
- દિલ્હી ચૂંટણી પરિણામ: મનીષ સિસોદિયાની હાર- BJP મોટી જીત તરફ; 48 સીટો પર લીડ
દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં ભાજપના હાથમાં સત્તા આવતી હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ટ્રેન્ડમાં, AAP કન્વીનર કેજરીવાલ નવી દિલ્હી બેઠક પર ભાજપના પ્રવેશ વર્મા સામે હારી ગયા છે. તો બીજી તરફ, મનીષ સિસોદિયા જંગપુર સીટ પરથી હારી ગયા છે. તેઓને ભાજપના તરવિન્દર સિંહ વકીલે હરાવ્યા છે.
મતગણતરીના 2 કલાક પછી ચૂંટણી પંચના આંકડા મુજબ, 70 બેઠકોમાંથી, ભાજપ 48 બેઠકો પર અને આમ આદમી પાર્ટી (AAP) 24 બેઠકો પર આગળ છે.
#WATCH | AAP candidate from Jangpura constituency, Manish Sisodia, who is trailing behind BJP’s Tarvinder Singh Marwah, at the counting centre pic.twitter.com/oc66ZDCy7t
— ANI (@ANI) February 8, 2025
વલણો આવ્યા પછી દિલ્હી ભાજપ મુખ્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે ભાજપ મુખ્યાલયની મુલાકાત લેશે. ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. આ પહેલાં, 1993માં ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી હતી. ત્યારે ભાજપે 5 વર્ષમાં 49 બેઠકો જીતી અને 3 મુખ્યમંત્રી બદલ્યા હતા.