
Delhi: ઉત્તર-પૂર્વ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં, એક નાના ઝઘડા દરમિયાન, ઇન્દ્રજીત સિંહ (32) નામના યુવક પર તેના બે મિત્રો વિનોદ ઉર્ફે ટિંડા (31) અને આકાશ ઉર્ફે વિશાલ ઉર્ફે ચુરાન (24) એ છરી વડે હુમલો કર્યો. ઇન્દ્રજીત (32) ને ગંભીર હાલતમાં જીટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
છરીના ઘા ઝીંકી મારી નાંખ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે લગભગ 4:32 વાગ્યે ગોકુલપુરી વિસ્તારમાં એક યુવકને છરીના ઘા ઝીંકાયાના સમાચાર મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જાણવા મળ્યું હતું કે ઇન્દ્રજીતનો પરિવાર તેને GTB હોસ્પિટલમાં લઈ ગયો હતો.
ગુનો નોંધીને આરોપીની શોધ કરી શરૂ
ઘટના બાદ પોલીસ ટીમ હોસ્પિટલમાં પહોંચી ત્યારે ઇન્દ્રજીતની હાલત ગંભીર હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આરોપીની શોધ શરૂ કરી હતી. દરમિયાન, બુધવારે મોડી રાત્રે ઇન્દ્રજીતનું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
પૂછપરછમાં આરોપીએ કર્યો ખુલાસો
પૂછપરછ દરમિયાન વિનોદ અને આકાશે જણાવ્યું કે ઇન્દ્રજીત તેમનો મિત્ર હતો. મંગળવારે સાંજે ત્રણેય પાર્કમાં બેઠા હતા. ત્યારબાદ કોઈ મુદ્દા પર દલીલ દરમિયાન ઇન્દ્રજીતે આકાશનો મોબાઈલ ફોન તોડી નાખ્યો. આ મુદ્દે બંનેએ ઇન્દ્રજીતની હત્યા કરી દીધી.
આરોપીઓની કરવામાં આવી ધરપકડ
આ ઘટના બાદ પોલીસે આરોપીઓને પકડવા તપાસ ચાલુ કરી દીધી ઉત્તર-પૂર્વ જિલ્લાના પોલીસ નાયબ કમિશનર આશિષ મિશ્રાએ જણાવ્યું હતું કે બંને આરોપીઓની છરી સાથે ધરપકડ કરવામાં આવી છે.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!