
Delhi: દિલ્હી પોલીસ જસ્ટિસ યશવંત વર્માના ઘરે પહોંચી ગઈ છે અને તેમના સ્ટોર રૂમ અને આસપાસના વિસ્તારને સીલ કરી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ડીસીપી નવી દિલ્હી દેવેશ કુમાર મહાલા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તપાસ સમિતિના આદેશ પર જ્યાં આગ લાગી હતી તે જગ્યાને સીલ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ સમગ્ર સ્ટોર રૂમ અને આસપાસના વિસ્તારને સીલ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી અડધી બળી ગયેલી રોકડ મળી આવવાના મામલા થયેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. અરજીમાં દિલ્હી પોલીસને આ મામલે FIR નોંધવાનો નિર્દેશ આપવાની માંગ કરાઈ છે.
એડવોકેટ મેથ્યુઝ જે નેદુમ્પારાએ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચને વિનંતી કરી કે અરજી તાત્કાલિક સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવે કારણ કે તે વ્યાપક જાહેર હિતને લગતી છે. જેના પર CJI એ કહ્યું કે અરજી પર સુનાવણી કરવામાં આવશે. વકીલે દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે પ્રશંસનીય કાર્ય કર્યું છે, પરંતુ FIR જરૂરી છે. આના પર CJI એ કહ્યું, ‘જાહેર નિવેદનો ન આપો.’
FIR નોંધવા માટે નિર્દેશ આપવાની માંગ
કેસમાં એક મહિલા અને સહ-અરજીકર્તાએ કહ્યું કે જો આવો કેસ સામાન્ય નાગરિક સામે હોત તો CBI અને ED જેવી ઘણી તપાસ એજન્સીઓ તેની પાછળ પડી હોત. સીજેઆઈએ કહ્યું, અરજી પર સુનાવણી કરવામાં આવશે. નેદુમ્પરા અને અન્ય ત્રણ લોકોએ રવિવારે એક અરજી દાખલ કરીને પોલીસને આ કેસમાં FIR નોંધવાનો નિર્દેશ આપવાની માંગ કરી હતી.
શું મામલો છે?
14 માર્ચે રાત્રે 11.35 વાગ્યે જસ્ટિસ વર્માના લુટિયન્સ દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ દરમયિયાન ઘરમાંથી કરોડોની રકમની ચલણી નોટો બળેલી હાલતમાં મળી આવી હતી. આ વિવાદના પગલે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે જસ્ટિસ વર્માને તેમના અલ્હાબાદ હાઇકોર્ટમાં પાછા ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી.
22 માર્ચે CJI જસ્ટીસના ઘરની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી અને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાયના તપાસ રિપોર્ટના આધારે નિર્ણય લીધો હતો. આમાં કથિત રીતે મળી આવેલી મોટી રકમના ફોટોગ્રાફ્સ અને વીડિયોનો સમાવેશ થાય છે. જોકે, જસ્ટિસ વર્માએ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે તેમણે કે તેમના પરિવારના કોઈ સભ્યએ ક્યારેય સ્ટોરરૂમમાં કોઈ રોકડ રકમ રાખી નથી.
આ પણ વાંચોઃ Amreli: શાળામાં બ્લેડથી 40થી વધુ બાળકોએ હાથ-પગની નસો કાપવાના પ્રયત્ન કર્યા, શિક્ષકો શું કરતા હતા?
આ પણ વાંચોઃ બેંકમાં થયેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતાં પત્રકારની ધરપકડ | Assam journalist arrest
આ પણ વાંચોઃ Mehsana: બસે રિક્ષાને ઢસડી, વૃધ્ધા કચડાઈ, હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચોઃ Junagadhમાં મગફળીનું મોટું કૌભાંડ: સારી મગફળી વેચી, રાજસ્થાનથી લાવી હલકી ગોડાઉનમાં ભરી