
Delhi News: દેશની રાજધાનીમાં મહિલાઓની સુરક્ષા પર રોજેરોજ સવાલો ઉભા થાય છે. દિલ્હીમાં ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે રસ્તાની વચ્ચે 6 છોકરીઓને બેરહેમીથી માર માર્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે ઘટનાસ્થળે હાજર સેંકડો લોકો તમાશો જોતા રહ્યા, પરંતુ કોઈએ આ મામલામાં હસ્તક્ષેપ કર્યો નહીં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો જાહેરમાં 6 છોકરીઓને માર મારી રહ્યો છે અને ત્યાં ઉભેલા લોકો ફક્ત તમાશો જોઈ રહ્યા છે.
વીડિયો વાયરલ
🔴BREAKING | दिल्ली के रोहिणी में बीच सड़क पर बवाल, एक लड़के और 6 लड़कियों के बीच मारपीट#Delhi | @RajputAditi pic.twitter.com/totgGsfJsG
— NDTV India (@ndtvindia) August 26, 2025
આ વીડિયોમાં એ પણ જોવા મળે છે કે છોકરીઓ પોતાને બચાવવા માટે છોકરા સાથે કેવી રીતે લડતી જોવા મળે છે, પરંતુ છોકરો સાંભળતો નથી અને તેમને માર મારી રહ્યો છે. ઘટના દિલ્હીના રોહિણી સેક્ટર 7 ની છે. અહીં એક છોકરો કેટલીક છોકરીઓનો પીછો કરી રહ્યો છે અને તેમના વાળ પકડીને માર મારી રહ્યો છે. છોકરો હાથમાં જે આવે તેનાથી છોકરીઓને માર મારી રહ્યો છે. આ પછી, ઘણા લોકો ત્યાં આવે છે જે છોકરાને પકડતા નથી કે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરતા નથી. ત્યાં ઉભેલા લોકો ફક્ત તમાશો જોઈ રહ્યા છે. જો કે આ ઘટના પાછળનું કારણ બહાર આવ્યું નથી.
દિલ્હીમાંથી સાંસદની ચેઈનની લૂંટાઈ હતી
તાજેતરમાં દિલ્હીમાં ચાલવા નિકળેલા કોંગ્રેસના સાંસદ આર. સુધાની સોનાની ચેઈન લૂંટનો ભોગ બન્યા હતા. જે બાદ દિલ્હીમાં સુરક્ષાને લઈ સવાલો ઉભા થયા હતા. દક્ષિણ દિલ્હી અને નવી દિલ્હી જિલ્લા પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સોહન રાવત ઉર્ફે સોનુ ઉર્ફે બુગ્ગુ (24 વર્ષ) છે, જે ઓખલાના હરકેશ નગરનો રહેવાસી હતો. તે એક કુખ્યાત ગુનેગાર છે જેની સામે દિલ્હીના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળ 26 કેસ નોંધાયેલા છે. તે 27 જૂને જેલમાંથી મુક્ત થયો હતો.
આ પણ વાંચો:
Delhi: મહિલા સાંસદની સોનાની ચેઈન લૂંટાઈ, ગળામાં ઈજાઓ, કપડાં ફાટ્યા, ગૃહમંત્રીને કરી જાણ!
MP: ‘સૌથી વધુ મહિલાઓ દારૂ પીવે છે’, મધ્યપ્રદેશમાં જીતુ પટવારીના નિવેદનથી ભારે હોબાળો
Jamnagar: અંબાણીના વનતારાની એકાએક કેમ તપાસ?, આ તો કારણો નથી!
Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?
PM મોદી જામનગરની મુલાકાતે, હાલ વનતારા પહોંચ્યા, શું વનતારા અંબાણીનો બિઝનેસ છે?
Vadodara: ભગવાન ગણેશની મૂર્તિ પર ઈંડા કોણે ફેંક્યા?, ભક્તોમાં રોષ
Ahmedabad: મોદીના બંદોબસ્ત માટે આવેલા બે મહિલા કર્મચારીઓના મોત કેવી રીતે થયા?
Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?