
Dahod: દાહોદના લીમખેડા વિસ્તારમાં પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવી છે, જેને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. લીમખેડા માર્કેટ યાર્ડથી ચોપટપલ્લી, મોટા માલ અને ગોરિયા સુધી બે લેનનો નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ આ રસ્તાની વચ્ચે મોટા હાથી ધારા ગામમાં એક વીજળીનો થાંભલો હટાવવાનું પ્રશાસન ભૂલી ગયું છે. આ થાંભલો રસ્તાની વચ્ચે જ ઊભો રહેવાને કારણે વાહનચાલકો માટે મોટો ખતરો બની ગયો છે.
દાહોદમાં અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી ઘટના
વધુ ચોંકાવનારી વાત એ છે કે આ થાંભલા પર કોઈ રિફ્લેક્શન લાઇટ કે રેડિયમ લગાવવામાં આવ્યું નથી, જેના કારણે ખાસ કરીને રાત્રે અથવા ઝડપથી આવતા વાહનો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે.
તાત્કાલિક થાંભલો હટાવવાની માંગ
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના બનવાની શક્યતા છે. પ્રશાસનની આ ચૂકને “અંધેરી નગરી ને ગંડુ રાજા” જેવી સ્થિતિ સાથે સરખાવવામાં આવી રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક આ થાંભલો હટાવવા અને રસ્તાને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. જો કે પ્રશાસન તરફથી હજી સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ સ્થાનિક વહીવટની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:
Madhya Pradesh: 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા માતા-પિતાના ડરથી જીવન ટુંકાવ્યું
Junagadh: મોડી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કેમ પોલીસ સ્ટેશન માથે લીધું? કોને બચાવે છે પોલીસ?
Surendranagar: મૂકબધિર પિતાએ સગી દીકરીને જ હવસનો શિકાર બનાવી, સગીરા ગર્ભવતી થતા ફૂંટ્યો ભાંડો