
Delhi Sudha Ramakrishna chain Snatching: હવે દેશની રાજધાની દિલ્હીમાં રાજકારણીઓ પણ સુરક્ષિત નથી. આજે સવારે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં કોંગ્રેસના મહિલા સાંસદ સુધા રામકૃષ્ણનની ચેઈન તોડીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો છે. દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
સોમવારે સવારે સુધા રામકૃષ્ણન મોર્નિંગ વોક માટે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે રાજધાનીમાં જો આવી ઘટનાઓ બની તો સામાન્ય સ્થળોની શું હાલત હશે. બીજી તરફ ભાજપ સરકાર સુરક્ષાના દાવાઓ કરે છે પણ હકીકત કંઈ અલગ જ છે.
Delhi | Member of Parliament from Mayiladuthurai Lok Sabha constituency in Tamil Nadu, R. Sudha writes to Union Home Minister Amit Shah, stating that her gold chain was snatched and she suffered injuries in th incident this morning near Poland Embassy in Chanakyapuri area. She… pic.twitter.com/YLWGZ2vqad
— ANI (@ANI) August 4, 2025
તમિલનાડુના મયિલાદુથુરાઈના સાંસદ સુધા રામકૃષ્ણને જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ ચાણક્યપુરીમાં પોલીશ દૂતાવાસ પાસે ડીએમકેના તેમના સાથી સાંસદ રાજથી સાથે ચાલી રહ્યા હતા. આ ઘટના પછી તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે સ્કૂટર પર સવાર એક વ્યક્તિએ તેમની ચેઇન છીનવી લીધી હતી. તેણે હેલ્મેટથી પોતાનો ચહેરો છુપાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી છે કે તેઓ ગુનેગારને શોધી કાઢવા અને તેની ધરપકડ કરવા અધિકારીઓને નિર્દેશ આપે.
મહિલા સાંસદે વધુમાં જણાવ્યું કે આ ઘટના સવારે 6:15 વાગ્યાની આસપાસ બની હતી. બદમાશ વિરુદ્ધ દિશાથી તેમની પાસે આવ્યો અને સોનાની ચેઈન છીનવીને ભાગી ગયો.
ગરદન પર ઈજા, કપડાં ફાટ્યા
અજાણો શખ્સ મહિલા સાંસદની નજીક ખૂબ જ ધીમે ધીમે આવ્યો હતો. જેથી તેમને અંદાજો પણ નોંહતો કે આવુ થશે. મહિલા સાંસદને ગરદનમાં ઈજા થઈ છે, અને તેમના કપડાં પણ ફાટ્યા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “મામલો નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. આરોપીઓને શોધવા અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવા માટે ઘણી પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે.” પોલીસ ઘટના સમયે વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની તપાસ કરી રહી છે અને પ્રત્યક્ષદર્શીઓ સાથે પણ વાત કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમિલનાડુ ભવન અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચો:
Shibu Soren: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા
UP: નેપાળી યુવતીને ટોળું સમજી બેઠું ચોર, યુવતી ધાબા પરથી કૂદી ગઈ છતાં છોડી નહીં, જાણો પછી શું થયું?
AI ગર્લફ્રેન્ડથી પ્રખ્યાત રોબોટ ‘મેલોડી’ શું કરી શકે છે?, જાણી દંગ રહી જશો