
Delhi Budget 2025: દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર સોમવારે ‘ખીર’ સમારોહ સાથે શરૂ થયું હતું, અને આજે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. દિલ્હીના સામાન્ય લોકોને બજેટથી ઘણી અપેક્ષાઓ છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં આવેલી ભાજપ સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું હતુ. બજેટમાં મહિલા સમૃદ્ધિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને તેના માટે અલગથી નાણાં ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી માટે 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે.
દિલ્હીમાં વૈશ્વિક રોકાણ સમિટ યોજાશે
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટ રજૂ કરતી વખતે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે દિલ્હીમાં પહેલીવાર વૈશ્વિક રોકાણ સમિટનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવાનો પ્રયાસ કરીશું.
ધારાસભ્ય ભંડોળમાં 350 કરોડ રૂપિયાની જોગવાઈ
દિલ્હી વિધાનસભાના બજેટ ભાષણ દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ધારાસભ્ય ભંડોળમાં 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ ધારાસભ્યોને કામ કરવા માટે સંપૂર્ણ ભંડોળ મળશે. હવે ધારાસભ્યોને ભંડોળની અછતનો સામનો કરવો પડશે નહીં.
દિલ્હીના બજેટમાં આ મુદ્દાઓ પર ધ્યાન
બજેટમાં માળખાગત વિકાસની સાથે 10 ક્ષેત્રોના કામને ધ્યાને વધુ લેવાયા છે. જેમાં વીજળી, પાણી અને રસ્તાઓનો વિકાસ સામેલ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા 2025-26 માં માળખાગત પ્રોજેક્ટ માટે 1 હજાર કરોડ રૂપિયાની રકમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે દિલ્હીને નવો દેખાવ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
દિલ્હીમાં મુખ્યમંત્રીએ બજેટ કેમ રજૂ કર્યું?
ઉલ્લેખનયી છે કે દેશના કોઈપણ રાજ્યમાં નાણામંત્રી બજેટ રજૂ કરે છે. ત્યારે દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટ રજૂ કર્યું છે. ત્યારે દરેકને સવાલ થઈ રહ્યા છે. કે મુખ્યમંત્રીએ બજેટ કેમ રજૂ કર્યું? તો આપને જાણવી દઈએ કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા જ નાણાંમંત્રી પણ છે. તેમની પાસે નાણા વિભાગનો હવાલો છે. જેથી તેમની સત્તાવાર બજેટ રજૂ કરવાની જવાબદારી છે.
આ પણ વાંચોઃ Solar eclipse: શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે
આ પણ વાંચોઃ Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, કોણ જીતશે? | GT vs PBKS
આ પણ વાંચોઃ અમદાવાદ-મુંબઈનો રેલવ વ્યવહાર પુનઃ શરુ, વટવા નજીક ક્રેન તૂટી પડી હતી | Crane collapses
આ પણ વાંચોઃ Vadodara: ધારાસભ્યએ કરેલા સમૂહલ લગ્નના આયોજનમાં દુષ્કર્મના આરોપીનું સન્માન