
Dahod: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી નકલીની ભરમાર જોવા મળી રહી છે. જેમા ખાસ કરીને દાહોદ જિલ્લામાં. દાહોદમાં, નકલી સરકારી કચેરી, નકલી કર્મચારી, નકલી ચલણી નોટોનું રેકેટ, નકલી દસ્તાવેજોથી લોન આપવાનું SBI કૌભાંડ, નકલી જમીન કૌભાંડ, નકલી તેલ,નકલી NA પ્રકરણ, નકલી IT જેવા કૌભાંડો સામે આવ્યા બાદ હવે નકલી જજ પણ પકડાયો છે.
દાહોદમાંથી નકલી જજ ઝડપાયો
દાહોદમાં વધુ એક વખત નકલીનો પર્દાફાશ થયો છે. દાહોદ જિલ્લામાં જજની નકલી ઓળખ આપી લોકોને ભરમાવી કોર્ટ કેસોના નિકાલના નામે છેતરપિંડી કરતો મહાઠગ પોલીસના હાથમાં આવ્યો છે. આ આરોપી, જે મૂળ બનાસકાંઠા જિલ્લાના યુવાન તરીકે ઓળખાયો છે, વિવિધ હોદ્દાઓની ખોટી ઓળખ દર્શાવીને લોકોને ધમકાવતો હતો. પોલીસને મળેલા પુરાવાઓમાં વકીલ, જજ તથા અન્ય અધિકારીઓની ભૂમિકા ભજવવાના નકલી દસ્તાવેજો જોવા મળ્યા છે.
આ રીતે લોકો સાથે કરતો હતો ઠગાઈ
મળતી માહિતી મુજબ ઘટનાની શરૂઆત દાહોદ નજીકના એક પેટ્રોલ પંપ પર થઈ, જ્યાં આ મહાઠગ જજ તરીકે રજૂ થઈને કર્મચારીને કોર્ટ કેસમાંથી મુક્તિની વાત કરી રૂપિયાની માંગ કરી હતી. પરંતુ પેટ્રોલ પંપના કર્મચારીએ સંશય વ્યક્ત કરતાં આરોપી ભાગી ગયો હતો. કર્મચારીની ફરિયાદ પર પોલીસે તપાસ શરૂ કરી અને સુરત નજીકથી આરોપીની ધરપકડ કરી. તપાસમાં જાણવા મળ્યું કે આ મહાઠગ દાહોદ અને આસપાસના વિસ્તારોમાં લોકોને કોર્ટ કેસોના નિકાલ, જમીન વિવાદો અને અન્ય કાનૂની મુદ્દાઓના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરતો હતો. તે વાતચીતમાં લોકોને ભરમાવવા માટે નકલી કોર્ટ દસ્તાવેજો અને ફોન કોલ્સનો ઉપયોગ કરતો હતો.
રાજ્યમાં આ પ્રકારની છેતરપિંડીઓ વધી રહી છે, જેમાં આરોપીઓ કાનૂની વ્યવસ્થાનો દુરુપયોગ કરે છે. જેથી કોઈપણ અજાણ્યા વ્યક્તિની વાત પર વિશ્વાસ ન કરી, સત્તાવાર માહિતી મેળવવી જોઈએ.
આ પણ વાંચો:
Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો
Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત
Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








