Dharma: આજે દેવઉઠી અગિયારસે આટલું કરવાથી ઘરમાં સુખ-શાંતિ-વૈભવની પ્રાપ્તિ થાય છે,તુલસી માતાના છોડને આ વસ્તુઓ અર્પણ કરો

  • Dharm
  • November 1, 2025
  • 0 Comments

 Dharma: આપણા દેશમાં પ્રાચીન રામાયણ-મહાભારત કાળથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતિમાં અનેક તહેવારોનું મહત્વ રહેલું છે ત્યારે દેવઉઠી અગિયારસે તુલસી પૂજનનું મહત્વ રહેલું છે અને તુલસીના છોડને નાડાછડી બાંધી લાલ ચૂંદડી ચડાવી કાચું દૂધ અર્પણ કરવાથી જીવનમાં સુખ-શાંતિનો અનુભવ થાય છે.

આજે દેવઉઠી અગિયારસ છે,આજના દિવસનું પ્રાચીન ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે.હિન્દુ પંચાંગ પ્રમાણે ભગવાન વિષ્ણુ દેવુઉથી અગિયારસના દિવસે ચાર મહિનાની યોગિક નિદ્રામાંથી જાગે છે અને તેના બીજા જ દિવસે ભગવાન શાલિગ્રામ (ભગવાન વિષ્ણુ) અને માતા તુલસીના શુભ વિવાહ થાય છે.આ વર્ષે દેવઉઠી અગિયારસ 1 નવેમ્બરના રોજ એટલે કે આજે છે,અને તુલસી વિવાહઆવતી કાલે રવિવારે તા. 2 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.ધાર્મિક માન્યતા મુજબ માતા તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, તેથી આ પાવન પ્રસંગે તુલસી માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કરવાથી આપણા જીવનમાં સુખ,શાંતિ, સૌભાગ્ય સમૃદ્ધિ અને એશ્વર્ય,સન્માનની પ્રાપ્તિ થાય છે.

આજે 1 નવેમ્બર શનિવારે દેવઉઠી અગિયારસ છેઆજના દિવસે તુલસી માતાને નાડાછડી બાંધવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે.ધાર્મિક માન્યતા પ્રમાણે આમ કરવાથી માત્ર ભગવાન વિષ્ણુ જ નહીં, પરંતુ દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.આ નાનો ઉપાય જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઇચ્છાઓ પૂરી કરે છે જેથી આજના દિવસે ભાવપૂર્વક માં તુલસીને લાલ દોરો અર્થાત નાડાછડી બાંધવી જોઈએ.આ સિવાય તુલસી માતાને લાલ રંગની ચૂંદડી અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચુંદડી ચઢાવતી વખતે ‘મહાપ્રસાદ જનાની સર્વ સૌભાગ્યવર્ધિની, આધિ વ્યાધિ હર નિત્યં તુલસી ત્વં નમોસ્તુતે’ મંત્રનો જાપ કરવો જોઈએ.આ રીતે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોના જીવનમાં સુખ-શાંતિ,ધન, સૌભાગ્ય અને સમૃદ્ધિના દ્વાર ખોલી નાખે છે.

આજે દેવઉઠી અગિયારસના દિવસે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ, તુલસીના છોડને થોડું કાચું દૂધ ચડાવવાનો મહિમા છે આટલું કરવાથી જીવનમાં સુખ અને શાંતિ-સમૃદ્ધિ બની રહે છે અને ઘરમાંથી નકારાત્મક અસરો દૂર થાય છે.

જ્યારે તુલસી વિવાહના દિવસે પીળા દોરામાં 108 ગાંઠ લગાવીને તુલસીના છોડને બાંધવાનો મહિમા છે.પીળા દોરાની લંબાઈ તમારા શરીરની લંબાઈ જેટલી હોવી જોઈએ. પીળો દોરો જ્યારે તમે ભક્તિભાવથી બાંધો ત્યારે તુલસી માતાને તમારી ઇચ્છા વ્યક્ત કરો,અને જ્યારે તમારી ઇચ્છા પૂર્ણ થઈ જાય પછી તે દોરાને તુલસી માતાના છોડથી છોડીને નદી કે તળાવમાં પ્રવાહિત કરો.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Mahashivratri: આજે મહાશિવરાત્રી ; જાણો શિવ ઉપાસના અને પૂજાનું મહત્વ
  • February 15, 2026

Mahashivratri: આજે મહાશિવરાત્રી પર્વ છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શુભ મુહૂર્ત દરમિયાન જલાભિષેક અને તેમની પૂજા કરવાની પરંપરા છે. આજે શિવ ઉપાસનાનો તહેવાર છે જે…

Continue reading
Dev Deepavali: આજે દેવ દિવાળી, જાણો દિવાળી-દેવ દિવાળી વચ્ચેનો તફાવત?
  • November 5, 2025

Dev Deepavali: આપણા દેશમાં પ્રાચીન ધાર્મિક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે ત્યારે આજે દેવ દિવાળી છે જે કારતક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. ઉદયાતિથિ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 6 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 10 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 14 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 9 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા