
Delhi: દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હોસ્પિટલ દવા લેવા ગયેલી 15 વર્ષની સગીરા પર ગોળીઓ ચલાવી તેની હત્યા કરી નાખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. જાણવા મળ્યું કે તેની પાડોશમાં રહેતો આર્યન નામનો છોકરો એકતરફી પ્રેમમાં પાગલ હતો. જો કે છોકરી તાબે ન થતાં મોતના મુખમાં ધકેલી દીધી છે.
હાલ એકતરફી પ્રેમમાં હત્યા થતી હોવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને હવે કોઈનો ડર રહ્યો નથી. ખુલ્લેઆમ હત્યાઓ કરવામાં આવે છે. કોઈનું ગળુ કપાય છે તો કોઈને સળગાવવામાં આવે છે. આમ ગુનેગારો હત્યા કરવા માટે નવા નવા રસ્તાઓ અપનાવી રહ્યાં છે. ત્યારે જરુર છે સાવધાન રહેવાની કયારેય કોઈ વાતને અવગણશો નહીં જો શંકા જણાય તો યોગ્ય સમયે પોલીસને જાણ કરો પરિવારને જાણ કરો જેથી અપરાધને સમય રહેતા રોકી શકાય.
શું ઘટના બની હતી?
જહાંગીરપુરી વિસ્તારમાં એક 15 વર્ષની સગીરા દવા લેવા મિત્ર સાથે હોસ્પિટલમાં જાય છે. ત્યાં અચાનક 20 વર્ષનો આર્યન નામનો છોકરો જે છોકરીનો પાડોશી હોય છે ત્યાં આવે છે. જોરથી દરવાજો ખોલી અંદર ઘુસી જાય છે. અને કંઈપણ બોલ્યા વિના ગુસ્સામાં સગીરાને એક પછી એક ચાર ગોળીઓ મારી દે છે. આ જોઈ ર્ડાકટર પણ આશ્રયચકિત થઈ જાય છે અને બોલી શકતા નથી. ચાર ગોળીમાંથી એક ગોળી પેટમાં એક ખભે અને બે તેની છાતીમાં વાગે છે.આર્યન ત્યાંથી ભાગી જાય છે. સગીરાને લોહી લુહાણ જોઈ મિત્ર ચિસો પાડવા લાગે છે જેથી આજુબાજુના લોકો ભેગા થઈ જાય છે.
આ ઘટના બાદ ભેગા થયેલા લોકોમાંથી એકવ્યકિત પોલીસને જાણ કરે છે. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી જાય છે. પરિવારના સભ્યો પણ ત્યાં આવી જાય છે. અને પછી સગીરાને મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. પણ ત્યાં તેને મૃત જાહેર કરાય છે.આ સાંભળી પરિવારને ઝટકો લાગે છે તેની માતા બેભાન થઈ જાય છે.
પોલીસે તપાસમાં શું કહ્યું?
પોલીસે તપાસમાં જણાવ્યું કે સગીરા અને આર્યન થોડા સમય પેલા જ દોસ્ત બન્યાં હતા પરતું જેમ જેમ સગીરા તેનાથી દૂર થવા લાગી તેમ તેમ આર્યનનું પાગલપન વધવા લાગ્યું. પછી તેને ડરાવવા ધમકાવવાનું ચાલુ કરી દીધું પણ સગીરાએ તેને નજરઅંદાજ કરી દીધું તેને નહોતી ખબર કે આ ભૂલ તેને મોંઘી પડશે. હત્યાનું મુખ્ય કારણ એકતરફી પ્રેમ જ હતો કેમકે આર્યને નક્કી કર્યુ હતું કે ના મળે તો મારી નાખવાનુ.
આ ઘટના પછી ભારે તણાવ ઊભો થાય છે કેમકે બંને અલગ અલગ સમુદાયના હોય છે. સ્થિતિ સંભાળવા મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવે છે. આ અંગે તપાસ કરવા ઉચ્ચઅધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમોને પણ બોલાવે છે.બીજી બાજું આર્યનને શોધવા માટે પણ પોલીસ ટીમો લાગી ગઈ છે.
આ પણ વાંચો:
SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!
Rahul Gandhi: માનહાનિ કેસમાં રાહુલને મળ્યા જામીન, અમિત શાહ વિશે શું બોલ્યા હતા?
Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?