
- દિલ્હી: રેખા ગુપ્તાને મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બદલ કેજરીવાલે અભિનંદન આપ્યા; જાણો શું કહ્યું?
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ આતિશીએ રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા છે.
આમ આદમી પાર્ટીના બંને નેતાઓએ કહ્યું છે કે તેઓ દિલ્હીના વિકાસ માટે નવા મુખ્યમંત્રીને સંપૂર્ણ સમર્થન આપશે.
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “રેખા ગુપ્તા જીને દિલ્હીના મુખ્યમંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મને આશા છે કે તેઓ દિલ્હીના લોકોને આપેલા બધા વચનો પૂરા કરશે. અમે દિલ્હીના લોકોના વિકાસ અને કલ્યાણ માટેના દરેક કાર્યમાં તેમનું સમર્થન કરીશું.”
આ અંગે આતિશીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “રેખા ગુપ્તાજીને દિલ્હીના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન. ખુશીની વાત છે કે દિલ્હીનું નેતૃત્વ એક મહિલા કરશે. મને આશા છે કે દિલ્હીના લોકોને આપેલા વચનો પૂરા થશે. દિલ્હીના વિકાસ માટે તમને આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ ટેકો મળશે.”
આ પણ વાંચો-અમેરિકાનાં 6 રાજ્યમાં પૂર; 15 લોકોનાં મોત: જીવલેણ ઠંડીથી 9 કરોડ લોકો પ્રભાવિત