામ કરવામાં આવ્યો નથી. ધ્રુજી રહ્યો છે . જસદણ-અમદાવાદ હાઈ-વે માર્ગને જોડતો મુખ્ય પુલ હોવાથી દરરોજ હજારો નાના-મોટા વાહનોની અવરજવર થતી હતી. ભયસૂચક બોર્ડ માર્યું નથી.
માધવપુર 118 વર્ષ જુનો પુલ
પોરબંદર અને માધવપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલી ભાદર નદી પરનો પુલ 2019માં 118 વર્ષ અડીખમ હતો. 20 ઓક્ટોબર 1901માં શરૂ થયો હતો. પોરબંદરના રાજા રાણાએ બનાવ્યો હતો. ઠેકેદાર અને ઇજનેર જે.જે.બી. બેન્સન દ્વારા પુલ તૈયાર થયો હતો. ઘેડના પાણી ગ્રસ્ત વિસ્તાર માટે આ પુલ મદદરૂપ હતો. તેની બાજુમાં નવો પુલ 20 વર્ષમાં 2 ગાળામાં તૂટી ગયો હતો. ફરી સમારકામ કરાયું પણ કોઈ સારૂ કામ ન થયું.
માળિયા
માળિયા તાલુકાને જોડતા પીપળીયા અને ફગશિયા ગામની વચ્ચે પસાર થતા રસ્તા ઉપરનું પુલ અચાનક ધડાકાભેર તૂટી ગયો હતો. 10 હજાર લોકોને આ રસ્તો બંધ થવાથી હાલાકી ભોગવવી પડી હતી. અધિકારીઓ ઠેકેદારો અને નેતાઓની ભાગીદારી પેઢી ચાલે છે. સિંડિકેટ બનાવે છે. ઠેકેદાર તેના કાર્યકરો જેવા બની ગયા છે. રાજા-રજવાડા સમયનાં અડીખમ પુલની જાળવણીમાં બેદરકારી જોવા મળે છે. બે વર્ષ પહેલાં તળાજા – સિહોરનાં ગામો માટે અગત્યનાં જૂના રેલવે પુલનાં થાંભલા ખરાબ થઈ ગયા છે.
રાજકોટ
8 જાન્યુઆરી 2023માં રાજકોટના જામનગર માર્ગ ઉપર આવેલ સાંઢિયાપુલ જર્જરીત થઈ ગયો હતો. બંને છેડે લોખંડની 2.5 મીટરની એન્ગલ નાંખીને બંધ કરી દેવાયો હતો. મોટા વાહનોનોની અવરજવર બંધ કરી છે.
ગોંડલ ચોકડી
ગુજરાતનો પહેલો સિંગલ પિયર આકાશી પુલ:ગોંડલ માર્ગ ચોકડીએ 2 વર્ષમાં પુલ બનવાનો હતો પણ 1095 દિવસ મોડો પુલ તૈયાર થયો હતો. રોજ 2 લાખથી વધારે વાહનો રોજ પરેશાન થતાં રહ્યાં હતા. ગોંડલ બહારનો રસ્તો ચોકડી એટલે સૌથી મોટી ટ્રાફિક સમસ્યા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર બંને તરફથી આવતા વાહનો, ગોંડલ માર્ગ અને 150 ફૂટ રિંગ માર્ગ પરથી શાપર ઔદ્યોગિક વિસ્તારોમાં જતા કારખાનેદારો અને કામદારોને કારણે આ ચોકમાં સતત ટ્રાફિક રહે છે.
2018માં ગુજરાતનો પહેલો એવો એક જ થાંભલા પર 1.2 કિલો મીટર લાંબો અને છ લેન – સિંગલ પિયર બન્યો હતો. બે વર્ષમાં પુલ બનવાનો હતો પણ રસ્તો ખોદી નાખ્યા બાદ એજન્સી ભાગી ગઈ હતી. પછી 5 વર્ષે પુલ બનીને તૈયાર થયો હતો. પુલ 90 કરોડના ખર્ચે બન્યો હતો. પુલ બનાવનાર એજન્સીએ 10 વર્ષ સુધી તેની સંભાળ રાખવાની છે.
ગુજરાતનો પહેલો અને દેશનો ત્રીજો પુલ છે. આ ડિઝાઈનને કારણે સામગ્રીની બચત થાય છે. જગ્યા પણ બચે છે. પુલની મજબૂતાઈ પણ વધે છે. પણ તેમાં ઈજનેરી કૌશલ્યની વધુ જરૂર પડે છે. આ કારણે આ પુલ ગુજરાતમાં સૌથી અલગ તરી આવે છે.
જૂનાગઢ
સપ્ટેમ્બર 2019માં જુનાગઢનાં માલણકા પાસે આવેલો પુલ ધરાશાયી થયો હતો. પુલ ધરાશાયી થયા બાદ જીવનાં જોખમે લોકોને રસ્તો ઓળંગવો પડતો હતો. ઘણાને ઈજા પણ પહોંચી હતી.
ખંભાળિયા
ખંભાળિયા-પોરબંદર માર્ગ પર ખંભાળિયાના રામનગર વિસ્તારમાં, ભાડથર તથા વિંઝીલપર પાસે ત્રણ જગ્યાએ અત્યંત જર્જરીત પુલ છે. લોકો પોતાના જીવના જોખમે જઈ રહ્યા છે. ગમે ત્યારે પુલ બેસી જાય તેમ છે. મોટા ખાડા પડેલા છે. રેતી, બોક્સાઈટના ભારેખમ ટ્રકો નીકળે છે. તંત્રએ ભારેખમ ખટારોને નીકળવાની મનાઈ કરી છે. પુલ આખો ધ્રુજે છે. પુલ પર બે ગાબડાઓ પણ પડ્યા હતા. જર્જરીત પુલ મોટી દૂર્ઘટના સર્જશે.
દ્વારકા
6 જૂન 2023માં દ્વારકાના દરિયા પર ઓખા અને બેટદ્વારકાને જોડતો કેબલ – સિગ્નેચર પુલ 2017થી બની રહ્યો છે. સંવેદનશીલ મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં બની રહેલાં આ પુલનો વિવાદ એટલે છે કે તેની પર્યાવરણીય મંજૂરી લેવામાં આવી નથી. મોદી સરકાર એવું માનતી હતી કે, કપાસિયે કોઠી ફાટી ન જાય.
વર્ષ 2017માં રૂ. 962 કરોડના કેબલ-સ્ટેડ સિગ્નેચર પુલ યોજનાને મંજૂરી આપી હતી. ઓખા અને બેટ દ્વારકાને જોડતો 3.73 કિમીનો ફોર-લેન 27.20 મીટર પહોળો કેબલ સ્ટેડ સિગ્નેચર પુલ બને છે. 2.5 મીટર ફૂટપાથ. 1 મેગાવોટની સોલર પેનલલ છે. ઓખા બાજુના આ પુલની લંબાઇ 209 મીટર, જ્યારે બેટ દ્વારકા બાજુએ 1101 મીટરની છે. પુલની લંબાઈ 2.32 કિમી છે. ભારતમાં સૌથી મોટી પુલ છે. 150 મીટર ટોલ અને બે તોરણ હશે. બે બાજુઓ પરના અન્ય 13 સ્પાનની લંબાઈ 50 મીટર છે. જ્યારે આવી ઘટના બને છે ત્યારે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાય છે. જેની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. કામગીરીની તટસ્થ રીતે તપાસ કરવામાં આવે ગુજરાતમાં આ કંપનીની કામગીરી ચાલી રહી છે. તો તેનું માલ સામાન ચેક થવું જોઈએ ક્યાંય ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તેનું પણ ધ્યાન લેવું જોઈએ.
આ પણ વાંચોઃ
Corruption Bridge: અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા રસ્તા પોપડા ઉખડ્યા | PART- 5
Corruption Bridge: પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ટોલ વેરા બંધ કરાવી દીધા હતા | PART- 4