
- 9 ફેબ્રુઆરીના રોજ ઓડિશાના કટકમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી વન ડે રમાશે
- મેચની ટિકિટ ખરીદવા આજે બારાબતી સ્ટેડિયમ પર ભારે ભીડ જમા થઈ
India vs England ODI Match: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી આવતીકાલે એટલે કે 6 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાશે, જ્યારે બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં યોજાવાની છે. આ દરમિયાન, કટક ODI ટિકિટ માટે ચાહકોમાં ભાગદોડની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને કેટલાક લોકો બેભાન પણ થઈ ગયા છે.
તાજેતરમાં ટી20 સિરિઝમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 4 – 1થી હરાવી હતી. તેમાંય છેલ્લી મેચમાં તો ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને બેટિંગ – બોલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય ક્ષેત્રમાં મોટી પછડાટ આપી હતી. 13 સિક્સ સાથે અભિષેક શર્માની સેન્ચુરીની મદદથી ટીમ ઇન્ડિયાએ 150 રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો.

ટી20 બાદ હવે ત્રણ વન ડે મેચની સિરિઝનો 9મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. જેના માટે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફિ પહેલાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જાણે ડ્રેસ રિહર્સલ થવાનું હોય તેવી રીતે આ સિરિઝને જોવામાં આવી રહી છે. ત્યારે પહેલી વન ડે મેચ માટે ઓડિશાના કટકના ક્રિકેટ પ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે.
તા. 9 ફેબ્રુઆરીના રોજ કટકના બારાબતી સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પહેલી વન ડે મેચ માટે આજે ટિકિટ વેચવાનું શરૂ થયું હતું. સવારથી મોટી સંખ્યામાં ટિકિટવાંચ્છુ ક્રિકેટપ્રેમીઓનો જમાવડો સ્ટેડિયમ પર થવા લાગ્યો હતો. મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકઠાં થતાં સ્ટેડિયમ પરની વ્યવસ્થા પડી ભાંગી હતી. ભીડમાં ભારે ધક્કામુક્કી થવા ઉપરાંત કેટલાંક લોકો અન્ય લોકો પર ચઢીને ટિકિટ બારી સુધી પહોંચવાનો પ્રયત્ન કરતાં જોવા મળ્યાં હતાં. એક તબક્કે દોડધામની પરિસ્થિતિ સર્જાતાં 15 જેટલાં લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે. તો કેટલાંક લોકો ભીડમાં બેભાન પણ થઈ ગયા હતાં.

પોલીસ તેમજ ક્રિકેટ મેચના સત્તાવાળાઓ દ્વારા ભીડને કાબૂમાં લેવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં ન આવી હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ મહાકુંભમાં થયેલી દોડધામની ઘટના હજી ચર્ચામાં છે ત્યારે કટક સ્ટેડિયમ ખાતે તંત્ર દ્વારા લોકોના જીવ જોખમમાં ના મુકાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા જેવી હતી. તેવું પણ ઘણાં લોકોનું માનવું હતું.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે મેચ 9 ફેબ્રુઆરીએ કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાશે. આજે બુધવારે (7 ફેબ્રુઆરી) મેચ પહેલા ટિકિટ કાઉન્ટર 52 હજારો લોકો ટિકિટ મેળવવા માટે એકઠા થયા હતા. આ સમય દરમિયાન ભીડ એટલી મોટી હતી કે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકો બેભાન પણ થઈ ગયા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ લોકોએ વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. અહેવાલો અનુસાર, ગઈકાલ રાતથી જ બારાબાતી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ચાહકો ટિકિટ માટે કતારમાં ઉભા હતા.









