
વર્ષ 2022માં કલોલના ડીંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યોએ અમેરિકા-કેનેડા સરહદ નજીક ગેરકાયદે ઘૂસણખોરી દરમિયાન જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં અમેરિકાની કોર્ટે ( US court ) માસ્ટરમાઈન્ડ ડીંગુચા ગામના જ રહેવાસી અને હાલ અમેેરિકામાં રહેતા હર્ષકુમાર રમણલાલ પટેલને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. જ્યારે અમેરિકાના અન્ય એક મળતિયાને પણ આ સજા મળી છે.
ગયા નવેમ્બરમાં મિનેસોટા ફેડરલ કોર્ટમાં હર્ષકુમાર પટેલને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ગઈકાલે બુધવારે (28 મે, 2025) ન્યાયાધીશે તેમને ગેરકાયદેસર સરહદ ક્રોસિંગનું આયોજન કરવા બદલ 10 વર્ષની સજા ફટકારી હતી.

ગેરકાયદેસર સ્થળાંતર દરમિયાન ઠંડીથી પટેલ પરિવારના 4 સભ્યોના મોત થયા હતા. આ ઘટનામાં જગદીશ પટેલ (39), તેમની પત્ની વૈષ્ણવી (37), તેમની દીકરી વિહાંગી (11), અને દીકરો ધાર્મિક (3) નો સમાવેશ થાય છે. આ પરિવાર ગેરકાયદેસર રીતે અમેરિકા પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન મોતનો ભોગ બન્યો હતો.
આ ઘટના 19 જાન્યુઆરી, 2022 ના રોજ બની હતી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને મેનિટોબા નજીક યુએસ-કેનેડા સરહદની ઉત્તરે મૃતદેહો મળી આવ્યા હતા. પરિવાર પ્રવાસી વિઝા પર કેનેડા ગયો હતો, સારી તકો માટે યુએસમાં પ્રવેશવાની કોશિશ કરી હતી.
ફરિયાદીઓએ જણાવ્યું હતું કે “ડર્ટી હેરી” ઉપનામનો ઉપયોગ કરનાર હર્ષકુમાર પટેલ અને યુએસ નાગરિક સ્ટીવ શેન્ડ, એક માનવ તસ્કરી નેટવર્કનો ભાગ હતા, જે ભારતીય નાગરિકો માટે ગેરકાયદેસર ક્રોસિંગની સુવિધા આપતા હતા.
કોર્ટના રેકોર્ડ મુજબ હર્ષકુમાર પટેલને સજા સંભળાવતી વખતે મૌન રહ્યા અને કોઈ લાગણી દર્શાવી નહીં. જેલની સજા પૂરી થયા પછી તેમને ભારત મોકલવામાં આવે તેવી શક્યતા છે. તેમના વકીલે દાવો કર્યો હતો કે તેમણે ગૌણ ભૂમિકા ભજવી હતી, પરંતુ ફરિયાદીઓએ દલીલ કરી હતી કે તેમણે વ્યક્તિગત લાભ માટે લોકોની આશાઓનો દુરુપયોગ કર્યો હતો.
આ કિસ્સાએ ગુજરાતમાં ખાસ કરીને ડીંગુચામાં વ્યાપક ધ્યાન ખેંચ્યું છે, જ્યાં ઘણા પરિવારોએ તેમના સભ્યોને સારા જીવનની શોધમાં વિદેશ મોકલ્યા છે.
આ પણ વાંચો:
‘ટ્રમ્પને ટેરિફમાં ફેરફારો કરવાનો કોઈ હક નથી’, US કોર્ટની લાલ આંખ
રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather
ટ્રમ્પથી એલન મસ્કે મોં મચકોડ્યું, સંબંધોમાં કેમ પડી તિરાડ? | America
Ahmedabad: હવે બાપુનગરમાં દબાણો હટાવવાનું કામ ચાલુ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa
MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે
મંત્રી Vijay Shah ને સુપ્રીમમાંથી રાહત, ધરપકડ પરનો સ્ટે યથાવત
Ahmedabad: મહિલાની તેના જ ઘરમાં હત્યા, છરીથી પેટ ચીરી નાખ્યું, ઘર બદલ્યું છતાં પ્રેમી…!
UP: બોયફ્રેન્ડને મોજમાં રાખવા ગર્લફ્રેન્ડ બની ચોર!, આ રીતે બાઈક સાથે પકડાયા?
Surat: ફેસબૂકમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપીંડી, બે શખ્સોની ધરપકડ
Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?