
Devayat khavad case: જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમના સાથીઓ પર ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાના આરોપમાં કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. બુધવારે (17 સપ્ટેમ્બર) તેમના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તાલાલા કોર્ટે આરોપીઓના રિમાન્ડ લંબાવવાની ના પાડી અને દેવાયત ખવડની જામીન અરજી પણ ફગાવી દીધી. પરિણામે, ખવડ સહિત તમામ આરોપીઓને જૂનાગઢ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ કેસમાં આગળની સુનાવણી ગુરુવારે (18 સપ્ટેમ્બર) સેશન્સ કોર્ટમાં થશે.
શું હતો કેસ?
આ ઘટના ગત ફેબ્રુઆરીમાં દેવાયત ખવડ અને અમદાવાદના સનાથલના રહેવાસી ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે ડાયરા માટે પૈસાની લેતીદેતીને લઈને થયેલા વિવાદમાંથી શરૂ થઈ હતી. આ વિવાદનું મનદુઃખ ચાલુ રહ્યું હતું. 11 ઓગસ્ટે ધ્રુવરાજસિંહ ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીકના રિસોર્ટમાં ગયા હતા. બીજા દિવસે સોમનાથ જતી વખતે તેમની કારને ફોર્ચ્યુનર અને ક્રેટા કારે ટક્કર મારી. ત્યારબાદ દેવાયત ખવડ સહિત 12-15 શખ્સો પાઈપ અને ધોકા સાથે ઉતર્યા અને ધ્રુવરાજસિંહની કારની તોડફોડ કરીને તેમને માર માર્યો હતો.ધ્રુવરાજસિંહે જણાવ્યું કે, હુમલા પહેલાં તેમને ઈન્સ્ટાગ્રામ પર ગીરમાં ન આવવાની ધમકી મળી હતી, જેને તેમણે ગંભીરતાથી લીધી નહોતી. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, ખવડ અને તેમના સાથીઓએ તેમની રેકી કરી હતી અને રિસોર્ટમાં પણ તેમને શોધવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલો આયોજિત હોવાનો દાવો તેમણે કર્યો છે.
હવે કેસ સેશન્સ કોર્ટમાં આગળ વધશે
આ ઘટના બાદ નીચલી કોર્ટે ખવડ સહિત 15 આરોપીઓને જામીન આપ્યા હતા, પરંતુ તાલાલા પોલીસે આની સામે વેરાવળ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી. સેશન્સ કોર્ટે આ અરજી માન્ય રાખી અને ખવડના જામીન રદ કર્યા. ત્યારબાદ પોલીસે સાત દિવસના રિમાન્ડની માગણી કરી, જે મંજૂર થઈ. રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે રિમાન્ડ લંબાવવાની ના પાડી અને જામીન અરજી પણ ફગાવી, આરોપીઓને જેલમાં મોકલ્યા.આ કેસ હવે સેશન્સ કોર્ટમાં આગળ વધશે, જ્યાં ગુરુવારે જામીન અરજી પર સુનાવણી થશે.
આ પણ વાંચો:
Womens safety in India: ઘર, શાળા, ઓફિસ કે જાહેર રસ્તા, મહિલાઓ માટે ક્યાંય નથી સલામતી!
Bhavnagar: ‘તમારું ભાષણ અમને પસંદ નથી’ મોરારિબાપુના ગામ લોકોએ સ્વામિનારાયણના સંતોને ભગાડ્યાં
Bhubaneswar: સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ટોપર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, ઘરમાંથી મળ્યો ખજાનો
Heavy rain in Dehradun: દેહરાદૂનમાં વાદળ ફાટ્યું, ટપકેશ્વર મહાદેવ મંદિર થયું જળમગ્ન








