
Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે એક ઝેર હોય છે અને આ ઝેર સમગ્ર દેશમાં ફેલાઈ ચૂક્યું છે ત્યારે આંધ્ર પ્રદેશના ઇસ્ટ ગોદાવરી જિલ્લામાં નકલી દૂધનું સેવન કરતા 16 લોકોના મોત થઈ ગયા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે.
East Godavari district, Andhra Pradesh | Death toll in the suspected milk adulteration case has climbed to 16. Three others are currently undergoing treatment at hospitals in Rajamahendravaram, with their condition being closely monitored: K. Venkateswara Rao, DMHO East Godavari…
— ANI (@ANI) March 22, 2026
ચોંકાવનારી વાત તો એ છે કે ગત ફેબ્રુઆરી મહિનાથી નકલી દૂધની ફરિયાદો મળતી હોવાછતા નફ્ફટ તંત્રએ કોઈ ધ્યાન નહિ આપતા આખરે મોતનું તાંડવ ખેલાયું છે, વિગતો મુજબ આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં નકલી દૂધના સેવનથી અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે, અને ત્રણ અન્ય દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે અને તેમની સારવાર રાજમહેન્દ્રવરમની હોસ્પિટલોમાં ચાલી રહી છે.
આ ઘટના બાદ થયેલી તપાસમાં દૂધમાં ઇથિલિન ગ્લાયકોલ નામનું ઝેરી રસાયણ મળી આવ્યું હતું. આ પદાર્થનો ઉપયોગ સામાન્ય રીતે શીતક તરીકે થાય છે અને તેના સેવનથી કિડની ફેલ થઈ શકે છે.રાજમહેન્દ્રવરમના લાલચેરુવુ, ચૌદેશ્વરનગર અને સ્વરૂપનગર વિસ્તારોમાં નકલી દૂધકાંડની અસર જોવા મળી હતી. પીડિતોમાં વૃદ્ધો અને બાળકોનો સમાવેશ થાય છે.
ઝેરી દૂધ પીધાના થોડા કલાકોમાં જ લોકોને ઉલટી, પેટમાં તીવ્ર દુખાવો, પેશાબ ન થવો વગરે લક્ષણો દેખાતા દોડધામ મચી ગઇ હતી, નરસાપુરમ ગામમાં ડેરી યુનિટથી 100થી વધુ પરિવારોએ દૂધ લઈને પીધું હતું જે બાદ તેના લક્ષણો દેખાવા લાગ્યા હતા.
નરસાપુરમ ગામમાં શંકાસ્પદ ડેરી યુનિટને સીલ કરી દેવામાં આવ્યું છે, અને સંડોવાયેલા વિક્રેતાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
આંધ્ર પ્રદેશ સરકારે પીડિતોના પરિવારજનોને ₹10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે, કહેવામાં આવી રહ્યું છે કે તા. 22 ફેબ્રુઆરીએ પણ નકલી દૂધ મામલે ફરિયાદો મળી હતી. સ્થાનિક ડેરી યુનિટને સપ્લાય કરવામાં આવેલું દૂધ ઝેરી અને દૂષિત હોવાનું આખરે તપાસમાં ખુલ્યું છે.
FSSAI એ આ બાબતે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે, અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ ઝેરી કેમિકલ ભેળવી નકલી દૂધ બનાવી વેચવાનું કે ડેરીમાં સપ્લાય થતું હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ પણ બધું બેરોકટોક ચાલી રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યુ છે ત્યારે સરકાર ગંભીર નહિ બનતાં હવે ગુજરાતમાં પણ નકલી દૂધને કારણે મોટી જાનહાની થવાની શક્યતા વ્યકત થઈ રહી છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









