
- ભાજપના સાંસદે કહ્યું- ‘નરેન્દ્ર મોદી પાછલા જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા’
નવી દિલ્હી: ભારતમાં અંધભક્તિની તમામ હદ્દો પાર કરવા માટે હોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે. તેમાંય ખાસ કરીને બીજેપી અને તેમના પ્રશંસકોમાં સ્પર્ધા ગળાકાપ થઈ ગઈ છે. આ સ્પર્ધામાં ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના સૌથી આગળ નિકળી ગયા છે. હવે તો તેમને પીએમ મોદીને શિવાજી મહારાજ જ બનાવી દીધા છે. તમને સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે, પાછલા જન્મમાં મોદીજી શિવાજી મહારાજ હતા. આમ શિવાજી મહારાજ કરતાં પણ પીએમ મોદીને આગળ મોકલી દીધા છે. તેઓ કહેવા માંગે છે કે, પાછલા જન્મમાં પીએમ મોદી જ મુઘલો સામે લડતા હતા. આ નિવેદન થકી તો તેમને શિવાજી મહારાજના અસ્તિત્વને જ ફગાવી દીધું છે. અંધભક્તિ અને ચરણચૂંબકની પણ એક હદ્દ હોય છે. બીજેપી અને તેમના સમર્થકો ક્યારે સમજશે. આ અંધભક્તિના કારણે દેશ પ્રતિદિવસ 20મી સદીમાં ધકેલાઈ રહ્યું છે.
એક તરફ દુનિયા આખી ટેકનોલોજીના સહારે ગ્રોક સાથે વાતો કરી રહી છે, સુનિતા વિલિયમ્સ 9 મહિના પછી પરત ધરતી ઉપર આવી રહ્યા છે. ચીન એઆઈમાં અમેરિકાને ટક્કર આપવા માટે અવનવા અખતરા કરી રહ્યું છે, ત્યારે આપણે 300 વર્ષ પહેલાના ઇતિહાસને ખોદીને ઓરંગજેબના હાંડકાઓને બહાર લાવવાની વાતો કરી રહ્યાં છીએ. ખરેખર તો, આ માત્ર એક ડાયવર્જન છે. વાત તો મોદીની નિષ્ફળતાઓને છૂપાવવાની જ છે પરંતુ મોદીની નિષ્ફળતાઓ છૂપાવવા માટે સમાજને તોડવું કેટલું યોગ્ય છે?
ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતે પીએમ મોદી અને છત્રપતિ શિવાજી વિશે એવું નિવેદન આપ્યું છે, જેનાથી હોબાળો મચી ગયો છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી તેમના પાછલા જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા. તેમના નિવેદન પછી ડેપ્યુટી સ્પીકરે તેમના નિવેદનને ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરવાનો આદેશ આપવો પડ્યો છે.
પ્રદીપ પુરોહિતે શું કહ્યું?
ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતે કહ્યું, ‘ગિરિજા બાબા નામના એક સંતે મને કહ્યું કે દેશના પીએમ નરેન્દ્ર મોદીનો પૂર્વ જન્મ છત્રપતિ શિવાજી મહારાજ તરીકે થયો હતો.’ એટલા માટે તે રાષ્ટ્ર નિર્માણમાં કામ કરી રહ્યા છે.
વિપક્ષે નિશાન બનાવ્યું
ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના આ નિવેદન પર હોબાળો મચી ગયો છે. તેમના આ નિવેદનની સોશિયલ મીડિયા પર પણ ઘણી ટીકા થઈ રહી છે. કોંગ્રેસના સાંસદ વર્ષા એકનાથ ગાયકવાડે ભાજપના સાંસદનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, ‘અવિભાજિત ભારતના આદરણીય દેવતા છત્રપતિ શિવાજી મહારાજનું વારંવાર અપમાન કરવા અને મહારાષ્ટ્ર અને વિશ્વભરમાં શિવભક્તોની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે ભાજપ નેતૃત્વ દ્વારા એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.’
छत्रपति शिवाजी महाराज का अपमान‼️
BJP सांसद प्रदीप पुरोहित ने छत्रपति शिवाजी महाराज का किया अपमान, कहा –
“नरेंद्र मोदी पिछले जन्म में छत्रपति शिवाजी महाराज थे”pic.twitter.com/0T1RelbCBH
— Anahat🇮🇳 (@AnahatSagar) March 17, 2025
આ લોકોએ નરેન્દ્ર મોદીના માથા પર છત્રપતિ શિવાજી મહારાજની માનદ ટોપી મૂકીને તેમનું ઘોર અપમાન કર્યું છે. હવે આ ભાજપના સાંસદનું આ ઘૃણાસ્પદ નિવેદન સાંભળો. શિવાજીનું વારંવાર અપમાન કરવા બદલ અમે ભાજપની જાહેરમાં નિંદા કરીએ છીએ. ભાજપ શિવ-દ્રોહી છે. અમે શિવાજીનું અપમાન ક્યારેય સહન નહીં કરીએ. નરેન્દ્ર મોદીએ તાત્કાલિક દેશની માફી માંગવી જોઈએ અને આ સાંસદને સસ્પેન્ડ કરવા જોઈએ.
તમને જણાવી દઈએ કે આ સમયે દેશમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. તેથી, દેશમાં છત્રપતિ શિવાજી અને મરાઠા સામ્રાજ્ય અંગે ઘણી વાતો ચાલી રહી છે અને મુઘલ સામ્રાજ્યની ટીકા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે છત્રપતિ શિવાજી મહારાજે ઔરંગઝેબનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું.