Dharmendra Death: ફિલ્મસ્ટાર ધર્મેન્દ્રનું જૈફવયે નિધન:જન્મદિવસના 14 દિવસ પહેલાજ લીધા અંતિમ શ્વાસ

  • India
  • November 24, 2025
  • 0 Comments

Dharmendra Death: પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા.

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. તેઓ ૮૯ વર્ષના હતા. “હી-મેન” તરીકે જાણીતા આ અભિનેતાના નિધનથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા અને થોડા દિવસોથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારબાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા અને ઘરેથી સારવાર લઈ રહ્યા હતા.IANS અનુસાર, ધર્મેન્દ્રનું અવસાન થયું છે,તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લે પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે જ્યાં પરિવાર પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રને ગત.તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ૧૦ નવેમ્બરના રોજ તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી ત્યારે તેમના તમામ પરિવારના અને નજીકના સભ્યો હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તે વખતે ધર્મેન્દ્રના મોતની અફવા ઉડી હતી બાદમાં તેઓને ઘરે લવાયા હતા અને સારવાર ચાલુ હતી જેઓનું નિધન થઈ ગયું છે.ધર્મેન્દ્રનું પૂરું નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ છે. તેમનો જન્મ ૮ ડિસેમ્બર, ૧૯૩૫ ના રોજ પંજાબના નસરાણી ગામમાં થયો હતો.

■ધર્મેન્દ્રની 65 વર્ષની લાંબી ફિલ્મ કારકિર્દી રહી છે

ધર્મેન્દ્રએ 1960 માં ફિલ્મ “દિલ ભી તેરા હમ ભી તેરે” થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.
ત્યારબાદ તે 1961ની ફિલ્મ “બોય ફ્રેન્ડ”માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યો હતો. અસંખ્ય હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર આપીને ધર્મેન્દ્ર 65 વર્ષ સુધી અભિનયમાં સક્રિય રહ્યા. તેણે શોલે (1975), ચુપકે ચુપકે (1975), સીતા ઔર ગીતા (1972), ધરમવીર (1977), ફૂલ ઔર પથ્થર (1966), જુગનુ (1973), અને યાદો કી બારાત (1973) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

2023માં આવેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં તેના પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી.
તેણે આ ફિલ્મમાં શબાના આઝમીને ચુંબન કર્યું હતું, જેની ઘણી ચર્ચા થઈ હતી. તેઓ 2024 માં રિલીઝ થયેલી ફિલ્મ “તેરી બાતોં મેં ઐસા ઉલ્સા જિયા” માં પણ દેખાયા હતા.

■ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ

ધર્મેન્દ્ર 89 વર્ષની ઉંમરે પણ સતત કામ કરી રહ્યા હતા. તેમના અવસાન પછી પણ તેમની છેલ્લી ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. તેઓ ફિલ્મ “21” માં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ અગસ્ત્ય નંદાના પિતાની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ધર્મેન્દ્રનું અંગત જીવન ધર્મેન્દ્રના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમણે બે વાર લગ્ન કર્યા. તેમના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા. આ લગ્નથી તેમને ચાર બાળકો છે જેમાં સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજિતા દેઓલ છે

જ્યારે તેમના બીજા લગ્ન અભિનેત્રી હેમા માલિની સાથે થયા હતા.હેમા માલિનીથી તેમને બે પુત્રીઓ એશા દેઓલ અને આહના દેઓલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે જન્મદિવસના 14 દિવસ પહેલાં 89 વર્ષીય ધર્મેન્દ્રનું અવસાન થયું છે તેમનો પરિવાર વિલે પાર્લે સ્મશાન ઘાટ પહોંચી ગયો છે જ્યાં મોટી સંખ્યામાં ફિલ્મી સેલિબ્રિટી પણ જોડાયા છે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ
  • December 16, 2025

Delhi AQI: દિલ્હીમાં કેટલાય સમયથી AQI સતત 400થી 450ને પાર રહ્યું છે જે હવે નીચે જતું નથી અને કેટલાય સમયથી સ્થાનિક તબીબો બાળકો અને વૃધ્ધો માટે દિલ્હી રહેવા લાયક નહિ…

Continue reading
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા
  • December 16, 2025

Shashi Tharoor on MNREGA: તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ના નામ બદલવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MP Parimal Nathwani: ‘ધ ગુજરાત રિપોર્ટ’ સામે ₹ 100 કરોડનો બદનક્ષી દાવો! જુઓ મયુર ભાઈ જાનીએ શું કહ્યું?

  • December 16, 2025
  • 7 views
MP Parimal Nathwani: ‘ધ ગુજરાત રિપોર્ટ’ સામે ₹ 100 કરોડનો બદનક્ષી દાવો! જુઓ મયુર ભાઈ જાનીએ શું કહ્યું?

Narendra modi: ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ રજૂ કરી દિલ્હી સર કરનાર મોદીના વચનો આજેપણ અધૂરા કેમ રહ્યા?જાણો

  • December 16, 2025
  • 17 views
Narendra modi: ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ રજૂ કરી દિલ્હી સર કરનાર મોદીના વચનો આજેપણ અધૂરા કેમ રહ્યા?જાણો

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

  • December 16, 2025
  • 10 views
Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • December 16, 2025
  • 7 views
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

  • December 16, 2025
  • 8 views
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 21 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’