
Damodar Kund:જુનાગઢનાં પ્રસિદ્ધ તિર્થધામ દામોદરકુંડમાં ગંદકીના ઢગ અને ગંદા પાણીથી લોકો સ્નાન કરવા મજબુર બન્યા છે. નરસિંહ મહેતાની સ્મૃતિઓથી જોડાયેલા અને પિતૃ તર્પણ માટે પ્રસિદ્ધ દામોદરકુંડમાં ગંદકીને લઈને કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરી રહયું છે. હવે કોંગ્રેસે દામોદરકુંડનાં ગંદા પાણીમાં સ્નાન કરવા મનપા અને જિલ્લાનાં પદાધિકારીઓને આહવાન કર્યું છે. તેમજ આગામી શ્રાવણ મહિના સુધી જો દામોદર કુંડની સફાઇ યોગ્ય રીતે ન થાય તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે આ મામલે વરિષ્ઠ પત્રકાર હેમાંશું ભાયાણીએ હિન્દુત્વવાદી ભાજપી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
પિતૃ તર્પણ માટે પ્રસિદ્ધ દામોદર કુંડમાં ગંદકીનું સામ્રાજ્ય
હિન્દુત્વના નામે ચૂંટાતાં ભાજપીઓ હિન્દુ ધર્મની આસ્થાના કેન્દ્રોનું નિકંદન વાળી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતાઓએ પવિત્ર દામોદરકુંડમાં ગંદકીના ઢગ અને ગંદા પાણીમાં સ્નાન કરવા પદાધિકારીઓ ને આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે, સ્વચ્છતાના ક્રમાંક માં 26 મો નંબર મેળવનાર જૂનાગઢની સ્થિતિ જુઓ કેટલી ખરાબ છે.
કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર
દામોદર કુંડની પવિત્રતા જાળવવા ચોખ્ખાઈ અને સ્વચ્છતા જરૂરી છે પણ પદાધિકારીઓ અને અધિકારીઓ આ મામલે ઉદાસીન છે. ત્યારે અહીં આવતા ભાવિકો પણ આ ગંદા પાણીનું ચરણામૃત લેવા કેમ તેવા સવાલ પૂછી રહ્યા છે. વધુમાં તેમણે કહયું કે, મુસ્લિમ હોવા છતાં હિન્દુ ધર્મના સ્થાનની આ દુદર્શા જોઈ દુઃખી થઈ પોતાની ગ્રાન્ટ માંથી રકમ આપી જરૂરી કામો કરાવવા મુસ્લિમ કોર્પોરેટરએ તૈયારી બતાવી છે. પરંતુ હિન્દુ ધર્મના હોવાછતાં કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ ડોકાયા જ નહી તેમ કહીને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચોઃ
Israel iran War: ઇઝરાયલે હમાસ કમાન્ડરને ઠાર માર્યો, 75 આતંકવાદી ઠેકાણાઓ પર કર્યો હુમલો
Journalist Ajit Anjum એ ખોલી વધુ એક પોલ, બિહારમાં મતદારોની જાણ બહાર ફોર્મ થયા સબમિટ
Earthquack News:ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા, જાણો વિગતો
Vadodara: રજા પાડનાર વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા કાનનો પડદો ફાટ્યો, શિક્ષકને શું સજા થઈ?
Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?
Uttar Pradesh: નકલી પોલીસ ગર્લફ્રેન્ડને મળવા ગયો, પરિવારે ઝડપ્યો અને પછી ફૂટ્યો ભાંડો










