DGCA એ એર ઇન્ડિયાને બોઇંગ-787ના RATને ફરી ચેક કરવા આપ્યો નિર્દેશ, પાઇલટ્સ એસોસિએશનની માંગ બાદ લેવાયો નિર્ણય

  • India
  • October 13, 2025
  • 0 Comments

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ( DGCA ) દ્વારા એર ઇન્ડિયાને તેમના પાવર કન્ડીશનીંગ મોડ્યુલ (PCM) બદલાયેલા તમામ બોઇંગ 787 વિમાનોમાં રેમ એર ટર્બાઇન (RAT) ના સ્ટોરેજ (ફિટિંગ અને સ્થિતિ) ની ફરીથી ગંભીરતાથી તપાસ કરવા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ નિર્ણય બોઇંગમાં વધતી જતી ક્ષતિઓની ગંભીરતા અંગે પાઈલોટ્સ એસોસિએશન દ્વારા DGCAને થયેલી રજુઆત બાદ લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ એર ઇન્ડિયાના બે બોઇંગ 787 વિમાનો સાથે સંકળાયેલી ટેકનિકલ ઘટનાઓ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) દ્વારા એર ઇન્ડિયાના તમામ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનોને ગ્રાઉન્ડિંગ કરવાની માંગણીને ધ્યાનમાં રાખીને DGCAએ એર ઇન્ડિયાને બોઇંગ-787ના RATને ફરી ચેક કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

સાથેજ DGCAએ અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગને પણ આવી અકસ્માતની સંભવિત ઘટનાઓ અટકાવવા માટે સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે.
એજન્સીએ આ ઘટના અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે. તેણે વિશ્વભરમાં બોઇંગ 787 સીરીઝના વિમાનો પર આવા અનકમાન્ડેડ RAT ડિપ્લોયમેન્ટની ઘટનાઓ અંગે સંપૂર્ણ ડેટા પણ માંગ્યો છે.

તેણે PCM મોડ્યુલ બદલાયા પછી થયેલા સર્વિસ ડિફિકલ્ટી રિપોર્ટની પણ માહિતી માંગી છે. 4 ઓક્ટોબરના રોજ, અમૃતસર-બર્મિંગહામ ફ્લાઇટ AI-117 નું RAT લેન્ડિંગ પહેલાં જ આપમેળે ખુલી ગયું હતું. ત્યારબાદ, 9 ઓક્ટોબરના રોજ, વિયેનાથી દિલ્હી જતી ફ્લાઇટ AI-154 ને ટેકનિકલ સમસ્યા અને ઓટોપાયલટ સિસ્ટમની નિષ્ફળતાને કારણે દુબઈ ડાયવર્ટ કરવી પડી હતી.

મહત્વનું છે કે ગત તા.10 ઓક્ટોબરના રોજ, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) દ્વારા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને એર ઇન્ડિયાના તમામ બોઇંગ ૭787 ડ્રીમલાઇનર વિમાનોને ગ્રાઉન્ડ કરવાની માંગ કરી, તેમની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું નિરીક્ષણ કરવાની વિનંતી કરી, અને એર ઇન્ડિયાનું ખાસ ઓડિટ કરવાની પણ માંગ કરી હતી.

નોંધનીય છે કે FIP 5,000 પાઇલટ્સનું પ્રતિનિધિત્વ કરે છે. બોઇંગ એરક્રાફ્ટના RAT અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સમાં આવતી ખામીઓને પગલે આ માંગણી કરવામાં આવી હતી તેઓના મત મુજબ નવા એન્જિનિયરો દ્વારા એરક્રાફ્ટનું મેન્ટેનન્સ કર્યા બાદ વધુ ખામીઓ સામે આવી રહી છે. મિનિમમ સાધનોનું લિસ્ટ (MEL) બહાર પાડવુ અને વારંવાર થતી ખામીઓની તપાસ કરવી જરૂરી હોવાનું જણાવાયું હતું.

તાજેતરમાં જૂન 2025માં અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 ટેકઓફ દરમિયાન ક્રેશ થઈ હતી, જેમાં 270 લોકો માર્યા ગયા હતા આ ઘટના બાદ પણ ઘણી ઘટના એવી બની છે કે પ્લેન ક્રેશ થતાં બચ્યા છે પરિણામે કંપની અને મુસાફરોની સલામતી અંગે સવાલો ઉભા થયા હતા, FIP બોઇંગ 787 ની ઇલેક્ટ્રિકલ સિસ્ટમની તપાસની માંગ કરી રહ્યું છે,જે બાદ આખરે DGCAએ એર ઇન્ડિયાને બોઇંગ-787ના RAT સહિતની સિસ્ટમને ફરીથી ચેક કરવા નિર્દેશ અપાયો છે.

આ પણ વાંચો:

Surat: જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો, જુઓ

Vadodara: પોલોગ્રાઉન્ડ પાસે ડામર પાથરવાના ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી, દરેશ્વરમાં દુકાન સળગી

શું કોંગ્રેસ કર્ણાટકમાં RSS પર પ્રતિબંધ મૂકશે? જાણો પ્રિયાંક ખડગેએ શું કહ્યું?

Kerala: 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, RSS ના “એનએમ” નામના સભ્ય પર વારંવાર જાતીય શોષણનો આરોપ

Related Posts

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!
  • October 26, 2025

Delhi :  દિલ્હીમાં છઠ પૂજા પહેલા, યમુના નદીની સફાઈ અને તેના પાણીની ગુણવત્તા અંગે રાજકીય યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે ત્યારે બિહાર ચૂંટણીઓ ટાણે પ્રધાનમંત્રી મોદી પાણીની શુદ્ધતાની ગેરંટી માટે ડૂબકી…

Continue reading
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા
  • October 26, 2025

Rajasthan: રાજસ્થાન સરકાર તો સ્થળાંતરને ‘જય જયકાર‘ કરીને પ્રોત્સાહન આપે છે પણ જ્યારે ગુજરાતીઓ અહી મુલાકાત લેવા આવે ત્યારે તેમને બંધક બનાવી દેવામાં આવે છે. ગુજરાતીઓને ‘બંધક’ બનાવીને સ્થળાંતરનો ‘પ્રોત્સાહન’!…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 1 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 10 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

  • October 26, 2025
  • 7 views
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

  • October 26, 2025
  • 22 views
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

Rahul Gandhi attack on BJP : ભાજપની ગુનાહિત માનસ ધરાવતી સિસ્ટમે એક યુવા મહિલા ડોકટરનો ભોગ લીધો છે!: રાહુલ ગાંધી

  • October 26, 2025
  • 17 views
Rahul Gandhi attack on BJP : ભાજપની ગુનાહિત માનસ ધરાવતી સિસ્ટમે એક યુવા મહિલા ડોકટરનો ભોગ લીધો છે!: રાહુલ ગાંધી