
Justice Yashwant Verma: દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાનમાંથી મળી આવેલી ચલણી નોટોના બળી ગયેલા બંડલના કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાત્રે એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં ન્યાયાધીશના સત્તાવાર નિવાસસ્થાનમાં નોટોના બંડલ સળગતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં, જસ્ટિસ યશવંત વર્માનું સત્તાવાર નિવાસસ્થાન 30 તુઘલક રોડ, દિલ્હી ખાતે છે. રવિવારે તેમના ઘરની બહાર 500 રૂપિયાની બળી ગયેલી નોટ મળી આવી હતી. ત્યારે હવે આ ચલણી નોટો કોની છે તે મામલે સવાલ ઉભા થયા છે. બીજી બાજુ આરોપી જજ કહે છે કે અહીં મારા પરિવાર દ્વારા નાણા મૂકવામાં આવ્યા નથી. મને ફસાવવામાં આવે છે. ત્યારે આ રુપિયા ખરેખર કોના છે તે સવાલ છે, આજ મામલે જુઓ વધુ ચર્ચા. તમારો અભિપ્રાય જરુર આપો, @Mayurjaniofficial