
BJP MP Bansuri Swaraj: ભાજપના નેતાઓ ‘રાષ્ટ્રવાદ’ની મોટી મોટી વાતો કરતા હોય છે પરંતુ ખરેખરમાં ભાજપના નેતાઓમાં દેશભક્તિની કેટલી ભાવના છે તે ખુલ્લું પડી જ જતું હોય છે ત્યારે ભાજપના વધુ એક નેતાએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન ભાજપા સાંસદ બાંસુરી સ્વરાજે રાષ્ટ્રગીતનું ખુલ્લેઆમ અપમાન કર્યું હોવાનો આરોપ લાગ્યો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ભાજપના સાંસદનો વીડિયો વાયરલ
આ વીડિયોમાં દેખાય છે કે રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે બાંસુરી સ્વરાજ ન તો ઊભા રહ્યા કે ન તો માથું નમાવીને સન્માન દર્શાવ્યું. જાણે રાષ્ટ્રગીત કોઈ સામાન્ય સંગીત હોય. આ ઘટના 17 સપ્ટેમ્બર 2025ના રોજ બોધગયામાં બૌદ્ધ સંમેલન દરમિયાન બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
राष्ट्रगान की बेइज्जती करती हुई भाजपा सांसद बांसुरी स्वराज!
इन्हें देशद्रोह में जेल भेजिये मोदी जी!
वरना माना जायेंगे आप देश में दो संविधान चलाते है एक आम इंसान के लिये दूसरा भाजपा वालो के लिये? pic.twitter.com/NYAkwZiMnS— Surendra Rajput (@ssrajputINC) September 17, 2025
વિપક્ષી નેતાએ ટ્વિટ કરી કર્યા પ્રહાર
વિપક્ષી નેતા સુરેન્દ્ર રાજપૂતે ટ્વીટ કરીને કહ્યું, “રાષ્ટ્રગીતનું અપમાન કરતી ભાજપા સાંસદ બાંસુરી સ્વરાજ! નરેન્દ્ર મોદીજી, આવા લોકોને દેશદ્રોહના આરોપ હેઠળ જેલમાં મોકલો!” સોશિયલ મીડિયા પર રાષ્ટ્રગીતનું_અપમાન ટ્રેન્ડ થઈ રહ્યું છે, જ્યાં હજારો યુઝર્સ ભાજપાના ‘રાષ્ટ્રવાદ’ની પોલ ખોલી રહ્યા છે.
લોકોએ સોશિયલ મીડિયામાં પર વ્યક્ત કર્યો રોષ
લોકો સોશિયલ મીડિયામાં આ અંગે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે, શું ભાજપા માટે રાષ્ટ્રગીત ફક્ત વિપક્ષ પર હુમલો કરવાનું હથિયાર છે? જનતા પૂછી રહી છે: જો સામાન્ય નાગરિક આવું કરે તો દેશદ્રોહનો કેસ નોંધાય, પરંતુ ભાજપા નેતાઓને છૂટ કેમ? ભાજપાની આ ‘ભૂલો’ હવે શરમજનક બની રહી છે. પરંતુ કાર્યવાહી નથી થઈ રહી.
વાયરલ વીડિયોની શું છે હકીકત ?
જ્યારે અમે આ વીડિયો અંગે તપાસ કરી ત્યારે અમને ટ્વિટરમાં amitt Bhati (मोदी का परिवार ) નામના યુઝર્સે કરેલી ટ્વિટ મળી જેમાં આ આખો વીડિયો મુકવામા આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, જ્યારે રાષ્ટ્રગીત વાગે છે ત્યારે ભાજપા સાંસદ બાંસુરી સ્વરાજ વચ્ચેથી નિકળી જાય છે અને માઈકમાં બોલે છે કે, મર્યાદામાં રહીને બધા સાથે રાષ્ટ્રગીત ગાવ. પછી રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને બધા સાથે ગાય છે. આ વીડિયોને પોસ્ટ કરતા amitt Bhati લખે છે કે, સોશિયલ મીડિયા પર કેટલાક દુષ્ટ તત્વો નકલી સમાચાર ફેક્ટરી ચલાવી રહ્યા છે અને જાણી જોઈને સાંસદ શ્રીમતી બાંસુરી સ્વરાજજીની છબીને અધૂરી વિડિઓ વાયરલ કરીને ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ભ્રામક ક્લિપ એ બતાવવાનો પ્રયાસ છે કે તેમણે રાષ્ટ્રગીતનું અપમાન કર્યું છે, જ્યારે સત્ય એ છે કે, આમ આ વીડિયોથી સ્પષ્ટ થાય છે કે, ભાજપા સાંસદ બાંસુરી સ્વરાજનો અધુરો વીડિયો કટ કરીને ચલાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, બાંસુરી સ્વરાજ, જે સ્વર્ગીય સુષ્મા સ્વરાજની પુત્રી છે, વિદેશથી અભ્યાસ કરીને રાજકારણમાં આવ્યા છે.
सोशल मीडिया पर कुछ क्लिप कटवा और fake न्यूज़ फैक्टरी दल के लोग द्वारा नई दिल्ली की सांसद सुश्री बाँसुरी स्वराज जी का एक अधूरा वीडियो जानबूझकर काटा और फैलाया जा रहा है ताकि उनकी छवि को नुकसान पहुँचाया जा सके। यह वीडियो एक षड्यंत्र का हिस्सा है, जिसमें यह दिखाने की कोशिश की गई है… pic.twitter.com/jeo7xVdWCJ
— Neeraj Basoya (@basoya_neeraj) September 17, 2025
ભાજપના નેતાઓએ રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કર્યું હોય તેવા કિસ્સાઓ
જો કે, તેનાથી ભાજપના નેતાઓ દૂધના ધોયેલા છે એવું બિલકુલ પણ સાબિત નથી થતું. ભાજપાના નેતાઓએ રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કર્યું હોય તેવા કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા છે. 2018માં કર્ણાટક વિધાનસભામાં ભાજપા ધારાસભ્યોએ રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે હોલમાંથી વોકઆઉટ કર્યું હતું, જેને રાહુલ ગાંધીએ ‘સંસ્થાઓનું અપમાન’ ગણાવ્યું. તે જ વર્ષે સ્વાતંત્ર્ય દિવસે અમિત શાહ દ્વારા ધ્વજ ફરકાવતી વખતે તિરંગો જમીન પર પડ્યો, પરંતુ તાત્કાલિક સુધારો ન થતાં વિવાદ વધ્યો. 2021માં TMCએ પશ્ચિમ બંગાળમાં ભાજપા રેલી દરમિયાન નેતાઓએ ખોટું રાષ્ટ્રગીત ગાયું હોવાનો આરોપ લગાવ્યો. હાલમાં 2024માં સંવિધાન દિવસે ભાજપાએ રાહુલ ગાંધી પર રાષ્ટ્રગીત દરમિયાન ‘ધ્યાન ન આપવાનો’ આરોપ લગાવ્યો, પરંતુ પોતાના નેતાઓની ભૂલો ભૂલી ગયા. ગૃહમંત્રી અમિત શાહે જૂન 2025માં ભાજપા ટ્રેનિંગ કેમ્પમાં નેતાઓને ‘સંવેદનશીલ ટિપ્પણીઓથી બચવા’ની ચેતવણી આપી હતી. જો કે, સ્વતંત્રતાના દિવસે ભાજપના નેતાઓએ તિરંગાનું અપમાન કર્યું હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે.
આ પણ વાંચો:
Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો
Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત
Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








